18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખ્વાજા-પેઇને ઑસ્ટ્રેલિયાને પરાજયથી બચાવ્યું: મૅચ ડ્રૉ, પાક વિજયથી વંચિત

દુબઈ: ઓપનર ઉસ્માન ખ્વાજા (૧૪૧ રન, ૫૨૪ મિનિટ, ૩૦૨ બૉલ, અગિયાર ફોર) અને કૅપ્ટન ટિમ પેઇન (૬૧ અણનમ, ૨૧૯ મિનિટ, ૧૯૪ બૉલ, પાંચ ફોર), ટ્રેવિસ હેડ (૭૨ રન, ૧૯૭ મિનિટ, ૧૭૫ બૉલ, પાંચ ફોર) તેમ જ ૧૦મા નંબરના બૅટ્સમૅન નૅથન લાયને (પાંચ અણનમ, ૪૮ મિનિટ, ૩૪ બૉલ) ગઈ કાલે અહીં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના આખરી દિને ઑસ્ટ્રેલિયાને સંભવિત લાગતા પરાજયની નાગચૂડમાંથી ઉગારી લીધું હતું. ઑસ્ટ્રેલિયાને જીતવા ૪૬૨ રનનો તોતિંગ લક્ષ્યાંક અપાયો હતો, પરંતુ ૮૭ રનમાં પહેલી ત્રણેય વિકેટ પડ્યા બાદ ખ્વાજા-હેડ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૩૨ રનની ઉપયોગી ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ બીજી પાર્ટનરશિપ્સ થયા બાદ કૅપ્ટન પેઇન રમતના અંત સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતો. મૅચ ડ્રૉ જાહેર કરાઈ ત્યારે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૮ વિકેટે ૩૬૨ રન હતો. ખ્વાજા (૮૫ રન અને ૧૪૧ રન)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. પાક વતી યાસિર શાહે ચાર અને મોહંમદ અબ્બાસે ત્રણ વિકેટ લીધી હતી.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

L26omqb
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com