18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બુલેટ ટ્રેનની રિઝર્વ્ડ જમીન: એનએચએસઆરસીએલ જવાબ આપવા હાઈ કોર્ટનો આદેશ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે રિઝર્વ્ડ રાખેલી જમીન પર બાંધકામ રોકવા માટે બિલ્ડરોને ફટકારવામાં આવેલી નોટિસ પર મુંબઈ હાઇ કોર્ટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) તથા થાણે મહાનગર પાલિકા (ટીએમસી)ને જવાબ આપવાનો આદેશ કર્યો હતો.

થાણે જિલ્લાના મુંબ્રા નજીક ત્રણ હેક્ટરની જમીન પર બાંધકામનું કામકાજ બંધ કરવા માટે થાણે પાલિકાએ બીજી મેના રોજ આપેલી નોટિસની વિરુદ્ધમાં ગયા મહિને એટલાન્ટા લિમિટેડે હાઈ કોર્ટેમાં ધા નાખી હતી.

નૉટિસમાં જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાના વિવિધ વિસ્તારમાં અમુક જમીન અનામત રાખવામાં આવી હતી જે પૈકીની જ્મીન પર બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. પિટિશનરના વકીલ એમ. એમ. વાશીએ એક્ટિંગ ચીફ જસ્ટિસ એન. એચ. પાટીલ અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણી સમક્ષ ટીએમસીની નોટિસમાં તેમના પ્લોટનો ઉલ્લેખ નહીં કર્યાની દલીલ કરી હતી. તે ભૂલ હતી અને એ ભૂલને કારણે અરજદારને સહન કરવું પડ્યું હતું એમ એનએચઆરસીએલના અરજદારે કહ્યું હતું. એક અઠવાડિયામાં પિટિશન સામે સોગંદનામું રજૂ કરવાનો એનએચઆરસીએલ અને ટીએમસીને કોર્ટે આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3e6afu45
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com