14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાર્તિ ચિદમ્બરમની દેશ-વિદેશની ₹ ૫૪ કરોડની મિલકતો જપ્ત કરાઇ

નવી દિલ્હી: ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને આઇએનએક્સ મીડિયા મની લોંડરિંગના મુખ્ય આરોપી કાર્તિ ચિદમ્બરને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મોટો ઝટકો આપ્યો છે.

ઇડીએ કાર્તિ ચિદમ્બરમની રૂ. ૫૪ કરોડની મિલકત જપ્ત કરી છે. જેમાં કાર્તિ ચિદમ્બરમની ભારત સહિત યુકે અને સ્પેનની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એકટ ૨૦૦૨ હેઠળ કાર્તિ ચિદમ્બરમની કોડાઈ કેનાલ, ઊટી તથા દિલ્હી ખાતેના ફલેટને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત યુકે ખાતે સમરસેટમાં આવેલા કોટેજ તથા સ્પેન બાર્સેલોના ખાતે તેની માલિકીની મિલકતને પણ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત ચેન્નાઇ બૅંક ખાતે એડવાન્ટેજ સ્ટ્રેટેજિક ક્ધસલટિંગ પ્રાઇવેટ લિમિટેડના નામ પરની ૯૦ લાખની ફિક્સ ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

ઇડી દ્વારા મિલકત જપ્ત થયાની કાર્યવાહીનો વિરોધ કરતાં કાર્તિએ ઇડીની કાર્યવાહી કાયદાથી વિરુદ્ધ અને કપોળ કલ્પિત હોવા અંગે ટ્વીટ કર્યું હતું. કાર્તિએ માત્ર સમાચાર માધ્યમોની હેડલાઇન બનવા ઇડીએ મિલકત જપ્તીની કાર્યવાહી કરી હોવાનો આરોપ મૂકયો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ કાર્તિની ધરપકડ અંગે કોર્ટે તેને રાહત આપી પહેલી નવેમ્બર સુધી તેની ધરપકડ સામેનો સ્ટે મંજૂર કર્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

34171E
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com