17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દિલીપકુમારને આજે મળશે ડિસ્ચાર્જ

મુંબઇ: બોલીવૂડના મહાન કલાકાર દિલીપકુમારની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, તેમને આજે એટલે કે ગુરુવારે હોસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા છે. ૯૫ વર્ષના દિલીપકુમારને ન્યુમોનિયા થયો હોવાથી તેમને એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિલીપકુમારના પરિવારના મિત્ર ફૈસલ ફારુકીએ ટ્વિટરના માધ્યમથી દિલીપ કુમારના ચાહકોને જણાવ્યું હતું કે દિલીપકુમારના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે અને તેમને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા અપાશે. ગત મહિને કુમાર સાહબને માઇલ્ડ ન્યુમોનિયા થયો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉ

--------

એફડીએના નિયમોનું ઉલ્લંઘન, ચારની અટક

થાણે: ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અહીંના એક ફાર્મસીના માલિક અને ત્રણ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ ફાર્મસીની દુકાન વિરુદ્ધ નિર્ધારિત કિંમત કરતાં વધારાના ભાવે દવા વેચવાની અનેક ફરિયાદ કરાઇ હતી. તેથી એફડીએના અધિકારીએ અમુક દિવસ પહેલા આ બાબતે તપાસ હાથ ધરી હતી.

-------

શિક્ષકની ભરતી કરવા લખાયો પત્ર

મુંબઇ: રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં તથા કૉલેજમાં ઘણાં વર્ષોથી અનેક શિક્ષક પદ ખાલી છે, તેથી રાજ્યના ઉચ્ચ અને તંત્રજ્ઞાનના શિક્ષણનો દરજ્જો નીચે જવાની શક્યતા છે. તેના ઉપાય સ્વરૂપે ખાલી પદ પર શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તે માટે રાજ્ય સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવે, એવી વિનંતી ઉચ્ચ અને તંત્રશિક્ષણ વિભાગના ગૃહનિર્માણ રાજ્યપ્રધાન રવિન્દ્ર વાયકરે યુનિવર્સિટીના ચાન્સેલર લેખિત પત્ર દ્વારા કરી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

31703o2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com