21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડૉલર અને ક્રૂડમાં પીછેહઠ થતાં રૂપિયો ઑલટાઈમ લૉ સપાટીએથી પાછો ફર્યો: નવ પૈસાનો સુધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં આજે કડાકા બોલાયાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધથી વધુ ૨૯ પૈસાના ઘટાડા સાથે ૭૪.૫૦ની ઑલટાઈમ લૉ સપાટીએ ગગડી ગયો હતો. જોકે, ત્યાર બાદ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડ તેલના ભાવમાં પીછેહઠ જોવા મળતાં ડૉલર સામે રૂપિયામાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.

વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા અને બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ગઈકાલે અમેરિકી શૅર બજારોમાં નરમાઈનો અન્ડરટોન રહ્યાના ઓવરનાઈટ અહેવાલ સાથે આજે ભારત સહિત વિશ્ર્વભરના શૅર બજારોમાં કડાકા બોલાઈ જતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૪.૨૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોન સાથે ૭૪.૩૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૪.૫૦ અને ઉપરમાં ૭૪ સુધી ક્વૉટ થયા બાદ અંતે ગઈકાલના બંધથી નવ પૈસાના સુધારા સાથે ૭૪.૧૨ના મથાળે બંધ રહ્યો હતો.

જિઓજીત ફાઈનાન્શિયલ સર્વિસીસનાં રિસર્ચ વિભાગના હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં આવેલા ઘટાડા તેમ જ સ્થાનિકમાં બૉન્ડની ઊપજમાં ઘટાડો થતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો થવાની ધારણા મુકાઈ રહી છે અને જો આ શક્ય બને તો રૂપિયામાં સ્થિરતા જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૯ ટકા ઘટીને ૯૫.૨૩ આસપાસના મથાળે ક્વૉટ થઈ રહ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

46u1q7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com