12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કચ્છ નારાયણ સરોવર હાલ મીરા રોડ જોષી સ્વ. મયાશંકર કાનજી રાડીયાના પત્ની ગં. સ્વ. મનોરમા (ઉં. વ. ૭૯) તે દિલીપ, દિપ્તા, રશ્મીના માતુશ્રી. તે પલ્લવી દિલીપ, નિલેશકુમાર શર્મા, તેજસકુમાર દવેના સાસુ. તે રીંકલ, મનનના દાદી. તે સ્વ. હરિરામ દામજી પુરખા (કચ્છ બાંઢીયા)ની પુત્રી ૮-૧૦-’૧૮ના શ્રીરામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૧૧-૧૦-’૧૮ના ગુરુવારે સાંજે ૫ થી ૭. બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: સ્ટર્લિંગ ૧ હોલ, નમસ્તે બિલ્ડિંગ, પાંચમો માળ, જીસીસી કલબ, મીરા-ભાયંદર રોડ.

ગઢશીશા હાલે મુંબઈ સ્વ. ચંદુલાલ વૃજલાલ પંડયાના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૬૨), ૮-૧૦-’૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તે લક્ષ્મીબેન વૃજલાલના પુત્રવધૂ. ભાનુબેન જેઠાલાલ દવેના પુત્રી. નવીનચંદ્ર, હસમુખરાય, ઈંદુબેન, મધુબેનના મોટા બેન. નરેન્દ્ર, સુરેશ, દિનેશભાઈ જેંતીલાલ પંડયાના ભાભી. હર્ષા, રેશ્મા, રોહિતના માતા. પ્રાર્થનાસભા ઓમ આશીર્વાદ બિલ્ડિંગ, જલારામ મંદિર, મહાત્મા ફૂલે રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજુમાં, ડોંબિવલી (વેસ્ટ), ૧૧-૧૦-’૧૮ના, ૫ થી ૬.

કોળિયાક હાલ માહિમ અંબાબેન (ઉં. વ. ૮૭), તે સ્વ. પ્રાગજીભાઈ રાઘવજીભાઈ ગોહિલના ધર્મપત્ની. તે સ્વ. ડાઈબેન બાલુભાઈ રાઠોડના દીકરી. તે વજુભાઈ, હેમંતભાઈ, ઉમેશભાઈ, ભાનુબેન, ઈન્દિરાબેન, હર્ષાબેન, સુમિતાબેનના માતાશ્રી. તે સુશીલાબેન, પ્રફુલાબેન, જસુબેન, સ્વ. લાલજીભાઈ, સ્વ. દિનેશભાઈ, પ્રકાશભાઈના સાસુ. તે પ્રણય, ચિરાગ, પારિતોષ, અનિતા, સંગીતા, પિંકી, રાખી, મનિષાના દાદીમા રવિવાર, ૭-૧૦-૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૧૦-’૧૮ના સાંજે ૫ થી ૭ નિવાસસ્થાને - ડેગી હાઉસ, પ્લોટ નં. ૫૬૮, એલાઈડ ઈન્ડસ્ટ્રીઝની સામે, રામ પંજવાની માર્ગ, માહિમ (વેસ્ટ).

કપોળ

શાંતિલાલ પરસોત્તમદાસ પારેખ (ઉં.વ. ૬૬) અમેરિકામાં ૨૨-૯-’૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તે લીનાબેનના પતિ. નીહાર, રૂપલના પિતાશ્રી. જાનવી, ગોપલદાસ હિરાનીના સસરા. દામોદર યમુનાકેલી, માધુરી રાધિકાના દાદા. જાફરાબાદવાળા સ્વ. નંદકુંવરબેન પરસોત્તમદાસ પારેખ (સોનાવાલા)ના પુત્ર. ભવાનીદાસ, ડો. પ્રવિણભાઈ, સ્વ. ડો. રસિકભાઈ, અરવિંદકુમાર, નવનીતલાલ, રાજેન્દ્રભાઈના ભાઈ. સ્વ. સુશીલાબેન ધીરજલાલ મહેતા, સ્વ. યશોમતીબેન માધવદાસ મોદી, સ્વ. હંસાબેન શશીકાંત ભુતા, સૌ. રજનીબેન રમેશચંદ્ર દોશીના ભાઈ. સાવરકુંડલાવાળા સ્વ. વ્રજલાલ હરગોવિંદદાસ મહેતાના જમાઈ. સર્વ ધાર્મિક વિધિ તથા પ્રાર્થનાસભા અમેરિકા મુકામે હરે કૃષ્ણ મંદિરમાં થઈ ગયેલ છે.

