18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેં પણ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કર્યો છે

ફોકસ - હેમંત વૈદ્ય



શ્રદ્ધાકપૂરે કેટલીક ફિલ્મો કરી છે અને સફળતા પણ મેળવી છે પણ ક્યારેય બહુ ચર્ચામાં નથી રહેતી. તેના વિશે કોઇ ગોસિપ સાંભળવા નથી મળતી. શ્રદ્ધા પણ કહે છે, ‘હું મારા કામ પર વધારે ફોકસ કરું છું અને તેમાં મારા સો ટકા આપું છું.’

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’ને સારી સફળતા મળી છે.

શ્રદ્ધા તેના વિશે કહે છે, જ્યારે મારી આ ફિલ્મ બનીને તૈયાર થઇ ગઇ ત્યારે મને તેને જોઇને જ બહુ ડર લાગતો હતો. જ્યારે પણ હું આ ફિલ્મ જોઉં છું તો મારા હાથ મારી સામે આવી જાય છે. એ વાત જુદી છે કે દર્શકોને આ ફિલ્મ બહુ ગમી છે અને તેણે રૂ. ૧૦૦ કરોડથી પણ વધારે વ્યવસાય કર્યો છે. આ ફિલ્મ પછી શ્રદ્ધાની બીજી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ પણ રિલીઝ થઇ છે. આફિલ્મ વીજળી વિશે છે. આથી શ્રદ્ધા કહે છે, મારું વીજળીનું બિલ હું જાતે જ ભરું છું. શરૂઆતમાં મારા પાપા (શક્તિ કપૂર) મને ના પાડતા પણ મેં તેમને સમજાવી દીધા અને હજુ પણ અમારું વીજળીનું બિલ હું ચૅક કરું અને ભરી

દઉં છું.

બૉલીવૂડમાં અત્યારે જે મુદ્દાની બહુ ચર્ચા છે તે સગાંવાદ વિશે શ્રદ્ધા કહે છે, હું કલાકારની પુત્રી હોવા છતાંય મેં ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કર્યો છે. મેં પહેલી ફિલ્મ કરી ત્યારે તેના નિર્માતાને એ પણ નહોતી ખબર કે હું કોની પુત્રી છું. મેં તેના માટે ઑડિશન આપ્યું હતું અને તે પછી મને બ્રેક મળ્યો હતો. મને ખબર હતી કે મારે જે પણ કામ કરવાનું છેતે મેરિટ પર કરવાનું છે અને મારી જવાબદારી મારે નિભાવવાની છે.

શ્રદ્ધા અત્યારે સાઇના નેહવાલની બાયોપિક કરી રહી છે. તેની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલના જીવન પર આ ફિલ્મ આધારિત છે. તેના વિશે શ્રદ્ધા કહે છે કે આ ફિલ્મની તૈયારી મેં ગયા વર્ષે જ શરૂ કરી દીધી હતી. તેમાં મારી શારીરિક મહેનત પણ બહુ છે.

બહુ પડકારરૂપ પાત્ર મારે ભજવવાનું છે. જ્યારે આગામી ફિલ્મ ‘સાહો’ અંગે શ્રદ્ધા કહે છે, હું પહેલી વાર બે ભાષામાં બનનારી ફિલ્મમાં કામ કરી રહી છું. આથી મને એવું લાગી રહ્યું છે કે હું એક નહીં બલ્કે બે ફિલ્મો કરી રહી છું.

આમ, શ્રદ્ધાની ગાડી પૂરપાટ ચાલી રહી છે. ભલે તે બહુ લાઇમલાઇટમાં ના રહેતી હોય પણ ફિલ્મોમાં કામ કરીને તે પોતાની પ્રતિભા પુરવાર કરવા માગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4x4533t1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com