24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

મણીબેન મોહનલાલ દેસાઈ ગામ મોરાઈ હાલ પારડીનું બેસણું ૧૪-૧૦-૧૮ના ૩ થી ૫. સ્થળ: ધીરૂભાઈ સતસંગ હોલ પારડી જેઓ મોહનલાલ ભુલાભાઈના પત્ની. જીતુભાઈ, દિપકભાઈ, નયનભાઈ, કૈલાશબેનના માતાજી.

લુહાર સુથાર

ગામ ચલાળા હાલ બોરીવલી સ્વ. નંદલાલ નાનજીભાઈ પરમાર તથા સ્વ. શારદાબેન નંદલાલ પરમારના પુત્ર સ્વ. પરેશ (ઉં. વ. ૪૩) સોમવાર, ૮-૧૦-૧૮ના રામચરણ પામેલ છે. તે નમ્રતાના પતિ. અંકિતા, ધ્રુવના પિતા. રોશનીબેન પ્રફુલભાઈ પરમાર, નયનાબેન મણીલાલ સિદ્ધપુરા, તરલાબેન કાંતિલાલ ડોડીયાના ભત્રીજા. ધારા જતીન પરમાર, વિજય, ભાવિન, અંકિતાના મોટાભાઈ. સાદડી શુક્રવાર, ૧૨-૧૦-૧૮ના ૫ થી ૭ સ્થળ: લુહાર સુથાર વેલફેર સેન્ટર, અંબાજી મંદિરની પાસે, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (ઈ.).

નથુતુલસી ઔદિચ્ય બ્રાહ્મણ

રાજકોટવાળા હાલ મુંબઈ મીરારોડ સ્વ. નર્મદાબેન જટાશંકર જોશીના પુત્ર સ્વ. હર્ષદરાય (ઉં. વ. ૬૦) વર્ષાબેનના પતિ. જ્યોતિના પિતા. મિહીર શાહના સસરા. સ્વ. રમેશચંદ્ર, જયશ્રીબેન ભટ્ટ, બળવંતરાયના નાનાભાઈ. સ્વ. ત્રિભોવનદાસ વાઘજી મહેતાના જમાઈ ૯-૧૦-૧૮ મંગળવારના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા ૧૨-૧૦-૧૮ શુક્રવારના સમય ૫ થી ૭. સ્થળ: સ્વામિનારાયણ મંદિર, પહેલે માળે, સેક્ટર ૧૦, મીરારોડ (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠિયા પ્રજાપતિ કુંભાર

મલાડ નિવાસી હાલ કોન કલ્યાણ સ્વર્ગવાસી ઉષાબેન વાલજીભાઈ ચાવડા (ઉં. વ. ૪૭) ૯-૧૦-૧૮ મંગળવારના રામશરણ પામ્યા છે. કસુંબો ૧૨-૧૦-૧૮ શુક્રવાર બપોરે ૩ થી ૫. સ્થળ: સમ્રાટ અશોક હોલ, પૂજા નર્સિંગ હોમના સામે, અજિત પેટ્રોલ પંપની બાજુમાં, કોન ગામમાં રાખેલ છે. તે ગં. સ્વ. ગોમતીબેન વાલજીભાઈ ચાવડાના પુત્રી. મનોજભાઈ, ચંદાબેન જગદીશભાઈ ટાંક, ધર્મેદ્રભાઈ, યોગેશભાઈના બેન. વર્ષાબેન, દીપાબેનના નણંદ. શશાંક, મયંક, દિશાંક, પૂર્વીના ફઈબા.

કચ્છી મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ

ગામ છસરા હાલ મલાડ સ્વ. લીલાધર વીરજી ચૌહાણ (ઉં.વ. ૮૮) તા. ૧૦-૧૦-૧૮ના રામશરણ પામેલ છે. તે સ્વ. સરસ્વતિબેનના પતિ. સ્વ. નિરંજનભાઈ, ભૂપેન્દ્ર, રેખા, ઈલાના પિતાશ્રી. સ્વ. પારૂલબેન, દીપાબેન, સ્વ. લહેરચંદ કાનજી ગોહિલ (ડોમ્બીવલી), બકુલ રતિલાલ સોલંકી અંજારના સસરા. સ્વ. વેલજી વીરજી ચૌહાણ (છસરા)ના ભાઈ. સ્વ. દામજી ગેલા સોલંકી સિનોગ્રાના જમાઈ. પ્રાર્થનાસભા ગામ છસરા (મુન્દ્રા) તાલુકે તા. ૧૨-૧૦-૧૮, શુક્રવારના રાખેલ છે.