કચ્છી ભાનુશાલી

સ્વ. ભા. ઉમરશી દેયાત કટારમલ (રવાણી) કચ્છ ગામ નલિયાવાલાના પુત્ર સ્વ. ચંદુલાલ (ઉં.વ. ૬૭) તા. ૧૦-૧૦-૧૮ ને બુધવારના મુંબઈ મધ્યે ઓધવશરણ પામેલ છે. ભાઈ શામજી ઉમરશી. પુત્રો ભરત, સૂરજ. જમાઈઓ શંભુરામ ઉમરશી ભદ્રારવા, તુષાર પ્રેમજી. સાસરા પક્ષે સ્વ. ધનજી નારાણજી ખાનિયાનાંગીયા. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે).

મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિ

ઉપલેટા હાલ દહીંસર (ઈસ્ટ) રશ્મિનભાઈ (ઉં.વ. ૪૧), તે ગં. સ્વ. જયાબેન ગોરધનભાઈ ધામેચાના પુત્ર. કિશોર ગોરધનભાઈ ધામેચા તથા દમયંતીબેન અરુણકુમાર મકવાણા, પ્રફુલ્લાબેન કિશોરભાઈ મારૂ તથા ઉષાબેન મયુરભાઈ ચૌહાણ, દીપાબેન મહેશભાઈ ગોહેલ, રીનાબેન કાન્તીલાલ ગોહેલ તેમના નાના ભાઈ તે તા. ૮-૧૦-૧૮ ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી ૧૧-૧૦-૧૮ને ગુરુવારે ૪થી ૬. સ્થળ: શ્રી સાઈ મંદિર હૉલ, એસ. એન. દુબે રોડ, કોકણી પાડા, દહીંસર (ઈ.), મું-૬૮, કરવીર નગર બસ નં. ૨૯૭ના લાસ્ટ બસ સ્ટોપ પાસે.

દશા સોરઠીયા વણિક

મહુવાવાળા હાલ દહીંસર સ્વ. બચુભાઈ છગનલાલ તલાટીના પત્ની ગં. સ્વ. સવિતાબેન (ઉં.વ. ૯૦) તે તા. ૬-૧૦-૧૮ને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જસવંતરાય, શશિકાંત, સ્વ. રમેશ, સ્વ. નીતીન, સ્વ. અનસુયા દામોદરદાસ શેઠ, સ્વ. જ્યોતિ કિશોરકુમાર કાટકોરીયા, સ્વ. ઉર્મિલા મહેન્દ્રકુમાર ગાંધી, સ્વ. જયશ્રી ધીરેનકુમાર લોટિયાના માતુશ્રી. તે બળવંતરાય, સ્વ. ધીરજલાલ તથા દેલુબેનના બહેન. તે સ્વ. ભીખાલાલ, સ્વ. બાબુલાલ, સ્વ. નાનાલાલ, સ્વ. શાંતીલાલ તથા સ્વ. હીરાલક્ષ્મી હસમુખરાય શાહના ભાઈના પત્ની. તે સ્વ. ભારતીબેન, સ્વ. મમતા, હર્ષા, સ્વ. દામોદરદાસ કિશોરકુમાર, સ્વ. મહેન્દ્રકુમાર તથા ધીરેનકુમારના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પરજીયા સોની

