18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિવાદાસ્પદ સંત રામપાલ હત્યાના કેસમાં કસૂરવાર

હિસાર: બરવાળાના સતલોક આશ્રમમાં ૧૯ નવેમ્બર, ૨૦૧૪ના રોજ મૃત હાલતમાં મળી આવેલાં ચાર મહિલા તથા બાળકોની હત્યા કેસમાં જાતે બની બેઠેલા ગોડમેન સંત રામપાલ તથા અન્ય ૨૭ને દોષી જાહેર કરવામાં આવ્યા છે.

રામપાલ પર હત્યા, ષડ્યંત્ર, ગેરકાયદે હથિયાર ધરાવવા તથા આત્મહત્યા માટે ઉશ્કેરવા અંગેના આરોપ હતા જે અંગે તેની ૧૯ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

ડેપ્યુટી કમિશનર અશોક કુમારના જણાવ્યા મુજબ દોષિત રામપાલની સજા ૧૬-૧૭ ઑકટોબરના રોજ જાહેર કરવામાં આવશે.

જિલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધીશ ડી. આર. ચલિયાએ રામપાલ તથા અન્ય ૨૭ જણ વિરુદ્ધ ૨૦૧૪થી ચાલી રહેલા કેસનો ચુકાદો સોમવારે આપ્યો હતો જે અંતર્ગત રામપાલ સહિત ૨૭ વ્યક્તિને ડબલ મર્ડર કેસમાં અપરાધી કરાર કરવામાં આવ્યા.રામપાલ વિરુદ્ધ ૧૮ નવેમ્બરના રોજ સતલોક આશ્રમમાં મળી આવેલ મહિલાના મૃતદેહ ઉપરાંત ૧૯ નવેમ્બરના રોજ મળી આવેલા ચાર મહિલા તથા બાળકના મૃતદેહ અંગે તપાસ ચાલી રહી હતી જે બંને કેસ અંતર્ગત રામપાલને કોર્ટે અપરાધી ઠેરવ્યા છે.

રામપાલ કેસ અંતર્ગત મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉકટર સહિત ૮૦ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

રામપાલના સતલોક આશ્રમની આસપાસ સરકારે ૪૦૦૦ પોલીસ દળનો કાફલો ખડકી દીધો છે. તેના અનુયાયીઓ દ્વારા અનિચ્છનીય ઘટનાનું નિર્માણ ન થાય એ અંગે પ્રશાસન તરફથી સતર્ક પગલાં ભરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ૧૪૪મી કલમ લાગુ પાડવામાં આવી છે.

રામપાલની ધરપકડ સમયે તેમના હજારો અનુયાયીઓ પોલીસ વિભાગ સાથે ઘર્ષણમાં ઊતરી આવ્યા હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

056o615
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com