19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતમાં ર૦ર૧ સુધીમાં બે હજાર નવા સાહસ પ્રમોટ લાવવાની નેમ છે: રૂપાણી

અમદાવાદ: ર૦ર૧ સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે, એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સમગ્ર વિશ્ર્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્ર્વગુરુ બનાવશે. ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર૦૧૮નો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણી પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીના ઉપયોગથી પરિવર્તન અને બદલાવ લાવવામાં સ્ટાર્ટઅપ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ સમીટમાં ખાસ ઉપસ્થિત રહેલાં મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ કેનેડાના કોન્સ્યુલ અને ટ્રેડ કમિશનર કેડ હેન્સલરે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ માટે આ સમિટ શ્રેષ્ઠ તકો પૂરી પાડશે. નાસ્કોમના પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે જણાવ્યું હતું કે, ગુજરાતીઓમાં વેપાર સુઝ જન્મજાત હોય છે, વેપાર-ધંધા ગુજરાતીઓના ડીએનએમાં વણાયેલાં છે ત્યારે સ્ટાર્ટઅપ સાથેના ઇનોવેશન અને નવા આઇડિયા સાથેની ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહેશે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સાથેની ઇકો સિસ્ટમ માટે આ સમિટ અતિ મહત્ત્વની બની રહેશે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

24Yk2V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com