ગામ દુધાળાવાળા (હાલ દહીંસર) સ્વ. રામજીભાઈ ભગવાનજીભાઈ ધાણકના ધર્મપત્ની ગં. સ્વ. કમળાબેન (ઉં.વ. ૭૮) તા. ૭-૧૦-૧૮ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ગોપાલગ્રામવાળા કાળાભાઈ જેઠાભાઈ ધકાણની દીકરી. તે અશ્ર્વિનભાઈ, અજયભાઈ, રાજુભાઈ તથા મીરાબહેન હસમુખરાય જગડા (રાજુલા)ના માતુશ્રી. તે મીરાજ, સમર્થ, ક્રીના, વત્સલ, કસકના દાદી. તે પૂનમબહેન, ઉમાબહેનના સાસુ. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૦-૧૮ને ગુરુવારના સાંજે ૪થી ૫ વાગે રાખેલ છે. સ્થળ:- સમાજ સેવા કલ્યાણ કેન્દ્ર હૉલ, બ્લુ ગેલેક્સી બિલ્ડિંગની પાછળ, જરીમરી ગાર્ડનની બાજુમાં, મુરલીધર પાર્ટી હૉલની સામે, દહીંસર (ઈ.).

લુહાર-સુતાર જ્ઞાતિ

ગામ- વડવિયાળાવાળા (હાલ- કાંદિવલી, વેસ્ટ) સ્વ. માનુબેન રામજીભાઈ ગીગાભાઈ ડોડીયાના દીકરા. હસમુખભાઈના ધર્મપત્ની અ.સૌ. લતાબેન (ઉં.વ. ૫૪) તા. ૮-૧૦-૧૮ ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નિલેશ-કોમલ તથા મોનાના માતુશ્રી તથા લાલજી, સ્વ. ડાયાભાઈ, દુર્લભભાઈ, ગં. સ્વ. જયાબેન, હિરાબેન, અરૂણાબેન, ચંદ્રિકાબેનના ભાઈના ધર્મપત્ની. ગામ- શેખ પિપરિયાવાળા હાલ-અંધેરી સ્વ. મંજુલાબેન હિરજીભાઈ પોપટભાઈ પરમારની દીકરીની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૧૮ ને શુક્રવારે સાંજના ૫થી ૭. ઠે. લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈ.).

કપોળ

સિહોરવાળા (હાલ વાશી, નવી મુંબઈ સ્વ. ડૉ. ધીરજલાલ ભુપતરાય મુનિના ધર્મપત્ની કોકિલાબેન (ઉં.વ. ૮૦), તે રાજેશ તથા ડૉ. તુષારના માતુશ્રી. તે વર્ષા તથા રીટાના સાસુ. અપૂર્વ-સ્નેહા, ઈશાન, તન્વી તથા ડૉ. નીવાના દાદી. તે સિહોરવાળા સ્વ. કાનજીભાઈ રાઘવજીભાઈ મહેતાના દીકરી. તે મંગળવાર, તા. ૯-૧૦-૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૧૦-૧૮ના આર્યસમાજ હૉલ, પ્લોટ નં. ૬, સેક્ટર ૯એ, વાશી બસ ડેપો પાછળ, વાશી, નવી મુંબઈ. સમય સાંજે ૫થી ૭. (ચક્ષુદાન કરેલ છે).

ઔદિચ્ય ગોરવાળ બ્રાહ્મણ

ગુલાબગંજ પાલડી, હાલ અંધેરી ગં. સ્વ. ભીખીબેન (ઉં. વ. ૭૬) તે સ્વ. પરમાનંદજી ગોપાલજી ઓઝાના ધર્મપત્ની. પ્રકાશ, નિલેશ, પ્રિતી, ભાવનાના માતાજી. કિર્તી, જાગૃતિ, કૈલાશ, શૈલેશના સાસુ. તે સ્વ. જયશંકરજી ગણેશરામજી ખુતની પુત્રી. સ્વ. રમણભાઈ, ગજેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. ગોવિંદભાઈ, રુકમણી, મંજુલાના બેન મંગળવાર, ૯-૧૦-૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવારે, (સ્ત્રીઓ/ પુરુષો માટે) ૧૧-૧૦-૧૮ના ૪ થી ૬. લૌકિક પ્રથા તથા દશમાની પ્રથા બંધ છે. પ્રાર્થનાસભાનું ઠેકાણું: સ્વામી નારાયણ મંદિર, પિંકી ટોકિસની બાજુમાં, ન્યુ નાગરદાસ રોડ, અંધેરી (ઈસ્ટ).

