21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રીલીફ રેલી: ૪૬૧ પોઈન્ટ્સનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: રોકાણકારોને રાહત થાય એવા સમાચારમાં શેરબજારમાં રીલીફ રેલી જોવા મળી હતી અને સેન્સેક્સમાં ૪૬૧ પોઈન્ટ્સનો ઉછાળો નોંધાયો હતો. ક્ધઝ્યુમર ડ્યુરબેલ્સ, રિયલ્ટી, બેન્ક, એફએમજીસી, ઓટો તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં નીચા મથાળે ધૂમ લેવાલીને પગલે બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધી શક્યો હતો.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે બુધવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૬૧ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે વેલ્યૂ બાઈંગ અને બીજા ક્વાર્ટરના સારા પરિણામોની આશાએ રાહત રેલી જોવા મળી હતી. આ ઝડપી અને અણધારી રીલીફ રેલીને કારણે શેરધારકોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો છે. બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૩,૦૮,૪૬૭.૦૪ કરોડના વધારા સાથે રૂ. ૧,૩૮,૩૯,૭૫૦.૪૦ કરોડના સ્તરે પહોંચ્યું છે. બીએસઇનો સંવેદનશીલ શેરઆંક સેન્સેક્સ ૩૪,૨૯૯.૪૭ પોઇન્ટના પાછલા બંધ સામે દિવસ દરમિયાન ઉપરમાં ૩૪,૮૫૮.૩૫ અને નીચામાં ૩૪,૩૪૬.૫૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૪૬૧.૪૨ પોઈન્ટ્સના ઉછાળા સાથે ૩૪,૭૬૦.૮૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો બેન્ચમાર્ક શેરઆંક નિફ્ટી ઇન્ડેક્સ પણ ૧૦,૩૦૧.૦૫ પોઇન્ટના પાછલા બંધ સામે ઉપરમાં ૧૦,૪૮૨.૩૫ અને નીચામાં ૧૦,૩૧૮.૨૫ પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ ૧૫૯.૦૫ પોઈન્ટ્સના ઉછાળા સાથે ૧૦,૪૬૦.૧૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ લાર્જ કેપ શેરોની સાથે નાના શેરોમાં પણ સારી લેવાલી અને આગેકૂચ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૪.૧૮ ટકા અને ૩.૪૩ ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ ૩.૬૩ ટકા, કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ ૩.૬૧ ટકા, ફાઈનાન્સ ઈન્ડેક્સ ૩.૪૮ ટકા, બેન્કેક્સ ૩.૧૧ ટકા વધ્યા હતા જ્યારે આઇટી ઈન્ડેક્સ ૧.૩૨ ટકા અને ટેકનો ઈન્ડેક્સ ૦.૮૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સ્ટેટ બેન્કે રોકડખેંચમાં અટવાઇ ગયેલી નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને ઉગારવા માટે રૂ. ૪૫,૦૦૦ કરોડની સહાય કરવાની જાહેરાત કરી હોવાને કારણે બજારના માનસમાં ચેતન આવ્યું હતું. આઇએલ એન્ડ એફએસની ગ્રુપ કંપનીઓના ડિફોલ્ટને કારણે અનેક એનબીએફસી મુસીબતમાં મૂકાઇ હોવાથી એસબીઆઇએ આ જાહેરાત કરી હતી.

એસબીઆઇના પગલાંથી બજારમાં પ્રવાહિતા વધશે અને એનબીએફસીને રાહત મળશે એ જ સાથે બજારનો ગભરાટ પણ ઓછો થશે, એવું બજારના નિરીક્ષકો માને છે. ટોચના મ્યુચ્યુઅલ ફંડના અધિકારીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત કારણ ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સહેજ સુધારો થવાને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. ફાઇનાન્શિયલ સ્ટોક્સ પણ ઓવરસોલ્ડ ઝોનમાં છે. સ્ટેટ બેન્કના પગલા ઉપરાંત રિઝર્વ બેન્કે પણ ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી શરૂ કરી હોવાથી સિસ્ટમમાંથી પ્રવાહિતાની ખેંચ દૂર થશે અને એકંદર માહોલમાં સુધારો આવશે એવું સાધનો માને છે. આરબીઆઇએ સરકારી બોન્ડમાં ખરીદી શરૂ કરી હોવાના અહેવાલ હતાં. એક ટોચના માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયામાં આવેલી મજબૂતીને કારણે બજારને મજબૂત ટેકો મળ્યો છે, પાછલા કેટલાક દિવસોમાં બોન્ડ યિલ્ડમાં તો અગાઉ જ ઘટાડો થયો છે અને એટલે જ રિલીફ રેલી જોવા મળી છે. ફોરેક્સ માર્કેટમાં ઇન્ટ્રા-ડેમાં ડોલર સામે રૂપિયો ૩૪ પૈસાના સુધારા સાથે ૭૪.૦૫ના સ્તરે પહોંચ્યો હતો. આ કારણે કથળેલા સેન્ટિમેન્ટમાંથી બહાર આવવામાં બજાર સફળ રહ્યું હતું. અમેરિકન ડોલર અને અમેરિકન બોન્ડની યિલ્ડની પીઠેહઠને કારણે વિશ્ર્વબજારમાં પણ સુધારો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ ૮૪.૩૦ ડોલરનો રહ્યો છે. જોકે, રૂપિયાની એકધારી નરમાઇ અને ક્રૂડ ઓઇલના સતત ઉછાળાને કાયમી બ્રેક લાગી નથી.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, વિદેશી સંસ્થાકીય રોકણકારો (એફઆઇઆઇ) દ્વારા એકધારી વેચવાલી ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ - ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)એ વૈશ્ર્વિક અર્થતંત્રની ગતિ ધીમી પડવાની આગાહી જોતા તેજી વધુ આગળ વદે એવા એંધાણ ઓછા દેખાઇ રહ્યાં છે. બજારના નિષ્ણાતોે કહ્યું હતું કે આગળ પણ મોટી તેજી માટે હાલ કોઇ અવકાશ જણાતો નથી. પાછલા સપ્તાહે બંને બેન્ચમાર્કે સતત પાંચમાં સપ્તાહમાં સાપ્તાહિક ધટાડો દર્શાવ્યો છે અને આ વખતે બેન્ચમાર્કે આ સપ્તાહે બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો નોંધાવ્યો છે. પાછલા સપ્તાહમાં માત્ર ત્રણ સેશનમાં સેન્સેક્સમાં ૨૧૦૦ પોઈન્ટ્સનું ધોવાણ થયું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

232c4P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com