17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શેરબજારમાં તોતિંગ કડાકો
શેરધારકોની સંપત્તિમાંથી ₹ ૨.૬૯ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફેડરલના વલણ અંગે કરેલી ટીકા અને આઇએમએફ દ્વારા વેલ્યુએશન્સ અંગે થયેલી ટિપ્પણીને પરિણામે ડહોળાયેલા વાતાવરણમાં સંવેદનશીલ સેન્સેક્સે ગણતરીની મિનિટોમાં ૧૦૦૦ પોઇન્ટનો કડાકો નોંધાવીને એક તબક્કે પાંચ જ મિનિટમાં શેરધારકોની સંપત્તિમાંથી ચાર લાખ કરોડનું ધોવાણ કરી નાંખ્યું હતું. બજાર નિષ્ણાતોના મતે અમેરિકા તેમજ એશિયાના અન્ય શેરબજારના કડાકાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. વૈશ્ર્વિક બજારોની મંદીને પગલે ભારતીય રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી હતી.

જોકે અંતે તે ૭૬૦ પોઈન્ટ્સના ઘટાડા સાથે બંધ રહ્યો હતો અને શેરધારકોની સંપત્તિમાંથી રૂ. ૨.૬૯ લાખ કરોડની બાદબાકી થઇ હતી. સત્રના અંત સુધીમાં સેન્સેક્સ માંડ માંડ ૩૪,૦૦૦ની સપાટી પાછી હાંસલ કરી

શક્યો હતો. ફોરેક્સ માર્કેટમાં પણ ભારે અફડાતફડી જોવા મળી હતી. સવારે ઈન્ટ્રા ડેમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૭૪.૪૮ના નવા તળિયાને સ્પર્શતા શેરબજારમાં ગભરાટભરી વેચવાલી શરૂ થઈ હતી અને એક તબક્કે ૭૪.૫૦ બોલાઇ છેવટે પાછલા બંધ સામે નવ પૈસાના સુધારા સાથે ૭૪.૧૨ની સપાટીએ સ્થિર થયો હતો.

સાધનો અનુસાર બજારમાં અત્યાર સુધીના કડાકા માટે આઇએલએન્ડએફએસના ધબડકાથી માંડીને રૂપિયાના પતન અને વિશ્ર્વબજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ઇંધણના ભાવમાં એકધારા વધારા જેવા કારણો હતાં પરંતુ ગુરુવારે સ્પષ્ટપણે અમેરિકન બજારોના કડાકા અને વૈશ્ર્વિક બજારોની પીછેહઠને કારણે સ્થાનિક બજારમાં કડાકો બોલાયો છે.

વૈશ્ર્વિક વૃદ્ધિદર અંગેની ચિંતાઓ તેમજ અમેરિકામાં વ્યાજદરમાં વધારાના ભયે શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)ના વડાંની શેર્સના વેલ્યૂએશન ખૂબ જ ઊંચા હોવાની ટિપ્પણી બાદ બુધવારે અમેરિકાના શેરબજારો તૂટ્યા હતા અને તેની અસર એશિયાના અન્ય બજારોમાં પણ જોવા મળી હતી.

સેન્સેક્સ ૭૫૯.૭૪ પોઇન્ટ અથવા તો ૨.૧૯ ટકાના કડાકા સાથે ૩૪,૦૦૧.૧૫ પોઈન્ટ્સની અને નિફ્ટી ૨૨૫.૪૫ પોઇન્ટ અથવા તો ૨.૧૬ ટકાના ઘટાડા સાથે ૧૦૨૩૪.૬૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૩૪ ટકા અને ૧.૪૧ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે બેન્ક, મેટલ્સ, ઓટો મોબાઈલ, આઇટી, કેપિટલ ગૂડ્ઝ શેર્સમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. ગઈકાલે અમેરિકાના બજારો ઘટીને બંધ રહ્યા બાદ આજે જાપાનનો નિક્કાઈ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ગગડ્યા હતા. બુધવારે નાસ્ડેક ૪.૨૬ ટકા જ્યારે ફૂટ્સી ૧.૨૯ ટકા તૂટ્યા હતા.

અંતે બીએસઇના ૩૦માંથી ૨૭ શેરમાં પીછેહઠ નોંધાઇ હતી. બીએસઇ કાથે કુલ ટ્રેડેડ શેરોમાંથી ૧૭૬૫ શેરોમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે માત્ર ૮૧૯ શેરમાં સુધારો હતો અને ૧૪૭ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યાં હતાં. બીએસઇ પર ૩૭૦ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8qqM2vP1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com