19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુસ્તાનનો કયો ઠગ જીતશે?

કવર સ્ટોરી - અગસ્ત્ય પુજારાબૉલીવૂડમાં બહુ ગાજી રહેલી અને દર્શકોને પણ જેનો ઇંતેજાર છે તે ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાં શામેલ છે. સમુદ્ર સંગ્રામનો જબરજસ્ત અનુભવ કરાવનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન બંને મહારથીઓનું જુદા જ પ્રકારનું રૂપ જોવા મળશે. બંને કારકિર્દીમાં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. એટલું જ નહીં, બંને આ ફિલ્મના હીરો છે, પણ છે ઠગના પાત્રમાં. આમ, નેગેટિવ પાત્રો મુખ્ય નાટકો હશે. આથી ફિલ્મમાં કેવી રમઝટ જોવા મળશે તે તમે કલ્પી જ શકો છો.

વિજયકૃષ્ણ આચાર્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. જેનાથી ફિલ્મની થોડીક વાર્તા લોકોને જાણવા મળી છે. ફિલ્મમાં બ્રિટીશકાળની વાર્તા છે, જ્યારે અંગ્રેજો પોતાની ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સિક્કો જમાવવા માટે અનેક પ્રકારની રમતો રમતા હતા, પણ ખુદાબકશ (આઝાદ)નામનો ઠગોનો એક કબીલો અંગ્રેજોની ગુલામી સહન કરવા તૈયાર નહોતો. આથી તેના સરદારે અંગ્રેજોને પડકાર આપ્યો. ત્યારે ગોરાઓએ ફિરંગી મલ્લાહ નામના એક ઠગને તેમનો મિત્ર બનાવીને ઠગોના કબીલામાં મોકલે છે જેથી તે તેમની બધી માહિતી આપી શકે.

ટ્રેલરમાં એ જોવા મળે છે કે આમિર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે મોટો મુકાબલો થાય છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં બંને વચ્ચે મોટું ધમસાણ રચાય છે અને પછી એક પાત્રનું મોત થઇ જાય છે. તે રહસ્ય છે કે કોનું મૃત્યુ થાય છે. એક સમય એવો હતો કે ફિલ્મના અંતમાં હીરોનું મૃત્યુ થાય તો દર્શકો બર્દાશ્ત નહોતા કરી શક્તા અને આજનો સમય એવો છે કે નાયકનું મોત તેને વધુ ઊંચાઇ પર પહોંચાડી દે છે. અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેમણે કેટલીક ફિલ્મોમાં ડેથસીન આપ્યા છે. અગાઉ ‘નમક હરામ’ ફિલ્મના શૂટિંગ વખતે પણ દિગ્દર્શક ઋષિકેશ મુખરજી ઉલઝનમાં પડી ગયા હતા કે ફિલ્મમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનમાંથી કોને મૃત્યુ પામતો બતાવવો? જોકે, તેમણે બંને હીરોમાંથી કોઇને કહ્યું નહોતું કે કોનું મૃત્યુ સેટ પર થવાનું છે. જ્યારે સીન ફિલ્માવાયો ત્યારે જ બંને હીરોને ખબર પડી અને દર્શકોને પણ ખબર છે પછી શું થયું. આ ઉપરાંત પણ બચ્ચનને ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘શોલે’ જેવી ફિલ્મોમાં મૃત્યુ પામતા બતાવાયા હતા અને એ બંને ફિલ્મો સુપરહિટ થઇ હતી. તેમાં તેમના મૃત્યુને

કારણે ફિલ્મને વધારે લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો હતો.

‘પાઇરેટ્સ ઑફ કરેબિયન્સ’ જેવો અહેસાસ કરાવતી આ ફિલ્મમાં આમિરે પોતાના રૂપમાં સુંદરતા ભરવા સુરમો લગાવ્યો છે. તે તેણે તેની માતા ઝિન્નત પાસેથી લીધો હતો. જોકે, આમિરની માતાએ જ તેને આ સુરમો લગાવવાનો આઇડિયા આપ્યો હતો. આમિર જ્યારે પણ કોઇ ફિલ્મમાં કામ કરે છે તો તેના પાત્રના લૂક વિશે તેની માતા સાથે જરૂર ચર્ચા કરે છે. આથી આ ફિલ્મ માટે પણ તેણે વાત કરી હતી. આ ઉપરાંત કેટલાક કૉસ્મેટિક્સ પણ તેણે પોતાની માતાના વાપર્યા હતા.

તેનું લૂક જ્યારે જાહેર થયું ત્યારે દર્શકોએ તેની હૉલીવૂડના પ્રસિદ્ધ કેરેક્ટર મૈટ હૈટર સાથે સરખામણી કરી હતી. ફિલ્મ‘વંડરલૅન્ડ’ના પ્રસિદ્ધ કેરેક્ટર મેડ હેટરની ભૂમિકા હૉલીવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા જૉની ડેપ નિભાવી ચૂક્યા છે. આમિર ખાનના લૂકની વાત કરીએ તો તેમાંતે માથા પર હૅટ પણ પહેરે છે અને તેના વાળ પણ વધારેલા છે. તે ફિરંગી જેવો લાગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e5ld667
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com