18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખારા રણમાં મીઠી વીરડી - ૧
અમદાવાદનાં આર્ટિસ્ટ પોતાનો મોબાઈલ ફોન ટ્રેનમાં ભૂલી ગયાં ત્યારે...

સુખનો પાસવર્ડ - આશુ પટેલ



અમદાવાદના જાણીતાં આર્ટિસ્ટ ચૌલા દોશી પાસેથી તેમનો એક અનોખો અનુભવ જાણવા મળ્યો. ખારા રણમાં મીઠી વીરડી સમાન આ કિસ્સો વાચકો સાથે શેર કરવાનું મન થયું. આ કિસ્સો ચૌલા દોશીના શબ્દોમાં જ વાચકો સામે મૂકું છું:

મુંબઈમાં જહાંગીર આર્ટ ગેલેરીમાં ગ્રુપ એક્ઝિબિશન પૂરું કરીને અમે ગુજરાતના બધા આર્ટિસ્ટ્સ પોતપોતાના આર્ટ વર્ક પેક કરી રેલ્વે સ્ટેશન જવાની ઉતાવળમાં હતા. સ્ટેશન પર ટ્રેન આવી અને પોતાના કમ્પાર્ટમેન્ટમાં જતાંની સાથે જ ખ્યાલ આવ્યો કે કમ્પાર્ટમેન્ટના નંબરમાં કંઈક ગરબડ થઈ છે. એના લીધે અફડાતફડી મચી ગઈ. બધા પેસેન્જર્સને કમ્પાર્ટમેન્ટ્સ બદલવા પડ્યા. આવી પરિસ્થિતિમાં સહજ રીતે જ ગુસ્સો આવ્યો. માંડ માંડ દુરંતો ટ્રેનમાં સેટ થયા અને સવારે વહેલા અમદાવાદ આવશે અને વહેલા ઉઠવાનું છે એમ વિચારી બધા જલદી સૂઈ ગયા.

થોડા સમયથી દુરંતો ટ્રેન અમદાવાદને બદલે રાજકોટ સુધીની કરી દેવામાં આવી. જેના કારણે સવારે અમદાવાદ પહોંચતાં પહેલાં પેસેન્જર્સમાં એક પ્રકારનો ઉચાટ હતો કે ટ્રેન ઉપડી જાય તે પહેલાં સામાન લઈ જલદી ટ્રેનમાંથી ઉતરી જઇએ. એ જ ઉતાવળમાં અમે પણ સહજ રીતે ટેન્શનમાં આવી ગયા હતા. મારી પાસે બે સૂટકેસ અને એક લેપટોપ બેગ હતી એટલે મેં મારા દીકરાને પર્સ લઇ લેવા કહ્યું. અમે સામાન લઈ ત્રીજા પ્લેટફોર્મથી પહેલા પ્લેટફોર્મ પર આવી બહાર નીકળ્યા. મારી ફ્રેન્ડ ધ્રુતિના હસબન્ડ મયંકભાઈ અમને લેવા આવવાના હતા એટલે અમે તેમની રાહ જોતા હતા ત્યાં જ અચાનક જ મને યાદ આવ્યું: મારો મોબાઇલ ક્યાં?

મારી ફ્રેન્ડ ધ્રુતિનો સ્વભાવ ખૂબ શાંત અને મેચ્યોર્ડ. એટલે તેણે મને ફરી આખું પર્સ શાંતિથી ચેક કરવા કહ્યું. મેં ફરી ચેક કર્યું, મોબાઇલ પર કોલ પણ કરી જોયો, પણ રિંગ સંભળાઈ નહીં. ધ્રુતિએ મને કહ્યું, ‘હું અને તારો દીકરો અહીં મયંકની રાહ જોઈએ છીએ, તું દોડીને જા, ટ્રેન હજુ પ્લેટફોર્મ પર જ હશે.’

‘હું ઉતાવળે દોડી. પણ હું પહેલા પ્લેટફોર્મ પર પહોંચી ત્યાં જ ટ્રેન જતી રહી હતી. મારું મગજ કામ કરી શકે તેવી સ્થિતિમાં ન હતું. અત્યારના સમયમાં બધા જ કોન્ટેક્ટ્સ મોબાઇલમાં જ હોય છે. હવે શું કરવું એ સૂઝતું ન હતું. મને ત્યારે એહસાસ થયો કે મને ઘરનો, દીકરાનો કે કોઈનો પણ મોબાઇલ નંબર યાદ ન હતો! આજના સમયમાં મોબાઈલ વગર આપણે કેટલા પાંગળા થઈ જઈએ છીએ એ મને બરાબર સમજાઈ રહ્યું હતું...’

વાત થોડી લાંબી છે એટલે કાલે પૂરી કરીએ. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

72em44E
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com