21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ગામ - ગોરખડી હાલ પૂને (સેલુ) નિવાસી વિજયકુમાર (ઉં.વ. ૬૬) સોમવાર, ૮-૧૦-૧૮ના અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. નેણબાઈ મેઘજી ખેરાજ લોડાયાના પુત્ર. ગં. સ્વ. ગુણવંતીબેન મૂળચંદ મેઘજી દંડના જમાઈ. રમીલાબેનના પતિ. વૈભવ, અ. સૌ. કવિતા પ્રકાશ શાહના પિતા. રંજનબેન મેઘજી લોડાયા, જ્યોતિબેન મનુભાઈ શેઠના ભાઈ. તેમની પ્રાર્થનાસભા બન્ને પક્ષે તા. ૧૧-૧૦-૧૮, ગુરુવારના બપોરે ૩.૩૦થી ૫ વાગે રાખેલ છે. સ્થળ: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.

તખતગઢ હાલ ઠાણે સ્વ. તારાચંદજી કપૂરચંદજીના પુત્ર સ્વ. પુખરાજજી, સ્વ. કુન્દનમલજી, પારસમલજી, ઘેવરચંદજી, ફુટરમલજી, તોલીબેન, ભીકીબેન, સ્વ. ફેંસીબેનના ભાઈ. સ્વ. પુષ્પાવતીના પતિ. સુમિત્રા, સંગીતા, વિજય, જીતેન્દ્ર, રાકેશના પિતાશ્રી. રુચિ, રિધી, શિખર, વરચ્યુ, એશી, દર્શ, વિધિના દાદાજી શા. મોહનલાલજી તારાચંદજી ચૌહાણા (ઉં. વ. ૭૬)નું અવસાન ૯-૧૦-’૧૮ના થાણે મુકામે થયેલ છે. ભાવયાત્રા ૧૧-૧૦-’૧૮ ગુરુવારે ૧૧ થી ૧. સ્થળ: આત્મવલ્લભ હોલ, ૪ માલા, જૈન મંદિર, ટેંભી નાકા, થાણે. પિયરપક્ષ શા. શ્રેણિક અમ્બાલાલજી તખતગઢ (ભીવંડી).

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલા (હાલ ચેન્નઈ) અ. સૌ. ભારતીબેન તથા મનહરલાલ છગનલાલ દોશીના જયેષ્ઠ પુત્ર. પ્રશાંત (ઉં.વ. ૫૩), તે રાજશ્રીના પતિ. દર્શીત તથા રાશીના પિતાશ્રી. પ્રતિક તથા પારસના મોટાભાઈ. સ્વ. દિનેશભાઈ વનેચંદ દોશીના જમાઈ. શુક્રવાર, તા. ૫-૧૦-૧૮ના ચેન્નઈ

મુકામે અરિહંતશરણ પામેલ છે. (ચક્ષુદાન કરેલ છે).

ગોડવાલ ઓસવાલ જૈન

દેસૂરી (હાલ કોલાબા) સ્વ. કાનમલજી પુખરાજજી, હુકમરાજ, તેજરાજ, વિનોદ, અશોક, શ્રીપાલ, ભતીજ વિમલચંદના ધર્મપત્ની પુષ્પા (ઉં. વ. ૬૬) શીલા જયંતીલાલ કલ્પના ધીરજ, મનીષા નવીન, સીમા વિજયેશના માતુશ્રી. ગુણવંતી, રતન, રંજન, મીના, ચંદા ઉર્ફે આશાના ભાભીનો અવસાન ૭-૧૦-૧૮ના મુંબઈમાં થયું છે. પિયર પક્ષ: સ્વ. ઉમેદમલજી સવાઈમલજી બાફના, જયંતીલાલ, પ્રકાશ, શાંતિલાલ, સ્વ. દિલીપના બેન. બંને પક્ષ તરફની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૧૦-૧૮ના ૨ થી ૪. ઠે: ગોડવાલ પંચાયત ભવન, પાંજરાપોળ, સૂર્યનારાયણ વાડીની સામે, ગુલાલવાડી, મુંબઈ-૨.

