12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ગામ તખતગઢ (ઠાણે) સ્વ. તારાચંદજી કપૂરચંદજીના પુત્ર સ્વ. પુખરાજજી, સ્વ. કુંદનમલજી, પારસમલજી, ઘેવરચંદજી, ફુટરમલજી, તોલીબેન, ભીકીબેન, સ્વ. ફેંસીબેનના ભાઈ. સ્વ. પુષ્પાવતીના પતિ. સુમિત્રા સંગીતા, વિજય, જીતેન્દ્ર, રાકેશના પિતાશ્રી. રુચિ, રિધિ, શિખર, વરચ્યુ, એશી, દર્શ, વિધિના દાદાજી. મયુરી, ચિરાગ, વ્રતિક, યાક્ષિના નાનાજી શા. મોહનલાલજી તારાચંદજી ચૌહાણ (ઉં. વ. ૭૬)નું અવસાન ૯-૧૦-૧૮ થાણે મુકામે થયેલું છે.

દિગંબર દશા હુમડ જૈન

ભાવનગર હાલ બોરીવલી સ્વ. ભરતકુમાર માણેકચંદ શાહના ધર્મપત્ની અનસુયાબેન (ઉં. વ. ૮૩) બુધવાર, ૧૦-૧૦-૧૮ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માણેકચંદ ફુલચંદ શાહના પુત્રવધૂ. શૈલાબેન શૈલેષકુમાર મોદી, બેલાબેન શૈલેન્દ્ર ઝવેરી મનોજભાઈના માતુશ્રી. સ્વ. ધનસુખભાઈ, સ્વ. નટુભાઈ ધામીના બેન. નતાશાના સાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૨-૧૦-૧૮ના બપોરના ૩ થી ૫. સ્થળ: "પાવનધામ મહાવીરનગર, કાંદિવલી (વે.).

કચ્છી લોહાણા જૈન

ગં. સ્વ. ઉષાબેન કાંતિલાલ કકડ કચ્છ ગામ ભાદરાવાળાની પુત્રી (ઉં.વ. ૫૪) (શોભના) શોભા અશોક શહાની પત્ની. હસમુખરાય ત્રિભોવનદાસની પુત્રવધૂ. નિહારકાની મમી. સોનુ, સ્વ. નિવેશ મહેશ કાંતિલાલ કકડની બહેન. પ્રિતીની નણંદ તા. ૯-૧૦-૧૮ના રામશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

ક. દ. ઓ. જૈન

ગામ દલતુંગીના ગં. સ્વ. રંજનબેન જેઠાલાલ લધ્ધાભાઈ શિયાલના પુત્ર કિશોર (ઉં.વ. ૮૪) તા. ૨-૧૦-૧૮ના દલતુંગી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હિરબાઈ લધાભાઈ મુલજી શિયાલના પૌત્ર. માલશી ખેતશી ખોના ગામ મોટી ખાવડીના દોહીત્ર. રેખાના પતિ. સૌ. ડિમ્પલ લહેરચંદ ધરમશી, સૌ. સુમિતા હિતેન સુમરિયા, સૌ. ભાવના પ્રશાંત સુમરિયા, કુ. હેતલ, નિખિલના પિતા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

મોટા આસંબીયાના નેમચંદ આણંદજી છેડા (ઉં.વ. ૬૨) અવસાન પામ્યા છે. તે પુરબાઈ આણંદજીના સુપુત્ર. નમ્રતાબેનના પતિ. હેમલ, સ્વ. દર્શન, વિધિ, પૂજાના પિતા. સુશીલા, મીના, ચારૂ, રેખા તથા સંદીપના ભાઈ. મોટા લાયજાના ભાનુબેન વેરશી પાસુના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: બી/૬/૫૦૨, યુનિક કેસલ, શાંતિ પાર્ક, મીરા રોડ (ઈ.).

પ્રાગપુરના શામજી હીરજી છાડવા (ઉં.વ. ૬૬) તા. ૯-૧૦-૧૮ના અવસાન પામ્યા છે. માતુશ્રી જ્વેરબેન હીરજી કોરશીના સુપુત્ર. જેન્તીલાલ, કુંવરજી, સાકરબેન, શાંતાબેન, ચંચળબેન, વસુમતિબેન, પ્રભાબેનના ભાઈ. વડાલાના વેલબાઈ ગાંગજી દનાના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૪થી ૫.૩૦.

ખારૂઆના વીરજી ભાણજી કારાણી (ઉં.વ. ૭૯) અવસાન પામ્યા છે. કુંવરબાઈ ભાણજી દેવશીના પુત્ર. લીલબાઈના પતિ. લક્ષ્મીચંદ, કિશોર, વસંત, તરૂલતા, સ્વ. મિનાક્ષીના પિતા. સુંદરજી, પ્રેમજી, નાનજી, રાયધણજર ધનબાઈ દામજી, કોટડા કલાવંતી વિશનજી, દેવપુર પુષ્પાબેન મેઘજીના ભાઈ. કોટડા હીરબાઈ વેલજી કેશવજીના જમાઈ. પ્રા. માટુંગા ક.મૂ.શ્ર્વે. સંઘ નારાણજી શામજી વાડી. ટા. ૨થી ૩.૩૦.

ભોજાયના ગોવિંદજી જેઠાભાઈ મેઘજી ગડા (ઉં.વ. ૭૮) અવસાન પામેલ છે. માતુશ્રી ધનબાઈના પુત્ર. નવલબેનના પતિ. જયેશ, તુષાર, દિપકના પિતા. હંસરાજ, મણીલાલ, પ્રેમચંદ, નવિન, વીઢના જયા મોહનલાલ, ડુમરાના કનક જવેરચંદના ભાઈ. વીઢના કેસરબેન શામજી દેરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. ઠે. દિપક ગડા, ૩૯, રિદ્ધી સિદ્ધી, મુલુંડ (પૂર્વ).