વડનગર વિસાનાગર

વડનગર હાલ મુંબઈ પૂ. કમળાબેન (ઉં. વ. ૮૮) તે સ્વ. વલ્લભદાસ કેશવલાલ શેઠના ધર્મપત્ની. નરેનભાઈ, હિતેનભાઈ, વીણાબેન, ઉષાબેનના મમ્મી અને દર્શના, હિના, અનિલભાઈ, અશ્ર્વિનભાઈના સાસુ. કિંજલ, રુચિર, પાયલ, કૃતિકા, સ્મિત, અમનના દાદી. ચિ. હેમીના વડદાદી શુક્રવાર, ૫-૧૦-૧૮ના શ્રીજીચરણ થયા છે. સદ્ગતને શ્રદ્ધાંજલિ સમર્પણ ગુરુવાર, ૧૧-૧૦-૧૮ને સાંજે ૫ થી ૭. ઠે: વિલ્સન હાઈસ્કૂલ, ૩૫, વિલ્સન સ્ટ્રીટ, ગિરગાંવ, મુંબઈ-૪.

મોઢ બ્રાહ્મણ

રણું (વડોદરા) હાલ મુંબઈ નિવાસી ઉમાકાન્તભાઈ ગિરજાશંકર જાની (ઉં. વ. ૭૫), તે સ્વ. કોકિલાબેનના પતિ. મેહતાના પિતા. ઉમંગભાઈ રાવલ, કુણાલભાઈ મેહતા, સૌ. મેઘલબેન જાનીના સસરા. સ્વ. ઉર્મિલાબેન, સ્વ. જસુબેનના ભાઈ. ચિ. તનુષના દાદા. ચિ. અદિત અને ચિ. યશના નાનાજી સોમવાર તા. ૮-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

ભાવનગરી મોચી

ગામ નાની વડારના હાલ મલાડ સમજુબેન ભીખાભાઈ વાઘેલા તા. ૯-૧૦-૧૮ના અક્ષરધામમાં ગયા છે. (ઉં. વ. ૮૨) મોટા દીકરા બાબુભાઈ ભીખાભાઈ વાઘેલા તથા પુત્રવધૂ સરોજબેન અને પ્રદલાદભાઈ ભીખાભાઈ વાઘેલા તેમના પુત્રવધૂ ઉષાબેન. પૌત્ર કલપેશ, પ્રતીક, નીરજ. શોકસભા તા. ૧૧-૧૦-૧૮ના સાંજના ૪-૬ રાખેલ છે. ઠે.: મલાડ (ઈ), રાણીસતી માર્ગ, કાઠિયાવાડી ચોક, લક્ષ્મીનારાયણ મંદિરમાં રાખેલ છે.

વડનગરા નાગર

થાણે નિવાસી ગં.સ્વ. વિમળાબેન શરદચંદ્ર વસાવડા (ઉં. વ. ૮૦) તા. ૯-૧૦-૧૮ને મંગળવારના અવસાન પામ્યા છે. તે શ્રી સત્યેન વસાવડા, અ.સૌ. જાનવી પરિમલ જોષીપુરા તથા અ.સૌ. કેતકી રાજીવ વૈશ્ર્નવના માતુશ્રી. અ.સૌ. વિશાખાબેનના સાસુ. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૧૮ને શુક્રવારે સાંજે ૫ થી ૭. ઠે.: આનંદ સિનેમા કમ્પાઉન્ડ, સ્ટેશન રોડ, કોપ્રી થાણે (પૂર્વ).

