19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ઝીરો’ના બજેટમાં ધરખમ વધારો

ગપસપ - ઈશાની પટેલ



શાહરુખ ખાને આ વર્ષે આવનારી તેની ફિલ્મ ‘ઝીરો’ માટે દિલ દઈને કામ કર્યું છે, તે આ ફિલ્મને ટેક્નિકલી બહુ શ્રેષ્ઠ બનાવવા માગે છે અને નવા વર્ષે તેના ચાહકોને મોટી ભેટ આપવાના મૂડમાં છે, પણ લગભગ એક વર્ષથી આનંદ એસ. રાવના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ઝીરો’ને દિવ્ય-ભવ્ય બનાવવાના ચક્કરમાં એટલા કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા, જે હજુ સુધી શાહરુખની કોઈ ફિલ્મ માટે નથી થયા.

એવી ખબર છે કે ફિલ્મ ‘ઝીરો’નો ખર્ચ લગભગ ૨૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. તેમાં ફિલ્મ માટે ઉપયોગમાં લેવામાં આવેલી લેટેસ્ટ ઈન્ટરનેશનલ ટેક્નિક્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સનો ખર્ચ સૌથી વધારે થયો છે. સાથે જ અમેરિકામાં લગભગ ૧૫૦ દિવસના શૂટિંગનો ખર્ચ પણ શામેલ છે. આ પહેલાં શાહરુખ ખાનની બનાવેલી ફિલ્મ ‘રા-વન’ પર લગભગ ૮૫ કરોડ રૂપિયાનો નિર્માણ ખર્ચ થયો છે, જ્યારે તેનું માર્કેટિંગ બજેટ પણ રૂ. ૫૨ કરોડનું હતું, પણ તેમાં વધારે કમર્શિયલ કો-ઓપરેશન હતું.

શાહરુખ ખાનની ‘ઝીરો’નું ટ્રેલર તેના જન્મદિવસે એટલે કે બે નવેમ્બરે બહાર પડશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.

શાહરુખની આ ફિલ્મમાં સલમાન ખાન પણ છે. શાહરુખ કહે છે, મેં સલમાનને ફિલ્મનું એક ગીત સંભળાવ્યું તો તે મારી સાથે આ ફિલ્મમાં કેમિયો રોલ કરવા તૈયાર થઇ ગયો. તે સુપરહિટ ગીત છે. તેમાં હું અને સલમાન દેખાઇશું. અમે બંનેએ આ ગીતમાં પર્ફોર્મન્સ આપતા બહુ એન્જૉય કર્યું.

આ ફિલ્મમાં ઘણીબધી વીએફએકસ અને આધુનિક ટેકનોલોજી છે, પણ ફિલ્મ સાય-ફાય નથી. આથી તે ફક્ત ટુડીમાં જ રિલીઝ થશે. ફિલ્મ ૨૧મી ડિસેમ્બરે રિલીઝ થશે.

આ ફિલ્મની શાહરુખની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પણ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં એક ઠીંગુજીની વાર્તા છે અને તે રોલ શાહરુખ ભજવે છે. તેની સાથે તેમાં અનુષ્કા શર્મા છે, એક નિષ્ફળ વિજ્ઞાનીના રૂપમાં બીજી હીરોઈન કેટરીના કૈફ છે, હીરોઈનના રોલમાં. જેને શરાબની લત છે ફિલ્મના એક ખાસ સીનમાં કરીશ્મા, કરીના, રાની અને આલિયા સહિત શ્રીદેવી પણ જોવા મળશે. આનંદ એસ. રાવનું માનવું છે કે શાહરુખની કારકિર્દીનું આ સૌથી મુશ્કેલ કેરેક્ટર છે.

શાહરુખે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરવા સાથે ઘણો સમય આપ્યો છે. આ ફિલ્મ પછી રાવ અને ખાનનું ગઠબંધન આગળ પણ ચાલુ રહેશે, કારણ કે શાહરુખે રાવના પ્રોડક્સન સાથે મળીને આગામી પાંચ વર્ષ સુધી કેટલીક ફિલ્મોનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

60QcCb6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com