21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફ્લોરિડામાં માઇકલ વાવાઝોડાથી ભયંકર તારાજી: એક જણનું મોત

વાવાઝોડાનો પીછો કરવાનું પરિણામ અમેરિકન ફલોરિડાને ધમરોળનાર માઇકલ વાવાઝોડાનો પીછો કરનારાઓ પનામા સિટી બીચ વિસ્તારમાં પોતાના ઉપકરણો લેવા ગયો ત્યારે હૉટેલની કેનોપી તેમના વાહન પર તૂટી પડી હતી. (એપી/પીટીઆઇ ફોટો)



નવી દિલ્હી: ફ્લોરિડામાં ‘માઇકલ’ વાવાઝોડાંએ વેરેલા વિનાશ બાદ રસ્તાઓ પર અને ઘરમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા જેમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

વાવાઝોડું પ્રતિકલાક ૧૫૫ માઇલની ઝડપે ફૂંકાયું હતું જે ઉત્તર ફિલાડૅલ્ફિયા રાજ્યના વિસ્તારમાં છેલ્લી એક સદી દરમિયાન ફુંકાયેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું હતું, એમ અધિકારીઓએ કહ્યું હતું.

જોકે બાદમાં વાવાઝોડું નબળું પડી ગયું હતું અને તેની ઝડપ ઘટીને પ્રતિકલાક ૯૦ માઇલની થઇ ગઇ હતી.

મૅક્સિકો કિનારા વિસ્તારની લેવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં વાવાઝોડાંએ વેરેલો વિનાશ જોઈ શકાતો હતો. વીડિયોમાં અનેક ઘર પૂરનાં પાણીમાં તરતા જોવા મળી રહ્યા હતા તો અનેક ઘરનાં છાપરા ઊડી ગયા હતા અને અનેક ઘર ધરમૂળથી ઉખડી ગયા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું હતું. રસ્તાઓ પર ઠેરઠેર પૂરનાં પાણીમાં કાટમાળ તરતો જોવા મળી રહ્યો હતો.

ભારે પવન અને વરસાદ સાથે ત્રણ કલાક ફુંકાયેલા વાવાઝોડાંને કારણે તૂટી પડેલા ઝાડ, ટ્રાફિક સિગ્નલો અને સેટેલાઈટ ડીશ સહિત વિખરાયેલા પડેલા કાટમાળને લીધે પનામા શહેરના રસ્તાઓ ઉપયોગમાં લઈ શકાય એવા નહોતા રહ્યા.

અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને વાવાઝોડાં અંગે માહિતી આપતા ફૅડરલ ઈમરજન્સી મૅનેજમેન્ટ એજન્સીના વડા બ્રૉક લૉન્ગે કહ્યું હતું કે વર્ષ ૧૮૫૧ બાદ ફ્લોરિડા પર ત્રાટકેલું આ સૌથી શક્તિશાળી વાવાઝોડું હતું.

વાવાઝોડાંને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જલદી જ હું અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈશ. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7UwhH2y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com