19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આયાતી તેલમાં પીછેહઠ, મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦નો ઉછાળો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગુજરાતનાં ખાદ્યતેલના મથકો પર આજે સિંગતેલમાં સ્ટોકિસ્ટોની તથા દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૩૦નો અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫થી ૩૦નો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૨૩ રિંગિટ ઘટી આવ્યાના અહેવાલ ઉપરાંત ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ૩૨ સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશને કારણે સ્થાનિકમાં આયાતી તેલના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે હાજરમાં ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલમાં રૂ. ૭, સન ક્રૂડમાં રૂ. ૫ અને આરબીડી પામોલિનમાં રૂ. ૪નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર અત્યંત નિરસ રહ્યાના અહેવાલ હતા.

આજે ગુજરાતમાં ગોંડલ તથા રાજકોટ મથકે મગફળીની અનુક્રમે ૧૦,૦૦૦ ગૂણીની અને ૧૫,૦૦૦ ગૂણીની આવક સામે બન્ને મથકો પર વેપાર ૨૦ કિલોદીઠ રૂ. ૭૦૦થી ૯૮૦ આસપાસના મથાળે ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા, જ્યારે ગુજરાતના ખાદ્યતેલનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૩૦ વધીને રૂ. ૧૪૩૦થી ૧૪૪૦માં, લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫થી ૩૦ વધીને ૮૯૦થી ૯૦૦ના મથાળે થયા હતા. આ ઉપરાંત વૉશ્ડ કૉટનના વેપાર રૂ. ૭૨૫થી ૭૨૮ આસપાસના મથાળે થયા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૬૭૮થી ૬૮૩, ક્રૂડ પામોલિનના રૂ. ૫૮૮, સોયા રિફાઈન્ડના રૂ. ૭૪૦, સોયા ડિગમના રૂ. ૭૦૦, સન રિફાઈન્ડના રૂ. ૮૧૦, સન ક્રૂડના રૂ. ૭૬૫, સિંગતેલના રૂ. ૯૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૭૮૨ અને સરસવના રૂ. ૮૩૦ આસપાસ રહ્યા હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o6D67I
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com