19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અકબર રાજીનામું આપે: કૉંગ્રેસની માગણી

નવી દિલ્હી: કૉંગ્રેસે બુધવારે કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબર સામે થયેલા જાતીય સતામણીના આક્ષેપ મામલે ક્યાં તો એમણે સંતોષજનક જવાબ આપવો અથવા રાજીનામું આપવાની માગણી કરી હતી.

આ મામલે કૉંગ્રેસે તપાસ કરાવવાની માગણી પણ કરી છે.

ભારતમાં ‘મી-ટુ’ અભિયાન જોર પકડી રહ્યું છે ત્યારે કેટલીક મહિલા પત્રકારોએ જાહેરમાં આવીને ભૂતપૂર્વ તંત્રી અને હાલના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન અકબર સામે એ જ્યારે પત્રકાર હતા ત્યારે પોતાની જાતીય સતામણી કરી હોવાના આક્ષેપ કર્યા છે.

કૉંગ્રેસના પ્રવક્તા એસ. જયપાલ રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે મને લાગે છે કે એમ.જે. અકબરે કયાં તો આક્ષેપોનો સંતોષજનક જવાબ આપવો જોઇએ અથવા તો પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ. એમની સાથે કામ કરનાર જવાબદાર પત્રકારોએ કરેલા ગંભીર આક્ષેપ બાદ તેઓ મંત્રાલયમાં કઇ રીતે રહી શકે? આની તપાસ થવા દો. અમે આ મામલે અકબર સામે તપાસની માગણી કરીએ છીએ. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

K2kQU8F
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com