હાલારી વિશા ઓશવાળ સમાજ જૈન

ગામ શ્રી નાનામાંઢાના સ્વ. ઝવેરચંદ આણંદ ગડા (ચોથાણી)ના ધર્મપત્ની ગં. સ્વ. કસ્તુરબેન ઝવેરચંદ ગડા (ઉં. વ. ૮૮) હાલ મુલુંડ ૯-૧૦-૧૮ના અવસાન પામેલ છે. તે દેવરાજ, ભીમજી, હંસરાજ, જમનાબેન, જસ્માબેન મેઘજી, પુષ્પાબેન પોપટ, શાંતાબેન કેશવજી મોટા આંબલાના ભાભી. ગં. સ્વ. સુધાબેન રતીલાલ, ગં. સ્વ. વનીતા જગદીશ, કાંતાબેન જેંતીલાલ, શીલા દિનેશ, ગીતા તનુજ, ભારતી મહેન્દ્રના બા. પોપટ, જીવરાજ, સોમચંદ કચરા, કેશવજી, કાંતિલાલ પોપટ, લક્ષ્મીબેન શાંતિલાલ, રંજનબેન કપુરચંદના દીકરી-બેન. સાદડી ગુરુવાર, ૧૧-૧૦-૧૮ના ભીવંડી મહાજનવાડી. સવારે ૧૦ થી ૧૧.૩૦.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાણપુર હાલ મુંબઈ સ્વ. મનસુખલાલ અમીચંદ જોબાલીયાના પુત્ર મહાસુખભાઈ (ઉં. વ. ૮૫) મંગળવાર, ૯-૧૦-૧૮ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કોકિલાબેનના પતિ. કેતન અને નિશાના પિતા. તે સ્વ. ચંપકલાલ હિરાચંદ શાહના જમાઈ. સ્વ. હસમુખભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. રજનીભાઈ, પ્રદીપભાઈ, હિરાબેન, સ્વ. માલતીબેન, જ્યોત્સનાબેન, નિરંજનાબેન, લતાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

કોડાયના ભરત ડુંગરશી દેઢીયા (ઉં. વ. ૬૧) ૮-૧૦-૧૮ના અવસાન પામેલ છે. તે સુંદરબેન, ડુંગરશી દેઢીયાના પુત્ર. મંજુના પતિ. દર્શિતા, ડૉ. જાનવીના પિતા. મધુકાંત, રમેશ, વિમળા, રમીલા, ઈન્દુ, નીતાના ભાઈ. નારાણપુરના હાંસબાઈ પ્રેમજી નરશીના જમાઈ. પ્રા: શ્રી માટુંગા કચ્છી મૂ. શ્ર્વે. સંઘની નારાણજી શામજી

મહાજન વાડી, માટુંગા (ઈ.) ટા. ૪ થી ૫-૩૦.

ભુજપુર (હાલ વાંકી) લાલજી પ્રેમજી ભેદા (ઉં. વ. ૭૪) અવસાન પામેલ છે. તે ભાણબાઈ પ્રેમજી વેરશીના પુત્ર. હીરાબાઈના પતિ. ભાવના નયના જીનેશના પિતાજી. હીરબાઈ ઉમરશી નવીનના ભાઈ. પુનાના રાધાબાઈ નાનુ સાધુ ચવ્હાણના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: લાલજી ભેદા, સોજપાલ કાયા બિલ્ડીંગ, ચંદાવરકર રોડ, ગ્રાઉન્ડ ફલોર, માટુંગા (સે.રે.).

કોટડી મહા. હેમરાજ ગોસર (ઉં. વ. ૭૫) અવસાન પામેલ છે. તે કેસરબેન ડુંગરશીના પુત્ર. વિજયાના પતિ. ટેકચંદ, નયના, ભીમશી (પપુ)ના પિતા. ઉનડોઠ મેઘબાઈ જીવરાજ ભાણજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: હેમરાજ ગોસર, એ-૩૯, રામકુટીર, માહીમ, મું.-૧૬.

