19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જાવા અને બાલીમાં છની તીવ્રતાના ભૂકંપથી ત્રણ મોત

જાકાર્તા: ઇન્ડોનેશિયાના જાવા અને બાલી ટાપુ પર છના આંકે ધરતીકંપને લીધે ધણીધણી ઊઠ્યા હતા. આથી ઓછામાં ઓછા ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. પૂર્વ જાવાના સુમેનેપ જિલ્લામાં ઇમારતો કડડડભૂસ થતાં પીડિતો તેમાં કચડાઇ મર્યા હતા, એમ નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વો નુગ્રહોએ જણાવ્યું હતું.લોકો ભરઊંઘમાં હતા તે વેળાએ ભૂકંપના આચકા અનુભવાયા હતા. બાલીના ડેન્પાસર ખાતે ભૂકંપના ઝાટકા લાગતા લોકોએ મકાનોમાંથી નાસભાગ આરંભી હતી.

બાલીની એક હોટલમાં વિશ્ર્વ બૅન્ક અને આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)ની આ સપ્તાહે વાર્ષિક મીટિંગ હતી. બાલીના મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાની મથકની દક્ષિણે નૂસા દુઆની એક હોટલ ખાતે કેટલાક મહેમાનો ભૂકંપના જોરદાર આચકા લાગ્યા બાદ બહાર નાસી ગયા હતા.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાવા ટાપુથી પૂર્વે લગભગ ૪૦ કીલોમીટરના અંતરે બાલી સમુદ્રમાં હતું. આ ભૂકંપ માટે સુનામીની કોઈ ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી.

દરમિયાન સિડનીથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ગુરુવારે પપુઆ ન્યૂ ગીનીના ન્યૂ બ્રિટન આઈલેન્ડ પર ભૂકંપમાપક યંત્ર પર ૭ના આંકે ધરતીકંપના આચકા અનુભવવામાં આવ્યા હતા. આથી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. કેટલાક કાંઠાઓ માટે ઘાતક સુનામીનાં મોજાં ઉછળવાની આગાહી કરાઇ છે, એમ ધ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું. આ અંગે પોર્ટ મોર્સબી ખાતે પીએનજીની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ભૂકંપને લીધે કોઈ હાનિ થઈ હોવાના અહેવાલ તાબડતોબ આવ્યા ન હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યૂ બ્રિટન ટાપુના કીમ્બે નગરથી પૂર્વે ૧૨૫ કિલોમીટરના અંતરે હતું. (એએફપી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

03O0qJ6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com