19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આજથી છેલ્લી ટેસ્ટ: ભારતીયોનો જુસ્સો બુલંદ, નબળા કૅરેબિયનોને ઈજાની સમસ્યા સતાવે છે
વિન્ડીઝે પૃથ્વી શૉ માટે ખાસ યોજના બનાવી રાખી છે: વિરાટે કહ્યું, ‘પૃથ્વીની કરિયરને એની રીતે વિકસવા દો’

હૈદરાબાદ: અહીં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અગાઉની ચારમાંથી એકેય ટેસ્ટમાં હાર્યું તો નથી જ, ચારમાંથી ત્રણ મૅચમાં ભારતનો વિજય થયો છે અને એક મૅચ ડ્રૉમાં ગઈ છે એવા સુંદર રેકૉર્ડ સાથે આજે ભારતીય ટીમનો વેસ્ટ ઇન્ડિઝની નબળી ટીમ સાથે બીજી અને આખરી ટેસ્ટ (સવારે ૯.૩૦થી લાઇવ)માં મુકાબલો થશે.

રાજકોટની પ્રથમ ટેસ્ટ એક દાવ અને ૨૭૨ રનથી જીતવાની સાથે વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો જુસ્સો બુલંદ છે, પરંતુ કૅરેબિયન ટીમ એક તો સાવ નબળી છે અને બીજું, એના કેટલાક પ્લેયરોને ઈજા સતાવે છે. કૅપ્ટન જેસન હોલ્ડર પગની ઈજાને લીધે પહેલી ટેસ્ટમાં નહોતો રમ્યો અને હજી પણ ૧૦૦ ટકા ફિટ નથી. મુખ્ય ફાસ્ટ બોલર શેનૉન ગૅબ્રિયલ પણ ઈજાને કારણે આજે રમશે કે કેમ એમાં શંકા છે. કીમાર રૉચ નાનીમાના અવસાનને પગલે પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો, પણ હવે પાછો આવી ગયો છે.

રાજકોટની ટેસ્ટ પૃથ્વી શૉ માટે કરિયરની પહેલી ઇન્ટરનેશનલ મૅચ હતી જેના પહેલા જ દાવમાં તેણે સૌથી યુવાન વયે (૧૮ વર્ષ) સદી ફટકારવાનો વિશ્ર્વવિક્રમ નોંધાવ્યો હતો. તેની કારકિર્દી હજી તો માંડ શરૂ થઈ છે ત્યાં તેને કાબૂમાં રાખવાની હરીફો દ્વારા યોજના ઘડાવા લાગી છે. વેસ્ટ ઇન્ડિઝના ઑલરાઉન્ડર રૉસ્ટન ચેઝે ગઈ કાલે હૈદરાબાદમાં પત્રકારોને ક્હ્યું હતું કે ‘રાજકોટમાં પૃથ્વીની પ્રારંભિક ફટકાબાજીવાળી સદીને લીધે ભારત જીતનો પાયો નાખી શક્યું હતું. જોકે, આ વખતે અમે પૃથ્વીને અંકુશમાં રાખવા યોજના ઘડી રાખી છે. મને ખાતરી છે કે મારા સાથીઓ અગાઉની ભૂલો પરથી શીખ્યા જ હશે.’

ઊગતા સિતારા પૃથ્વીની સરખામણી સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાગ સાથે થઈ રહી છે. જોકે, વિરાટ કોહલીએ પત્રકારો સાથેની વાતચીતમાં પૃથ્વી વિશે પૂછાતાં કહ્યું હતું કે ‘પૃથ્વીને તેની કાબેલિયત પ્રમાણે કરિયર વિકસાવવાનો મોકો આપવો જોઈએ. તેના પર કોઈ માનસિક દબાણ ન લાવવું જોઈએ. તે હજી ઘણો નાનો છે. તેનામાં ગજબની ટૅલન્ટ છે અને ઘણું નવું શીખવાની ઉત્સુકતા પણ તેનામાં જોવા મળી છે. તેને કોઈની પણ સાથે ન સરખાવવો જોઇએ.’ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

N8Ja478
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com