21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘તિતલી’ વાવાઝોડાએ વેર્યો વિનાશ: આંધ્રમાં આઠનાં મોત

વિનાશ જ વિનાશ: ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ગુરુવારે ‘તિતલી’ નામના વાવાઝોડાએ ભયંકર વિનાશ વેર્યો હતો. શ્રી કાકુલમમાં વાવાઝોડાના પવનોને કારણે મોબાઈલ ટાવર તૂટી પડ્યો હતો. (પીટીઆઈ ફોટો)



નવી દિલ્હી: દેશના ઉત્તર કિનારે ગુરુવારે સવારે ત્રાટકેટા તિતલી વાવાઝોડાએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને વિઝિયાનગરમમાં વ્યાપક વિનાશ વેર્યો હતો જેમાં ઓછામાં ઓછી આઠ વ્યક્તિનાં મોત થયાં હતા તો પડોશના ઓડિશા રાજ્યમાં પણ વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું હતું.

જોકે વાવાઝોડાને કારણે ઓડિશામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ હોવાનાં અહેવાલ નથી.

વાવાઝોડાએ ઓડિશાના ગજપતિ, પુરી અને ગંજમ વિસ્તારમાં વ્યાપક વિનાશ વેર્યો હતો અને ઠેરઠેર ઝાડ, વીજળીનાં થાંભલાઓ ઉખડી ગયા હતા અને ઘરોને પણ ભારે નુકસાન થયું હતું.

વાવાઝોડાની વીજપુરવઠા તેમ જ સંદેશવ્યવહાર પર અસર પડી હતી.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર વાવાઝોડું તિતલી ઓડિશાના ગોપાલપુરની વાયવ્યમાં આવેલા શ્રીકાકુલમ જિલ્લાના પાલાસા નજીક ગુરુવારે વહેલી સવારે ૪:૩૦થી ૫:૩૦ દરમિયાન ત્રાટક્યું હતું અને વાવાઝોડાની ગતિ પ્રતિકલાક ૧૪૦થી ૧૫૦ કિ.મી.થી વધીને પ્રતિકલાક ૧૬૫ કિ.મી. જેટલી રહી હતી.

આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (એસડીએમએ)ના જણાવ્યાનુસાર વાવાઝોડાએ શ્રીકાકુલમ અને વિઝિયાનગરમ વિસ્તારમાં વ્યાપક વિનાશ વેર્યો હતો જેને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

ઉત્તર કિનારા વિસ્તારમાં બુધવાર રાતથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.

ઝાડ પડવાને કારણે ૬૨ વર્ષની એક મહિલાનું તો ઘર તૂટી પડવાને કારણે પંચાવન વર્ષના એક પુરુષનું મોત થયું હોવા ઉપરાંત દરિયામાં ગયેલા છ માછીમારનું મૃત્યુ થયું હોવાનું આંધ્ર પ્રદેશ મુખ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું.

વાવાઝોડાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હોવા ઉપરાંત ભારે પવને કારણે વીજળીના ૨૦૦૦ જેટલા થાંભલા ધરાશાયી થયા હતા જેને પગલે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. સલામતીના કારણોસર વીજવિતરણ કંપનીએ વીજપુરવઠો ખંડિત કર્યો હતો.

વાવાઝોડાને કારણે ઓડિશાના બહેરામપુર સહિત જુદી જુદી જય્ગાએ ૧૫ ટ્રાન્સફોર્મર ફાડ્યા હતા.

શ્રીકાકુલમ જિલ્લાના ૪૩૧૯ ગામ અને છ શહેરમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હોવાનું વીજદવિતરણ કંપનીએ જણાવ્યું હતું.

દરમિયાન, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પરિસ્થિતિને વહેલામાં વહેલી તકે પૂર્વવત કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં અગ્નિશમન દળના અધિકારીઓની ટુકડીની સાથેસાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ઓરિસ્સા ડિઝાસ્ટર રૅપિડ ઍક્શન ફોર્સની ટુકડીને પણ કામે લગાડવામાં આવી હતી. કુદરતી આફતમાંથી બચાવી લેવા સરકારે બુધવારે ત્રણ લાખ કરતા પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા અને તેમને ૧૧૧૨ આશ્રયગૃહમાં આશરો આપવામાં આવ્યો હતો જ્યાં તેમને ખાવાની તેમ જ પીવાનાં પાણી સહિતની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

D03f57se
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com