21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરપ્રાંતીયોના મુદ્દે ભરાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કર્યાં હવે સદ્ભાવના ઉપવાસ

અમદાવાદ: ગુજરાતમાં પરપ્રાંતીયો પરના હુમલા માટે જેમની સામે ગંભીર આક્ષેપ થયા છે તેવા ઠાકોર સેનાના અગ્રણી અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુરૂવારે સાબરમતી આશ્રમમાં ગાંધીજીબાપુના દર્શન કરીને તેમના અમદાવાદ ખાતે નિવાસ્થાને સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતા. આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સાંજે બિનગુજરાતી બાળાને હાથે અલ્પેશ ઠાકોરે પારણા પણ કર્યા હતા. ઠાકોર સેનાના સુપ્રીમો અને રાધનપુર વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સદ્ભાવના ઉપવાસ પર ઊતર્યા હતા. સાબરકાંઠામાં ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસ બાદ પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદ્ભાવ વધે તેવા ઉદ્દેશ્યથી અલ્પેશ ઠાકોરે ઉપવાસ કર્યા હતા. પરપ્રાંતીયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાનો પણ અલ્પેશનો પ્રયાસ છે. ગાંધી આશ્રમ ખાતે સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે બાપુની પ્રતિમાને પ્રણામ કરીને એક દિવસીય સદ્ભાવના ઉપવાસ આરંભ્યા હતા. ગાંધી આશ્રમમાં બાપુના દર્શન બાદ અલ્પેશ ઠાકોર રાણીપ સ્થિત સદ્ભાવના ઉપવાસ સ્થળે પહોંચીને એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. સદ્ભાવના ઉપવાસ બાદ દેશના દરેક રાજ્યમાં એક એક દિવસ માટે અલ્પેશ ઠાકોર સદ્ભાવના ઉપવાસ કરશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિતના પરપ્રાંતીયો પલાયન કરીને જતાં રહ્યા છે તેવા રાજ્યોમાં પણ અલ્પેશ ઠાકોર સદ્ભાવના ઉપવાસ કરશે. અમદાવાદના સદભાવના ઉપવાસમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને ઉપસ્થિત રહેવા અલ્પેશે આમંત્રણ પાઠવ્યું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

wq8210s
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com