ત્રાગડ બ્રાહ્મણ

સ્વ. હર્ષદરાય રંગીલદાસ સોની તા. ૮-૧૦-૧૮ સોમવારના દેવલોક પામ્યા છે. તે સ્વ. રેખાબેનના પતિ. સ્વ. ચેતન સોની, અ.સૌ. નૂતન કુંદનભાઈ શાહ, અ.સૌ. દીપ્તિ ધર્મેશભાઈ સોની તથા અ.સૌ. કવિતા ચીરાગભાઈ સોનીના પિતાશ્રી. અ.સૌ. સુરેખા દિલીપભાઈ પરીખ, નરેન્દ્રભાઈ સોની, સ્વ. પ્રતિભા પ્રફુલચંદ્ર મઝમુદાર, અ.સૌ. સ્મિતા ચંદ્રકાંતભાઈ ગાંધીના મોટા ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૦-૧૮ને ગુરુવારે સાંજે ૪ થી ૬. સ્થળ: પાવનધામ, મહાવીરનગર, પાવનધામ રોડ, કાંદિવલી (વેસ્ટ).

હાલાઈ લોહાણા

દ્વારકાવાળા હાલ બોરીવલી અ.સૌ. સુશીલાબેન (ઉં. વ. ૮૯) તે હિરાલાલ રણછોડદાસ ધ્રુણાના પત્ની. રજનીકાંત, યોગેશ, કલ્પના તથા હંસાબેન અશોકકુમાર મજીઠિયા, અનીલાબેન ભૂપેન્દ્રકુમાર સાગલાણીના માતુશ્રી. સ્વ. જયશ્રી મીતાના સાસુ. સ્વ. વિઠ્ઠલદાસ વલ્લભદાસ આડતિયાના પુત્રી. સ્વ. પુષ્પાબેન, સ્વ. પરસોત્તમદાસ, હસમુખરાયના બેન સોમવાર તા. ૮-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક બંધ છે.

સોરઠિયા પ્રજાપતિ કુંભાર

ભાયંદર નિવાસી સ્વ. લાડુબેન નારણ જગતિયાના પુત્ર હરેશભાઈ (ઉં. વ. ૭૫) તા. ૯-૧૦-૧૮ના રામશરણ પામેલ છે. તે ગં.સ્વ. ચંપાબેનના પતિ. ધર્મેશ, બ્રિજેશ, બિજલ રાજેશ ધોકિયાના પિતાશ્રી. તે સ્વ. ભાણજીભાઈના ભાઈ. મણીબેન પરસોતમ જેઠવાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૦-૧૮ના બપોરે ૪ થી ૬ કલાકે શ્રી મંગલમૂર્તિ હોલ, ગોડદેવ નાકા, બી. પી. રોડ, ભાયંદર પૂર્વ રાખેલ છે.

હાલાઈ લોહાણા

મૂળ ગામ ટંકારા (હાલ વિરાર) અશોકભાઈ મોહનલાલ પરસોતમભાઈ જોબનપુત્રા (ઉં. વ. ૭૨) તે રમાબેનના પતિ. સ્વ. અમૃતલાલ, મનહરલાલ, સ્વ. જયાબેનના ભાઈ. હેમેન્દ્ર (લાલુ) વિરલ (જીકુ) નિશા હર્ષદ ઠાકર, રૂપા હિતેષ ઠાકરના પિતાશ્રી. તે સ્વ. વિઠ્ઠલદાસ વાલજી રાયચૂરા (ભિવંડીવાળા)ના જમાઈ. તે રીમા નિકુંજ રાવલ, કૌશલ, હેતવી, તાનુ, શ્ર્લોક, જેનીશના દાદા તા. ૯-૧૦-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૧૦-૧૮ના સાંજના ૪ થી ૬ શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

લેઉવા પટેલ

ગામ દહિથરાથી હાલ દહીસર અ.સૌ. જયાબેન (ઉં. વ. ૫૬) તા. ૧૦-૧૦-૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. તે છગનભાઈ વલ્લભભાઈ પટેલના પત્ની, તે ચેતન, ઉમેશ, હીરેનના માતુશ્રી. અલ્પા, જલ્પા, કિંજલના સાસુમા. માન્ય, વ્રજ, રંગ, ખનક, માહીનના દાદીમા. આરના, હીયાના નાનીમા. પ્રાર્થનાસભા ૧૧-૧૦-૧૮ ગુરુવારના સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, શિવવલ્લભ રોડ, હનુમાન ટેકરી રોડ, અશોકવન, દહિસર (ઈ).