ગુંદાલાના પોપટલાલ ઉર્ફે રતીલાલ રાંભીયા (ઉં.વ. ૭૩) તા. ૮-૧૦-૧૮ના કચ્છમાં અવસાન પામેલ છે. કાંતાબેનના પતિ. માતુશ્રી મણીબેન શીવજી દેવજી રાંભીયાના સુપુત્ર. રાહુલ તથા વૈશાલીના પિતા. જેઠાલાલ, દેશલપુરના ઝવેરબેન ગુલાબચંદ, નવિન, મોખાના રેખા જયંતીલાલ, પુનડીના હંસા અજયના ભાઈ. રામાણીયાના લાડબાઈ ઉર્ફે લક્ષ્મીબેન હીરજી તેજશી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાહુલ રતીલાલ, બી-૧૦૭, સમરસેટ, શાસ્ત્રીનગર, વર્તક કૉલેજની સામે, વસઈ (વે.).

કોટડા (રોહા)ના અ.સૌ. ભાવના મુલચંદ વિકમાણી (ઉં.વ.૫૩) અવસાન પામેલ છે. તે મુલચંદના ધર્મપત્ની. દેવાંબાઈ જેઠા કોરશીના પુત્રવધૂ. કિર્તનના માતુશ્રી. બિદડાના પુષ્પાબેન કેશવજી (છગન) પાસુ વોરાના સુપુત્રી. અનિલ, મોખાના વર્ષા મહેન્દ્રના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ વિકમાણી, કાલુરામ દુબે ચાલ, શ્યામનગર, જોગેશ્ર્વરી (ઈ.).

કચ્છી ગુર્જર જૈન

કચ્છ માંડવી, હાલે દાદર સ્વ. કુસુમબેન કાંતિલાલ શાહના સુપુત્ર મનહરલાલ (ઉં. વ. ૭૪), તે ઉર્મિલાબેનના પતિ. પૂજ્ય મુનિરાજ જીનસેન વિ. મ. સાહેબ તથા ફાલ્ગુનીના પિતા. મહેન્દ્ર, કૌશિક, અરવિંદ, સુશીલા ધીરજલાલ, વીણા ચંદ્રકાંત, કામિની કૌશિક, કીર્તિદા મુકેશના ભાઈ. પ્રેમચંદ નાનચંદ ફોફલિયા-ભુજપુરના જમાઈ તા. ૧૦-૧૦-૧૮ના અરિહંતશરણ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૨-૧૦-૧૮, ૧૨ થી ૧.૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, દાદર (વે.) સંચાલિત શ્રી કરસન લધુભાઈ નિસર હોલમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

મારવાડના વિશા પોરવાલ જૈન

ગામ સાંડેરાવ વાલા શા. ભવરલાલજી સ્વ. બાબુલાલજી, મંશીબેન, જેઠીબેન, વિમલાબેનના ભાભીજી. મનિષ, અંકુશ, પિંકીના માતાજી. સનીજી, પાયલ, વિનીતાના સાસુજી. શા અશોકકુમાર ગુલાબચંદજી પરમારની ધર્મપત્ની શા. સવિતાબેન અશોકકુમાર (ઉં. વ. ૫૯)નું અવસાન બુધવાર, તા. ૧૦-૧૦-૧૮ના દિવસે ગામ મુંબઈમાં થયું છે. તેમનું ઉઠમણું શુક્રવાર તા. ૧૨-૧૦-૧૮ના દિવસે સવારે ૧૧ થી ૧ સુધી નીચેના સરનામે રાખેલ છે. ઠેકાણું શા. ક્ષેત્રપાલ અતિથિ ભવન, ચીરાબજાર, મુંબઈ. પિયરપક્ષ શા. રાકેશકુમાર સરદારમલજી ચુનીલાલજી સાકરીયા સાંડેરાવ નિવાસી.

મારવાડના વિશા પોરવાલ જૈન

ગામ લુનાવા વાલા શા. જુહારમલજી ચુનીલાલજી ચૌહાનના ધર્મપત્ની. રમેશ, પ્રવિણ, ચંદ્રાબેન પ્રકાશજી, સ્વ. લલીતાબેન મનસુખજીના માતુશ્રી. ઈન્દ્રાબેન અને જયશ્રીબેનના સાસુમા. નિહાલચંદજી, સાકલચંદજી, મોહનલાલજી, કાંતિલાલજી, જયંતીલાલજી, ધાકીબેન, મોહિનીબેન, સુખીબેનના ભાભી શા. ટીપુબેન જુહારમલજી ચૌહાન (ઉં. વ. ૯૦)નું અવસાન ગુરુવાર, તા. ૧૧-૧૦-૧૮ના દિવસે ગામ લુનાવામાં થયું છે. તેમનું ઉઠમણું ભાવયાત્રા શુક્રવાર, તા. ૧૨-૧૦-૧૮, દિવસે સવારે ૧૧ થી ૧. ઠેકાણું શા. માહિમ જૈન ધર્મશાલા, કેડલ રોડ, જૈન મંદિરની પાસે, માહિમ (વે.), મુંબઈ-૧૬. પિયરપક્ષ સ્વ. શા. ખીમરાજજી પ્રેમચંદજી ગુર્જર (લુનાવા).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

607i72
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com