19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રિષભ પંત પહેલી વાર વન-ડે ટીમમાં
વિન્ડીઝ સામેની પહેલી બે મૅચ માટે સિલેક્ટ: ધોનીના ભાવિ વિકલ્પની તૈયારી શરૂ

હૈદરાબાદ: આક્રમક અને ટૅલન્ટેડ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને સિલેક્ટરોએ વેસ્ટ ઇન્ડિઝ સામે આગામી ૨૧મી ઑકટોબરે શરૂ થનારી પાંચ મૅચની વન-ડે સિરીઝની પહેલી બે મૅચ માટે ગઈ કાલે પસંદ કરેલી ૧૪ ખેલાડીઓની ભારતીય ટીમમાં સમાવેશ કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની પણ આ ટીમમાં છે, પરંતુ જો ધોની કોઈ મૅચમાં નહીં રમી શકે તો તેના સ્થાને પંત વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. પસંદગીકારોએ તાજેતરના એશિયા કપની ટીમમાં સામેલ દિનેશ કાર્તિકને પડતો મૂકીને પંત પર કળશ ઢોળ્યો છે. પંતે છેલ્લી બે ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૧૪ રન અને ૯૨ રન બનાવ્યા હતા. એશિયા કપમાંથી આરામ કરનાર વિરાટ કોહલીનું વન-ડે ટીમમાં કૅપ્ટન તરીકે પુનરાગમન થયું છે, જ્યારે મોહંમદ શમી એક વર્ષે પાછો વન-ડે રમતો જોવા મળશે. ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહનું કદાચ ત્રીજી વન-ડેથી ટીમમાં કમબૅક જોવા મળશે. કેદાર જાધવ અને હાર્દિક પંડ્યા હજી પૂરા ફિટ નથી.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કૅપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયુડુ, મનીષ પાન્ડે, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહંમદ શમી, ખલીલ એહમદ અને શાર્દુલ. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

s0E2k84j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com