14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાફેલ સોદામાં મોદી ‘ભ્રષ્ટ’, તેમની સામે તપાસ કરો: રાહુલ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટ માણસ છે અને તેમણે ૩૬ રાફેલ યુદ્ધવિમાનની ખરીદીમાં અનિલ અંબાણીને રૂ.૩૦૦૦૦ કરોડ ખિસ્સામાં સેરવી દેવામાં મદદ કરી હોવાનો આક્ષેપ કરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તપાસ યોજવાની માગણી કરી હતી.

રાફેલ વિમાનના ઉત્પાદક દસૉં ઍવિયેશનને સોદો મેળવવા અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાનું જણાવતા દસૉં ઍવિયેશનને ટાંકતા ફ્રાન્સના પ્રસારમાધ્યમમાં પ્રગટ થયેલા અહેવાલના એક દિવસ બાદ રાહુલની આ માગણી આવી પડી હતી.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલા આક્ષેપોને મામલે રાહુલ ગાંધીએ એક પણ પુરાવો રજૂ નહોતો કર્યો. સરકાર ભારપૂર્વક જણાવી રહી છે કે સોદા માટે દસૉં ઍવિયેશને અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સની કરેલી પસંદગીમાં અમારી કોઈ જ ભૂમિકા નથી.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનની ગુરુવારથી શરૂ થયેલી ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાતને પણ રાહુલે રાફેલ સોદા પર ઢાંકપિછોડો કરવાનો હિસ્સો લેખાવી હતી. શા માટે સંરક્ષણ પ્રધાન અચાનક ફ્રાન્સની મુલાકાતે જતા રહ્યા? એવી કઇ તાકીદની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ? એવા પ્રશ્ર્નો રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન કર્યા હતા.

હકીકત તો એ છે કે વડા પ્રધાન ભ્રષ્ટ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટ માણસ છે, એમ તેમણે કહ્યું હતું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત ચલાવવાનું વચન આપીને મોદી સત્તા પર આવ્યા હતા એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે હું દેશની યુવા પેઢીને જણાવવા માગું છું કે દેશના વડા પ્રધાન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. (પીટીઆઇ)ઉ

---

રાહુલ ખોટું બોલે છે, તેઓ વચેટિયાઓના પરિવારના સભ્ય: ભાજપ

નવી દિલ્હી: રાફેલ સોદાને મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટ છે એવા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના ગુરુવારના આક્ષેપોનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ બેશરમીથી ખોટું બોલી રહ્યા છે અને પોતાની રાજકીય કારકિર્દી ઘડવા માટે દુષ્પ્રચારનું રાજકારણ ખેલી રહ્યા છે.

રાહુલને વારંવાર ‘ક્લાઉન પ્રિન્સ’ તરીકે વર્ણવનાર પાત્રાએ કહ્યું હતું કે રાહુલ વચેટિયાઓના પરિવારનું ફરજંદ છે. તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સંરક્ષણ સોદાઓમાં સત્તાવારપણે વચેટિયાની ભૂમિકા ભજવતા હતા.

દરમિયાન જયપુરમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પોતાની ચૂંટણી સભામાં લોકો સામે જૂઠુ બોલે છે, પણ ખોટી વાત જોરથી બોલવાથી ખરી નથી થઇ જતી.

રાહુલે બિકાનેરની જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ સોદા મામલે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ફરીથી જણાવ્યું હતું કે આ સોદાને લીધે અનીલ અંબાણીનાં રિલાયન્સ જૂથને ફાયદો થયો હતો.

રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ત્યાં પ્રચાર સભાઓ સંબોધી રહ્યા છે. જાવડેકરે આ સંદર્ભમાં રાહુલને જુઠ્ઠો ગણાવતા જણાવ્યું હતું કે રાહુલે આવા આક્ષેપ ધોલપુર, ભારતપુર અને દૌસા જિલ્લાની સભાઓમાં પણ કર્યા હતા. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3I4p817
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com