14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અક્ષયકુમાર કરણ જોહરની બરાબરીનો નિર્માતા બન્યો

ફિલ્મી બાતેં - આશકા શાહ



બૉલીવૂડનો ખિલાડી અક્ષયકુમાર બહુ લક્કી છે. નૉન ફિલ્મી બૅકગ્રાઉન્ડમાંથી આવેલો આ હીરો બોલીવૂડનો સાચ્ચે જ ખિલાડી બની ગયો, એટલું જ નહીં શરૂઆતમાં ઍક્શન ફિલ્મો કર્યા પછી રોમેન્ટિક, સસ્પેન્સ, થ્રિલર જેવી ફિલ્મો કરીને પોતાની ચોક્કસ ઈમેજ બનાવ્યા પછી તે સામાજિક ઈશ્યુસ, દેશને લગતી સમસ્યા કે દેશના ધારદાર કેરેક્ટર્સની બાયોપિક્સ જેવી વિવિધ પ્રકારની ફિલ્મો કરીને પોતાની કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લાવી દીધી છે. મોટા ભાગની સફળ ફિલ્મો આપનાર આ હીરો અત્યારે બોલીવૂડમાં અન્ય હીરો કરતાં સૌથી વધારે ફિલ્મો કરે છે. વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરીને તે સૌથી આગળ છે, તે ક્યારેય સુપરસ્ટાર અભિનેત્રીઓ કે મોટા દિગ્દર્શકો સાથે જ કામ કરવાનું વિચારતો નથી. તે નવોદિતો સાથે પણ કામ કરે છે અને વિષય તથા ફિલ્મને વધારે મહત્ત્વ આપે છે. તેણે પોતાની પ્રતિભા પુરવાર કરીને બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, નહીં કે મોટા બેનરની ફિલ્મોમાં કામ કરીને સીધી સફળતા મેળવી છે. આથી જ અક્ષય પાસે સામેથી જ મોટા નિર્માતા-દિગ્દર્શકો આવે છે અને પોતાની ફિલ્મોમાં સાઈન કરે છે.

આથી જ ‘ગૉલ્ડ’ ફિલ્મમાં તેનું કામ જોઈને તેને સારી સારી ફિલ્મોની ઓફર આવી રહી છે, તેમાં એક ફિલ્મસર્જક કરણ જોહર પણ છે. કરણ જોહરે અક્ષયને ‘કેસરી’ અને ‘ગુડ ન્યૂઝ’ પછી ત્રીજી ફિલ્મ માટે સાઈન કર્યો છે, પણ આ વખતે થોડો ટ્વિસ્ટ છે. અક્કી ફકત હીરો તરીકે જ કરણની ફિલ્મ સાથે નથી જોડાયો, પણ તેની પત્ની ટ્વિન્કલ ખન્ના સાથે નિર્માતા તરીકે જોડાશે. આમ આ ફિલ્મ અક્ષય, ટ્વિન્કલ અને કરણનું જોઈન્ટ વેન્ચર હશે. ‘પેડમેન’ પછી નિર્માતા તરીકે ટ્વિન્કલની આ બીજી ફિલ્મ બનશે. હવે અક્ષય એવી ફિલ્મો ભાગ્યે જ કરે છે, જેમાં તે નિર્માતા ન હોય. ત્રણેય નિર્માતા ધરખમ છે, આથી આ ફિલ્મ યુનિક પ્રકારની બનશે તેમાં નવાઈ નથી. આમ અક્ષય કરણ જોહર જેવા મોટા નિર્માતા સાથે જોડાણ કરશે, આથી તેને સામે સફળતા અને વ્યવસાયની દૃષ્ટિએ સફળતા પણ વધારે મળશે. વળી, કરણની ‘કેસરી’ અને ‘ગુડ ન્યૂઝ’ જેવી બે મોટી ફિલ્મો હીરો તરીકે છે, આથી તેનો લાભ પણ તેને મોટો મળશે. ‘કેસરી’ ફિલ્મ ઈન્ટેન્સ ડ્રામા છે અને ‘ગુડ ન્યૂઝ’માં અક્ષયનો સમકાલીન રોલ છે, જેમાં તેની પત્નીના રોલમાં કરીના કપૂર છે. આ ફિળ્મમાં એક કપલના જીવનની કથા છે, જે બાળક મેળવવા પ્રયત્ન કરે છે, તેમાં સેક્ધડ

લીડ તરીકે દિલજીત દોસાંઝ અને કિઆરા અડવાણી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5137mM76
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com