21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાતીય સતામણીનો ઉકેલ: પ્રોડ્યુસર્સ ગિલ્ડ દ્વારા કમિટી બનાવાઇ

મુંબઈ: દેશભરમાં અને ખાસ કરીને બૉલીવૂડમાં ‘મી ટૂ’ ઝુંબેશ હેઠળ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા અવાજને ધ્યાનમાં લઇને પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કામના સ્થળે થતી જાતીય સતામણીના કેસમાં ધ્યાન આપવા માટે વિશેષ સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

ઇન્ડસ્ટ્રીમાં કામના સ્થળે સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવા માટે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા કટિબદ્ધ છે. જેને લઇને ઇન્ડસ્ટ્રીમાં થતા જાતીય સતામણી મુદ્દે ઉકેલ લાવવા વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં એકતા કપૂર, કિરણ રાવ, સિદ્ધાર્થ રોય કપૂર વગેરેનો સમાવેશ થાય છે.

તાજેતરમાં સમિતિની પહેલી બેઠક યોજાઇ હતી, જેમાં કામના સ્થળ પર થતી મહિલાઓની જાતીય સતામણી અંગેના સરકારી ઠરાવની નકલ ગિલ્ડના તમામ સભ્યને મોકલવામાં આવે તેની ખાતરી કરવામાં આવી હતી, જેથી કરીને તેમાં કરવામાં આવેલી જોગવાઇનો વહેલી તકે અમલ થઇ શકે. એટલું જ નહીં, આ અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે વિશેષ વર્કશોપનુંં પણ આયોજન કરવામાં આવશે. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R0f63085
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com