21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાવનગરમાં શિપિંગ વ્યવસાયીઓ પર સ્ટેટ જીએસટીના દરોડા: વેપારીઓમાં ફફડાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગર: રાજ્યભરમાં સ્ટેટ જીએસટી દ્વારા વેપારીઓ ઉદ્યોગકારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટ, ગોંડલ બાદ ગુરૂવારે ભાવનગરમાં પણ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટી વિભાગે ભાવનગરમાં શિપિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં અલંગના શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના નિવાસસ્થાને અને ઑફિસોમાં જીએસટીના અધિકારીઓની રેડ પાડતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્ટેટ જીએસટીની ટીમે ૧૦થી વધુ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં સ્થાનિક જીએસટી અધિકારીઓ પણ જોડાયા હતા. જેમાં શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ચાર શિપબ્રેકર્સને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

H51g20O2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com