પ્રજાપતિ (કુંભાર)

સુરેશભાઈ અરજણભાઈ મેવાડાની પુત્રી મયુરીબેન ૮-૧૦-’૧૮ સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. તે અશોકભાઈ, કિશોરભાઈ, અતુલભાઈ, શાંતિબેનની ભત્રીજી. રામજીભાઈ, જગદીશભાઈ, જીતેન્દ્રભાઈ, મુકેશભાઈની ભાણેજ. રવિભાઈ, રાહુલભાઈ, ઉમેશભાઈ, મેહુલભાઈ, વિરાજભાઈ, ઉર્વશી, નીધિ, વિધી, હિનાબહેનની બહેન. માનની મમ્મીની પ્રાર્થનાસભા ૧૧-૧૦-’૧૮ના સાંજે ૩-૩૦ થી ૫-૩૦. ઠે. શ્રી સોરઠિયા પ્રજાપતિ કુંભાર સોસાયટી, ૬૦’ ફીટ રોડ, કુંભારવાડા, ધારાવી, મું.-૧૭.

નાગર બ્રાહ્મણ

સ્વ. મહાપ્રસાદ વજેશંકર પંચોળીના પુત્ર ધ્રુવભાઈ પંચોળીના નાના ભાઈ. ધૃતિબેનના પતિ. પાયલ, વત્સલના પિતાશ્રી દક્ષેશભાઈ પંચોળીનું અવસાન ૮-૧૦-’૧૮ના થયેલ છે. પ્રાર્થનાસભા ૧૧-૧૦-’૧૮ ગુરુવારના સાંજે ૫-૩૦ થી ૬-૩૦. સ્થળ: કમલકુંજ, ગ્રાઉન્ડફલોર, એસ.બી.આઈ. બેંકની સામે, સુભાષ રોડ, વિલેપારલે ઈસ્ટ.

હાલાઈ લોહાણા

પુના હાલ પનવેલ સ્વ. કાંતાબેન તથા સ્વ. ગોકલદાસ ચંદારાણાના પુત્ર કિરીટભાઈ (ઉં. વ. ૬૮), તે હસુમતીબેનના પતિ. તે જીગીષાબેનના પિતાશ્રી. મનોજ હરિલાલ યાદવના સસરા. તે કુંજના નાના. તે સ્વ. લક્ષ્મીબેન નારણદાસ દબાવ (નિધુવાલા)ના જમાઈ મંગળવાર, ૯-૧૦-’૧૮ના શ્રીજીધામમાં ગયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ગુર્જર સુથાર

ગં. સ્વ. હીરાબેન મોહનલાલ ધોળકિયા (ઉં.વ. ૮૬) લાઠી હાલ વિલેપાર્લા ૮-૧૦-’૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગિરીશભાઈ, વરીશભાઈ, હંસાબેન, સરોજબેનના માતુશ્રી. રાજેન્દ્રકુમાર પટેલના સાસુ. વનીશ, અંશના દાદી. પ્રાર્થનાસભા ૧૨-૧૦-’૧૮ના શુક્રવારે સાંજે ૫ થી ૬. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા (પશ્ર્ચિમ).

દશા સોરઠિયા વણિક

બગસરા હાલ કાંદિવલી સ્વ. રસિકલાલ રણછોડદાસ કાચલીયાના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૮૧), સોમવાર, ૮-૧૦-’૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તે ઈરોડ નિવાસી સ્વ. દેવચંદ રવજી ધ્રુવના દીકરી. કિરીટ, હેમંત, જયેશ, સ્વ. રાજેશના માતુશ્રી. તે શોભા, નીતા, પ્રીતિ, ગં. સ્વ. અલ્પાના સાસુ. તે સ્વ. પ્રાણલાલ પ્રભુદાસ સાંગાણી, સ્વ. બાબુલાલ કપુરચંદ ઘીયા, સ્વ. હિંમતલાલ દુર્લભદાસ માંડવીયા, સ્વ. જયંતીલાલ રતિલાલ ગગલાણીના વેવાણ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ

