18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાશ્મીરની પાલિકા ચૂંટણીમાં માત્ર ત્રણ ટકા જ મતદાન
જમ્મુમાં ૭૬ ટકા વૉટિંગ નોંધાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નગરપાલિકાની ચૂંટણીના બીજા તબક્કામાં પણ કાશ્મીર કરતા જમ્મુમાં મતદાન વધારે થયું હતું. કાશ્મીર ડિવિઝનમાં ત્રણ ટકા તો જમ્મુમાં ૭૬ ટકા મતદાન થયું હતું.

કાશ્મીરમાં મતદાનના દિવસે પથ્થરમારો અને મતદારો સાથે મારપીટની ઘટનાઓને લીધે મતદાન કરવા ઘણાં ઓછા મતદારો ઘરની બહાર નીકળ્યા હતા, પણ આથી વિપરીત જમ્મુમાં લોકોએ મોટે પાયે મતદાન કર્યું હોવાની માહિતી મળી હતી.

અલગતાવાદીઓએ આ ચૂંટણીનો વિરોધ કર્યો હોવાથી અને એમણે જાહેર કરેલી હડતાળને કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી હતી.

બીજા તબક્કાનું મતદાન સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું.

ચૂંટણીવાળા વિસ્તારોમાં દુકાનો, પેટ્રોલ પંપ અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી હતી. શહેરના અનેક વિસ્તારોમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી હતી. સતર્કતા ખાતર શહેરની ઇન્ટરનેટની સ્પીડ ઓછી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચૂંટણીવાળા વિસ્તારોમાં જાહેર પરિવહનનાં સાધનો પણ નદારદ હતાં. જોકે, ઘાટીના અન્ય વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય હતી.

સરકારે ચૂંટણીવાળા વિસ્તારોમાં રજાની જાહેરાત કરી હતી. અલગતાવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારુક અને મોહંમદ યાસીન મલિકે સંયુક્ત રીતે મંગળવારે હડતાળની જાહેરાત કરતા જણાવ્યું હતું કે લોકો આ નાટકથી દૂર રહીને બહિષ્કાર કરશે અને એ રીતે એમને ચૂંટણી સાથે કશી લેવાદેવા ન હોવાનું જાહેર કરશે.

સવારના પહેલા ચાર કલાક દરમિયાન સૌથી વધુ મતદાન ૩૯.૪ ટકા કઠુઆ જિલ્લામાં અને સૌથી ઓછું મતદાન અનંતનાગ જિલ્લામાં ૦.૬ ટકા નોંધાયું હતું.

મતદાનમાં અડચણ ઊભી કરવા રાજ્યમાં અનેક ઠેકાણે બૂથ પર સ્થાનિક લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. ભીડને કાબુમાં લેવા સુરક્ષા દળે હળવા બળનો પ્રયોગ પણ કરવો પડયો હતો.

દક્ષિણ કાશ્મીરમાં બદમાશોએ એક મતદાતા સાથે મારપીટ કરી હતી અને રામબનના ભાજપના ઉમેદવારનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયાં બાદ મતદાન રોકવું પડયું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

56t08040
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com