નાની ખાખરના અ. સૌ. તરલાબેન દીલીપભાઈ વીરા (ઉં. વ. ૬૧) ૭-૧૦ના અરિહંતશરણ પામ્યા છે. તે દેવકાબેન વિશનજી હધુ વીરાના પુત્રવધૂ. દિલીપભાઈના ધર્મપત્ની. વિશાલ અને રિધ્ધીના માતુશ્રી. ચેમ્બુર નિવાસી નર્મદાબેન નારાણભાઈ જાદવના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ત્રગડી (સંભવપુર)ના અરવિંદ મગનલાલ મારૂ (ઉં. વ. ૬૫) અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન મગનલાલ રવજીના પુત્ર. ચંદનબેનના પતિ. ધર્મેશ, નેહા (અવની)ના પિતા. ભરત, કોડાય સવિતા નરેન્દ્ર રવજી, બિદડા વિમળા રસીકલાલ જેવત, ટુંડા મધુ દિનેશ પ્રેમજીના ભાઈ. ભુજપુર પુરબાઈ મુરજી કોરશીના જમાઈ. પ્રા: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ. કરસન લધુ હોલ, દાદર, ટા. ૨ થી ૩-૩૦.

હરસોલ સત્તાવિસ વિશા શ્રીમાળી જૈન

મોઢુકા હાલ મલાડ માતુશ્રી શારદાબેન લક્ષ્મીચંદ શાહ (ઉં. વ. ૮૬) રવિવાર તા. ૭-૧૦-૧૮ના અરિહંતશરણ પામ્યા છે. તે ઈન્દિરાબેન મનહરલાલ શાહ, રંજનબેન દિનેશકુમાર શાહ, વર્ષાબેન નરેન્દ્રના માતુશ્રી. ચંપાબેન ભોગીલાલ, મંગુબેન કેશવલાલ, શાન્તાબેન નગીનદાસ, મણીબેન તારાચંદ, શકરીબેન રવચંદ, સરોજબેન ડાહ્યાલાલના ભાભી. રૂચી મોનિકકુમાર, નિકેતના દાદી. અંજનાબેન રાજેન્દ્રકુમાર, નયના દિપકકુમાર, રેણુકાબેન જયેશકુમાર, નીલમ કમલેશકુમારના મોટીબા. પિયર પક્ષે પોપટલાલ ફુલચંદ ગાંધી (મોહનપુર નિવાસી). બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૧-૧૦-૧૮ના સવારે ૯-૩૦ થી ૧૧-૩૦. સ્થળ: પોદાર સભાગૃહ, અપર ગોવિંદનગર, મલાડ (પૂર્વ).

રાયદેશ દશા હુમ્મડ દિગંબર જૈન

પોશિના (હાલ મીરારોડ)ના જયંતીલાલ સાકલચંદ શાહ (ઉં. વ. ૭૮) તા. ૨૯-૯-૧૮ના અરિહંતશરણ થયેલ છે. તે વિમળાબેનના પતિ. સંજય, નિલેશ, જાગૃતિના પિતા. ફાલ્ગુની, વૈશાલી, સચિનકુમારના સસરા. સ્વ. ડાહ્યાલાલ, સ્વ. રસિકભાઈ, રમેશભાઈ, સ્વ. શારદાબેન કાંતિલાલ, અનીલભાઈ, સ્વ. સુરેશભાઈ, મીનાબેન પ્રકાશકુમાર દોશીના ભાઈ. ભિલોડા નિવાસી સ્વ. શાહ સાકલચંદ તલકચંદના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૨-૧૦-૧૮ના બપોરે ૨ થી ૩-૩૦. પ્રાર્થના સ્થળ: બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, શાંતિનગર, સેકટર નં. ૧૦, મીરારોડ (ઈસ્ટ).