બાબરીયાધારવાળા હાલ મહુવા સ્વ. નાગરદાસ ત્રિભોવનદાસ સંઘવીના પત્ની ગં. સ્વ. ભાનુબેન (ઉં. વ. ૮૫), સ્વ. ગીરધરલાલ હરીલાલ મહેતા, સ્વ. વસંતબેન હરીલાલ મહેતા, ગં. સ્વ. કુસુમબેન જશવંતરાય મહેતાના બહેન. રાજેશભાઈ નાગરદાસ સંઘવી (ગંગાજળીયાવાળા), રમાબેન ભરતકુમાર મહેતા, મધુબેન મહેન્દ્રકુમાર પારેખ, ગીતાબેન દિપકકુમાર મહેતા, શોભનાબેન ભાવેશકુમાર મહેતાના માતુશ્રી. આરતી રાજેશભાઈ સંઘવીના સાસુ. જય, શ્રદ્ધા વૈભવકુમાર મહેતા, તૃપ્તિ મોનિલકુમાર સંઘવીના દાદી ૮-૧૦-’૧૮ને સોમવારે મહુવા મુકામે શ્રીજીચરણ પામેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા

વર્ષાબેન (વનીતાબેન) (ઉં.વ. ૪૬) ધુળકોટ હાલ કાંદિવલી તે દિલીપભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી (માકડીયા)ના ધર્મપત્ની. આકાશ, કિંજલના માતુશ્રી. નિખીલ શાહના સાસુમા ૬-૧૦-’૧૮ના નિધન થયેલ છે. સાદડી ૧૨-૧૦-’૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬. ઠે. વિશ્ર્વકર્મા હોલ, ૪૨/એ ચારકોપ ગાંવ, ગણેશ હોટલની સામે, કાંદિવલી (વેસ્ટ).

કપોળ

સિહોરવાળા હાલ વાશી નવી મુંબઈ સ્વ. ડો. ધીરજલાલ ભુપતરાય મુનિના ધર્મપત્ની કોકિલાબેન (ઉં. વ. ૮૦), તે રાજેશ, ડો. તુષારના માતુશ્રી. તે વર્ષા, રીટાના સાસુ. અપૂર્વ-સ્નેહા, ઈશાન, તન્વી, ડૉ. નીવાના દાદી. તે સિહોરવાળા સ્વ. કાનજીભાઈ રાઘવજીભાઈ મહેતાના દીકરી મંગળવાર, ૯-૧૦-’૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૧૦-’૧૮ના આર્યસમાજ હોલ, પ્લોટ નં. ૬, સેક્ટર ૯એ, વાશી બસ ડેપો પાછળ, વાશી, નવી મુંબઈ, સાંજે ૫ થી ૭. (ચક્ષુદાન કરેલ છે).

મોઢ વણિક

બોટાદના જીતેન્દ્ર જયંતીલાલ દોશીના ધર્મપત્ની ડો. શકુંતલાબેન (ઉં. વ. ૮૨), તે કોનલ, રાહુલના માતુશ્રી. સંજીવ, વૈશાલીના સાસુ. અનુષ્કાના નાની. પિયરપક્ષે સ્વ. ડો. કેશવલાલ વૈદ્ય અને સ્વ. લક્ષ્મીબેનના દીકરી. સ્વ. ડો. શરદભાઈ વૈદ્ય, જ્યોતીબેન જોષીના બેન તા. ૫મી ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

બાલાસિનોર દશાનિમા વણિક

સ્વ. કલાવતીબેન કાંતિલાલ ચુનીલાલ પરીખ (મોટા)ના પુત્ર, સ્વ. કમળાબેન ચીમનલાલ દેસાઈના જમાઈ જયેશ (ઉં. વ. ૬૧), તે પૂર્ણિમાના પતિ. ચૈતાલી, હર્ષના પિતા રવિવાર, ૭-૧૦-’૧૮ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૧૦-’૧૮ના સાંજે ૫-૩૦ થી ૭-૩૦. અવિરાહી બેન્કવેટ હોલ, લતા હોટલની સામે, સરોવર હોટલની બાજુમાં, વી. એલ. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ). (સર્વ લૌકીક તથા બરમા તેરમાની પ્રથા બંધ છે).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

124wxx
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com