21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘મી-ટુ’ ઝુંબેશની હાંસી ઉડાવી ટ્રમ્પે

વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ‘મી-ટુ’ અભિયાનની મજાક ઉડાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘મી-ટુ’ મુવમેન્ટ ‘ધ પર્સન હુ ગોટ અવે’ મુહાવરાને અયોગ્ય બનાવી દીધો છે. તેમણે ઉમેર્યું હતું કે અખબારી નિયમોને આધિન તેમણે ચૂપ રહેવું પડે છે.

ટ્રમ્પે પેન્સિલવેનિયામાં ચૂંટણી અભિયાન નિમિત્તે રેલી સંબોધતા જણાવ્યું કે ‘અ પર્સન ગોટ અવે’ શબ્દ હવે નકામો સાબિત થઈ રહ્યો છે. જે પ્રેમ કરતી વ્યક્તિ સંબંધોમાંથી નીકળી ગઈ હોય અને સામી વ્યક્તિ તેને પ્રેમ કરતી રહી હોય તો તેના માટે પર્સન ગોટ અવે શબ્દ વાપરવામાં આવે છે.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ મીડિયા સિવાયના સૌ માટે જૂની કહેવત વાપરશે, પરંતુ મીડિયા માટે હવે તેઓ એ શબ્દ પ્રયોગ નહીં કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તેઓ એ શબ્દ વાપરશે તો લોકો ટ્રમ્પે શું કહ્યું એ વિશે પણ ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે હાર્વીવેઇનસ્ટેઇન વિરુદ્ધ થયેલા યૌનપિડનના આક્ષેપને પરિણામે ‘મી-ટુ’ કેમ્પેઇન અસ્તિત્વમાં આવ્યું છે જે અંતર્ગત ઘણી જાણીતી - અજાણી મહિલાઓ તેમના જીવનમાં થયેલા જાતીય શોષણ અંગે ખૂલીને બહાર બોલવાની હિંમત કેળવી શકી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ ટ્રમ્પે ‘મી-ટુ’ની મજાક ઉડાવી ઘણી બધી સ્ત્રીઓના અવાજની પણ મજાક ઉડાવી છે. (પીટીઆઈ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

47852e8t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com