21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

તો નવી સુવિધા મળી શકે

બોરીવલી ગોરાઈ ખાડી પર કાર માટે બ્રિજ બની રહ્યો છે. અત્યારે પેગોડા અથવા એસેલ વર્લ્ડ જવું હોય તો કાર લઈને ભાયંદર-મીરારોડ થઈ સરસ જંગલમાંથી જવું પડે છે. હવે જો બ્રિજ બને તો સીધું અવાશે પણ બ્રિજ બનવાથી ગોરાઈ બીચની કુદરતી સંપદા નષ્ટ થઈ જશે, પછી અહીંયા પણ આંબાવાડી, ખેતરો વનરાજી બધું કપાઈ જશે અને કૉંક્રીટમાં ફેરવાઈ જશે. આના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થશે.

કહે છે કે સિક્યુરિટી માટે બનાવે છે તો એના માટે બન્ને તરફ હેલિપેડ બનાવી લે અને માણસોને આવવા-જવા માટે ઝુલતો પુલ બનાવે તો ઘણી સુવિધા થઈ જશે.

- એમ. એમ. ખંધાર

સી/ઓ ધમ્મપટ્ટન, ન્યૂ એસેલ વર્લ્ડ, ગોરાઈ, મુંબઈ.

નાનકડો આટલો વિચાર તો કરો

સેબી દ્વારા શેરહોલ્ડરોને ડિમેટ ખાતા ખોલવા પ્રેરિત કરવામાં આવે છે. ડી.પી.માં ખાતું ખોલતી વખતે આધારકાર્ડ, પાનકાર્ડ, ફોટા તથા શેરહોલ્ડરની સહી લેવામાં આવે છે. તેમ છતાં કંપની તરફથી સહીમાં ફરકના બહાને શેર સર્ટિ પરત મોકલવામાં આવે છે અને સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ, નોટરી ખર્ચ તથા બેક એરેસ્ટેશનની ફરજ પાડવમાં આવે છે, તે બંધ થવું જોઈએ.

આધારકાર્ડ અને પાનકાર્ડ કઢાવતી વ્યક્તિએ જરૂરી દરેક ફોર્માલિટીઝ પૂરી કરેલ હોય છે, તેથી વ્યક્તિ સાચી (જેન્યુન) છે તે હકીકત કોઈ નકારી શકે તેમ નથી. તથા તે સેલ્ફ એટેસ્ટેડ હોવાથી લેટેસ્ટ સહી તેની ઉપર હોય છે. તે માન્ય કરવી જોઈએ, કારણ કે ઉંમર અને તબિયતના કારણે સહીમાં થોડોક ફેરફાર આવે તે સ્વાભાવિક છે.

- ધીરૂભાઈ ચંપકલાલ શાહ

જિ. આણંદ, મું. પંડોલી, તા. પેટલાદ

ભટકતા કૂતરા કરડવાના વધતા જતા

બનાવો

આજે ભલે કૂતરાઓને વફાદાર જાનવર માનવામાં આવતા હોય પણ શહેરની ગલીઓમાં ભટકતા કૂતરાઓનો ભરોસો રહેતો નથી. કરડવાના લીધે સારવાર કરવામાં અનેક પ્રકારના ખર્ચાઓ કરવા પડે છે. હેવાલ મુજબ ૨૦૧૨-૧૮ દરમિયાન છ વરસમાં શહેરની કેઈએમ હૉસ્પિટલમાં ૯૮૭૦ દરદીઓ કૂતરા કરડવાથી ભરતી કરવામાં આવ્યા હતા. આ વરસે એપ્રિલ મહિનામાં ૫૯૦ નવા બનાવો બન્યા હતા જ્યારે શહેરની નાયર હૉસ્પિટલમાં ૯૩૪૦ બનાવો બન્યા હતા. સુધરાઈ મારફત ૨૦૧૫-૧૭ દરમિયાન પલિકામાં ૬૪૯૩૫ જણે સારવાર મેળવી હતી જેમાં શહેરના ૧૧૪૬૩ તેમ જ પરાં બાજુથી ૩૧૨૯૦ અને ઉપનગરથી ૨૨૧૮૯ જણ કૂતરા કરડવાનો ભોગ બન્યા હતા. આવા કૂતરાઓને દૂર રાખવા જોઈએ. આજે નિર્દોષ ગણાતા શ્ર્વાનો ક્યારે જંગલી બની જાય તે કહી શકાતું નથી. શેરીના આવા કૂતરાથી સતત સાવધાન રહેવું જરૂરી છે.

- હંસાબેન ભરુચા

વિરાર

સત્યના પૂજારીને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપો

ભારત સરકાર, રાષ્ટ્રપિતા ગાંધીજીનાં ૧૫૦ વર્ષની જન્મ વર્ષની ઉજવણી કરે છે. બાપુની યાદ આવી તે માટે આભાર સાથે અભિનંદન! બાપુનું જીવન સત્યથી ભરેલું હતું. બાપુ સત્યના પૂજારી હતા. બાપુએ સમગ્ર જીવન ભારત માતા માટે ન્યોછાવર કરી દીધું હતું. બાપુ એટલે સત્યનો ફરિશ્તો, સત્યનો અડગ ભેખધારી યોદ્ધો. સત્ય માટે જાન કુરબાન કરી દેનાર દૈવી પુરુષ. બાપુ એટલે આઝાદીના વીરપુરુષ.

ભારત સરકારને આજે સિત્તેરમાં વર્ષે ડહાપણની દાઢ ઊગી છે કે? બસ, બાપુની એક જ વાત માની લ્યો તો ભારતના લોકો ઉપર તમારો અહેસાન રહેશે. અસત્યને દફનાવી દેશું, જુઠુ ન બોલીયે, પ્રતિજ્ઞા લો, વચન આપો કોઈ દિવસ સત્યને છોડીશું નહીંય વિકાસની વાતોના ખોટા વચનો આપીશું નહીં. વાણી અને વર્તનમાં જરા સરખો ફરક કરીશું નહીં. પ્રજા તથા સરકાર અને ખાસ કરીને કરોડપતિઓ, આપણા નેતાઓ જ્યારે બાપુનાં પગલે ચાલશે ત્યારે ભારતના આંગણે સોનાનો સૂરજ ઊગશે? કુુપોષણથી બાળકો મરશે નહીં. વિદેશ પ્રવાસનાં ખોટા ખર્ચા બંધ થશે? કોઈ ખોટું બોલશે નહીં? કોઈ ગરીબોએ ઝૂંપડામાં રહેવું પડશે નહીં. નેતાઓ ગાંધીજી બાપુની જેમ સાદાઈથી રહેશે. ખર્ચમાં પાઈ પાઈનો હિસાબ રાખશે. જો આપણા લાડીલા નેતાઓ જીવનમાં ગાંધીજીના વિચારો ઉતારશે તો જ ગાંધીજીના આત્માને શાંતિ થશે. તમારા વર્તનમાં જ્યાં સુધી ગાંધી બાપુના જીવનનાં મૂલ્યો ન સચવાશે ત્યાં સુધી ભારતનો એક હિસ્સો ગરીબ રહેશે.

- એચ. વાય. સદીકોર

સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (વે.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

XV6aw6P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com