21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નિકલ સહિતની અમુક ધાતુઓમાં નરમાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતાં નિકલ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપરની ચોક્કસ વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ સાધારણ રૂ. એકનો સુધારો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરનાં ભાવ આગલા બંધથી ૧.૧ ટકા ઘટીને ટનદીઠ ૬૧૭૩.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે શાંઘાઈ એક્સચેન્જ ખાતે એલ્યુમિનિયમના ભાવમાં ૨.૧ ટકાનો, નિકલના ભાવમાં ૨.૬ ટકાનો ઘટાડો આવ્યાના અહેવાલ હતા.

સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને નિકલ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૯૮૫ અને રૂ. પાંચ ઘટીને રૂ. ૧૭૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો તેમાં કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૪૫૫ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર શીટ કટિંગ્સ તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને અનુક્રમે રૂ. ૪૬૦, રૂ. ૪૪૭ અને રૂ. ૪૮૮ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૨૪૧ના મથાળે રહ્યા હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h84ul1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com