21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મીડિયા મુગલ રાઘવ બહલના પર દરોડા

નવી દિલ્હી: કરચોરીના કથિત આક્ષેપોના કેસને મામલે આવકવેરા ખાતાએ ગુરુવારે મીડિયા બૅરન રાઘવ બહલના ઘર અને કાર્યાલય પર દરોડા પાડ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આવકવેરા ખાતાની ટુકડીએ ક્વિન્ટ ન્યૂઝ પૉર્ટલ અને નૅટવર્ક એઇટીન ગ્રુપના સ્થાપકના નોએડાસ્થિત કાર્યાલય પર ગુરુવારે સવારે દરોડા પાડ્યા હતા અને જુદા જુદા લાભકર્તાઓએ મેળવેલા બનાવટી લૉન્ગ ટર્મ કૅપિટલ ગૅઇન (એલટીસીજી) સંબંધિત પુરાવાઓ સહિત અન્ય દસ્તાવેજોની શોધ ચલાવી હતી. કાર્યવાહીના ભાગરૂપ બહલ ઉપરાંત જે. લાલવાણી, અનુપ જૈન અને અભિમન્યુ એમ અન્ય ત્રણ લાભાર્થી અને વ્યાવસાયિક વિરુદ્ધ પણ તપાસ આરંભવામાં આવી હતી.

વિદેશી કંપનીઓ સાથેના તેમના વેપારની તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

આવકવેરા ખાતા દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે બહલ મુંબઈમાં હતા.ઍડિટર્સ ગિલ્ડ સમક્ષ ચિંતા વ્યક્ત કરતા બહલે કહ્યું હતું કે આવકવેરા ખાતાના ડઝનબંધ અધિકારીઓનું ધાડું કાર્યવાહી માટે ક્વિન્ટના કાર્યાલય પર ઉતરી આવ્યું હતું. અમારી કંપની પ્રામાણિકતાથી પૂરો કરવેરો ભરે છે અને અમે તેના યોગ્ય દસ્તાવેજો પૂરા પાડીશું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દરોડા પાડવા આવેલા આવકવેરા ખાતાના એક અધિકારી સાથે મેં ફોન પર વાત કરી હતી અને તેમને ઇ-મૅઇલ કે દસ્તાવેજોની ચકાસણી કરવાની એમ કરીને કડક રીતે ના પાડી હતી કે એ ઇ-મૅઇલ કે દસ્તાવેજોમાં પત્રકારત્વને લગતી સંવેદનશીલ બાબતો હોઈ શકે છે. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5875iok
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com