25-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભુજના જદુરા ગામે રહેણાંક વિસ્તારમાં દેશી-કટ્ટા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજ નજીક આવેલા જદુરા ગામે એક રહેણાંક મકાનમાં દરોડા પાડી દેશી બંદુક-કટ્ટા બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી હતી. બાતમીના આધારે એલસીબીએ રાત્રે જદુરા ગામના નવાવાસની ત્રીજી શેરીમાં રહેતાં રહેમતુલ્લા ઓસમાણ થેબાના મકાનમાં દરોડો પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ર્વિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભૂજ નજીક આવેલા જદુરા ગામે પાડેલા દરોડા દરમિયાન ઘરમાંથી હાથ બનાવટની એક સિંગલ બેરલ મજલ લોડ બંદૂક અને બાર બોરલની સિંગલ બંદૂક મળી બે દેશી બંદૂક, એક લોખંડની બેરલવાળો બંધ હાલતનો કટ્ટો (તમંચો) અને બાર બોરના દેશી બંદૂકના ખાલી વપરાયેલા ૧૦૧ નંગ કાર્ટિસ મળી આવ્યાં હતા. ઘરમાંથી પોલીસને બાર બોરના રિફિલિંગ કરાયેલાં ૮ નંગ કાર્ટિસ, પાના, નટબોલ્ટ, હથોડી, ફરશી વગેરે સાધનોનું ટૂલ બોક્સ મળી આવ્યું હતું, સાથે જ ઘરમાં તપાસ કરતા છરા અને ગોળીઓ બનાવવા માટેનું સીસું અને ઝીણાં છરા, ટોટીઓ, લાકડાંનું ખાલી બટ, બે નંગ મોટી અને ૩ નંગ નાની સ્પ્રીંગ, કાર્ટિસ રાખવાનો પટ્ટો, લોખંડના બે ગજ, પાંચ નંગ ટ્રીગર નંગ અને એક ઘોડો (હેમર) તથા નિશાન તાકવા માટેનું લોખંડનું સાધન વગેરે મળી કુલ ૩૮ હજાર ૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપી રહેમતુલ્લા ઓસમાણ થેબા ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપી કેટલાક સમયથી હથિયાર બનાવતો હતો? દેશી બંદૂક બનાવી કોને વેચાતો હતો. આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં? બનાવટી હથિયારનો શું ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ પોલીસ તમામ સવાલોના જવાબ શોધી રહી છે. આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં અગાઉ અનેકવાર હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ ચૂકી હતી. ફરીવાર ભુજ તાલુકાના જદુરા ગામે હથિયાર બનવવાની મીની ફેક્ટરી પર્દાફાશ થયો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

vd4Kek
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com