મારવાડી જૈન

ગિંગલા હાલ ગોરેગામ રાજેશ ગેહરીલાલ વયા તે ગેહરીલાલ અને કેસરબેનના પુત્ર. તે અનુના પતિ. તે હર્ષના પિતા. તે નરેશ, અશોક, મનોજ, દિનેશ, જિતેશ, સુનીલ, હેમલ, લીલા, પ્રેમલતા, સીમા, નીપા, પ્રતિમા, પારૂલ, જીનલ અને નિશાના ભાઈ, તે હર્ષના પિતા તા. ૧૦-૧૦-૧૮ના બુધવારે અરિહંતશણ પામેલ છે. શ્રદ્ધાંજલીસભા ગુરુવાર તા. ૧૧-૧૦-૧૮ના રાજસ્થાન હોલ, આરે રોડ, ચિંતામણી પાર્શ્ર્વનાથ મંદિર પાસે, ગોરેગામ વેસ્ટ. બપોરે ૩ થી ૫ રાખેલ છે.

કચ્છી ગુર્જર જૈન

ગળપાદર અંજાર-કચ્છ હાલે ડોંબિવલી વોરા દિનેશ દેવકરણ તથા સૌ. કેતકીબેનના પુત્ર દિપેશ (ઉં. વ. ૩૩), મંગળવાર, ૯-૧૦-’૧૮ના મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વોરા કંચનબેન દેવકરણના પૌત્ર. સ્વ. અરૂણાબેન અમૃતલાલ દોશીના દોહિત્ર. ખુશ્બુ હાર્દિક શાહના ભાઈ. સ્વ. બાબુલાલ, શાંતિભાઈ, સ્વ. પ્રભુલાલ ભુપેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, ગીતાબેન, રીટાબેનના ભત્રીજા. પ્રાર્થના ૧૧-૧૦-’૧૮ ગુરુવારે ૩ થી ૪-૩૦. શ્રી કચ્છી ગુર્જર વાડી, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (ઈસ્ટ), મું.-૧૯. (લૌકિક વ્યવહાર બંધ છે).

મારવાડ વિશા પોરવાલ જૈન

કોસેલાવ નિવાસી શાંતિલાલજી રૂપચંદજી મુઠલિયા (ઉં. વ. ૬૫)નું અવસાન તા. ૯-૧૦-૧૮ના થયેલ છે. તે હિરાબાઈ, સ્વ. રૂપચંદજી મુઠલિયાના પુત્ર. સુખીબાઈના પતિ. શા. ચમ્પાલાલજી, ભરતજી, મીના સ્વ. મદનજી, પુષ્પા કિશોરજીના ભાઈ. રાકેશ, ટીના મનોજજી, પૂનમ નિકિતજીના પિતા. શ્ર્વસુર પક્ષ - સ્વ. ઉમેદમલજી જવેરચંદજી સાકરિયા (સાન્ડેરાવ). બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખી છે. ગુરુવાર ૧૧-૧૦-૧૮ સવારે ૧૧ થી ૧. સ્થળ: મેવાડ કેસરી ભવન, ભાંડુપ પોલીસ સ્ટેશન પાસે, એલ.બી.એસ. રોડ, ભાંડુપ (વેસ્ટ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટ હાલ ન્યુજર્સી-યુએસએ સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૭૦), તે કીરીટકુમાર જયંતિલાલ મહેતાના ધર્મપત્ની. ગોંડલ નિવાસી સ્વ. કુંદનબેન અને સ્વ. રસિકલાલ ઢેઢીના પુત્રી. તે સ્વ. સચિનકુમાર કીરીટભાઈ મહેતાના માતુશ્રી. વૈશાલી સચિનકુમાર મહેતાના સાસુ. સીધ્ધ સચિનકુમાર મહેતા, જૈની સચિનકુમાર મહેતાના દાદી શનિવાર, ૬ ઓક્ટોબર, ૨૦૧૮ના અમેરિકા મુકામે સ્વર્ગવાસ પામેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ctn26I
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com