કચ્છી લોહાણા

સ્વ. લીલબાઈ મેઘજી કતીરા કચ્છ કોટડી મહાદેવપુરી હાલે મુલુન્ડવાળાના પુત્ર સ્વ. ગોપાલજીભાઈના ધર્મપત્ની ગં. સ્વ. કસ્તુરબેન (ઉં.વ. ૮૪) તે પ્રતી સતીશ પણણ (ઢોડા)ના માતુશ્રી. સ્વ. પઠાઈભાઈ, સ્વ. રામજીભાઈ, દરિયાલાલ, સ્વ. બાયાંબાઈ, સ્વ. બચુબેનના ભાભી. સ્વ. વિશનજી રામજી ઠક્કર (મોટનપુત્રા) કચ્છ કોઠારાવાળાના પુત્રી તા. ૯-૧૦-૧૮ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૧૮, શુક્રવારના ૫.૩૦ થી ૭. સ્થળ: બ્રહ્માંડેશ્ર્વર ભક્ત મંડળ હોલ, જવાહર નહેરુ રોડ, આર્ય સમાજની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટિયા

ગં. સ્વ. લક્ષ્મીબાઈ (બબીબેન) (ઉં.વ. ૯૧) ભગવાનદાસ કરસનદાસ રંગવાલાના ધર્મપત્ની. રણછોડદાસ ઈબજી બારાવાલાના પુત્રી. ગં. સ્વ. ઈલાબેન ધરમકુમાર રામૈયા, અનિલ, જોગેનના માતુશ્રી. અ. સૌ. સરિતા, નીલમના સાસુ. વૈભવ, નિયતીના દાદી. ખીલેન, હર્ષના નાની તા. ૧૦-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૧૮ના ૫ થી ૬ બાલકનજી બારી, રાજાવાડી, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

લુહાર સુતાર

ગામ બાવાના જાંબુડા (હાલ કાંદિવલી) બાબુભાઈ પરસોત્તમભાઈ ડોડિયા (ઉં. વ. ૮૬) મંગળવાર તા. ૯-૧૦-૧૮ના શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. સવિતાબેનના પતિ. સ્વ. રામજીભાઈ, સ્વ. ભગવાનભાઈ, સ્વ. જીવરાજભાઈના ભાઈ. સ્વ. પ્રકાશભાઈ, નીતિનભાઈ, હંસાબેન જગદીશભાઈ સિદ્ધપુરા, ગીતાબેન જીતેન્દ્રભાઈ પરમારના પિતાશ્રી. મીનાબેન તથા સેજલબેનના સસરા. કુણાલ, યશ, હિત તથા શ્રેયાંસના દાદા. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૨-૧૦-૧૮ના સાંજે ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વેલફેર સેંટર, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈ).

ખંભાતી લેવા પટેલ

ખંભાત (હાલ દહીંસર) સ્વ. ચંદનબેન જમનાદાસ પટેલ (પ્રભૂ ભીખાવાળા)ના પુત્ર ભૂપેન્દ્રભાઈના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૭) તા. ૧૦-૧૦-૧૮ને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે અલકા, નિલેષ, સંદીપના માતુશ્રી. મીરા, વંદના તથા સ્વ. મુકુંદકુમારના સાસુ. નમન - ક્રિષ્મા, દેવાંશી, રીયાના દાદી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પુષ્કર્ણા બ્રાહ્મણ

બોરીવલી નિવાસી રામચંદ્ર (ઉં. વ. ૮૧) તે નારાયણદાસ માપારાના પુત્ર, તે સ્વ. મધુબેન રામચંદ્ર માપારાના પતિ. તે વર્ષા (મીરા પુરોહિત), મંજુલા, ચંદ્રકાંત અને ગીરીશના પિતા. તે જ્યોત્સના વાલાણીના કાકા. તે લલીતભાઈ પુરોહિત અને લેખરાજ વાલાણીના સસરા તા. ૧૦-૧૦-૧૮ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

માધવપુર ગિરીનારા બ્રાહ્મણ

ગં.સ્વ. પ્રતિમા (ઉં. વ. ૭૫) તે સ્વ. જીતેન્દ્ર અમૃતલાલ ભટ્ટના પત્ની. સ્વ. ચંદ્રકાન્ત લક્ષ્મીશંકર પુરોહિતના પુત્રી. પ્રણવ, કેયૂરના માતુશ્રી. હેમા તથા રૂપાના સાસુ. શૌનક - જાન્વીના દાદી તા. ૧૦-૧૦-૧૮ બુધવારના જામનગર નિવાસે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

નવગામ વિશા દિશાવાળ - વણિક

માણસા (હાલ કાંદિવલી) પરીખ બચુભાઈ ગોરધનદાસ (ઉં.વ. ૮૫) બુધવાર તા. ૧૦-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તે મહાલક્ષ્મીબેનના પતિ. ડિમ્પલભાઈ, ચેતનાબેન, વર્ષાબેનના પિતાશ્રી. અ.સૌ. શિલ્પાબેન, અનીલકુમાર, ભાવેશકુમારના સસરા. ધ્વનિ, જેવીન, વિનિત, ધ્રુવ યશના દાદા. ગાંધી કચરાલાલ મગનલાલ (માણસા)ના જમાઈ. બેસણું રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઘરનું ઠે.: એ/૨૦૧, કલાદર્શન, એમ. જી. ક્રોસ રોડ નં. ૩, મ્યુનિસિપાલિટીની ઓફિસની ગલીમાં, બાથ પાસે, કાંદિવલી વેસ્ટ.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

વિકટર (હાલ રાજુલા) પ્રાણશંકર ત્રિભોવનદાસ વોરાના પત્ની અ.સૌ. પ્રાણકુંવરબેન (ઉં. વ. ૮૨) બુધવાર તા. ૧૦-૧૦-૧૮ના કૈલાસવાસી થયેલ છે. તે વિનોદભાઈ, અશોક, રમેશ, યોગેશ, અ.સૌ. રક્ષાબેન મહેશકુમાર રાજ્યગોરના માતુશ્રી. પિયર પક્ષે મોઠા નિવાસી નાથીબેન જીવરાજભાઈ પાઠકના દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૨-૧૦-૧૮ના સાંજના ૪ થી ૬. સ્થળ: બી-૩૦૨, ડાયમોડા હોલ, સ્વામીનારાયણ મંદિર, એસ. વી. રોડ, પેટ્રોલપંપની બાજુમાં, દહિંસર (ઈસ્ટ). ઉત્તરક્રિયા (સરવણી) રાજુલા મુકામે તા. ૨૧-૧૦-૧૮ના રાખેલ છે.

શ્રીમાળી બ્રાહ્મણ

મીનાક્ષીબેન ઓઝા (ઉ.વ. ૮૧), તે સ્વ. જે. બી. ઓઝાના પત્ની તથા પ્રદીપ ઓઝા, મયંક, અંજના ભુતા તથા તૃપ્તિ જોષીના માતુશ્રી તા. ૧૦-૧૦-૧૮ના તેમના નિવાસસ્થાને અંધેરી (પૂર્વ) ખાતે અવસાન પામેલ છે. પ્રાર્થના સભા રાખી નથી.

ગુર્જર ક્ષત્રિય કડીયા

વર્ષાબેન (વનિતાબેન) (ઉં. વ. ૪૬) મૂળ ગામ ધુળકોટ હાલ કાંદિવલી તે દિલીપભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી (માકડીયા)ના ધર્મપત્ની. આકાશ, કિંજલના માતુશ્રી. નિખીલ શાહના સાસુમાનું ૬-૧૦-૧૮ના નિધન થયેલ છે. સાદડી ૧૨-૧૦-૧૮ શુક્રવારના સાંજના ૪ થી ૬. ઠે.: વિશ્ર્વકર્મા હોલ, ૪૨/એ, ચારકોપ ગાંવ, ગણેશ હોટલની સામે, કાંદિવલી (વે.).

કચ્છી લોહાણા

સ્વ. માનબાઈ લાલજી રામજી ઠક્કર (વાઘાણી) કચ્છ દુધઈ હાલ મુલુંડવાળાના પુત્ર ગોરધનદાસ (ઉં. વ. ૭૬) તે ગીતાબેનના પતિ. અમીત, લીનાબેન, સૌ. માલાબેન રાજુ ઠક્કર, સૌ. કવિતાબેન વિજય જોબનપુત્રા, સૌ. રૂપલબેન હરેશ ઠક્કરના પિતાશ્રી. સૌ. ભારતી અમીતના સસરાજી. નીતી, નીશીના દાદાશ્રી બુધવાર, ૧૦-૧૦-૧૮ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૨-૧૦-૧૮ના ૫ થી ૭ કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વે). બહેનોએ તે જ દિવસે આવી જવું. લૌકિક વહેવાર બંધ છે.

ઘોઘારી મોઢ વણિક

સિહોર (હાલ સિંગાપોર) મુકામે શ્રી વિનોદરાય (ઉં. વ. ૭૩) તા. ૬-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. મંગળાબેન તથા સ્વ. માણેકલાલ વનરાવનદાસ મહેતાના પુત્ર. મૃદુલાબેનના પતિ. હેમલ-ફોરમ તથા અલ્પિત, નિકીતાના પિતાશ્રી. સુરેશભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, હસુમતીબેન, કુમુદબેન, ભાવનાબેનના મોટા ભાઈ. અમદાવાદ નિવાસી શ્રી ચંદ્રકાંતભાઈ વૃજલાલ દોશી અને બકુલાબેનના જમાઈ. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નાઘેર દશા મોઢ માંડલિયા વણિક

ઊના લલિતચંદ્ર ધારસીભાઈ ગાંધી, હાલ મલાડ (ઉં. વ. ૭૫) તે કુંદનબેનના પતિ. સ્વ. રસિકભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈના ભાઈ. સ્વ. કરસનવીરા મકવાણાના જમાઈ. ઉપેન્દ્ર, કલ્પેશ, આશિષ, જાગૃતિના પિતાશ્રી તથા રાજુભાઈ શાહના સસરા. તે ૧૦-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b5RX57
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com