18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કૉંગ્રેસ ગુજરાતનાં નેતૃત્વને બદનામ કરવા માટે ષડ્યંત્રો કરી રહી છે: ભરત પંડયા

અમદાવાદ: ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે કૉંગ્રેસ એક ચોક્કસ પ્રકારની ડિઝાઈન સાથે ગુજરાત વિરોધી ષડ્યંત્ર સાથે ચાલી રહી છે. કૉંગ્રેસની દરેક પ્રવૃતિઓમાં રહેલી વિકૃતિઓને ગુજરાતની જનતા જોઈ રહી છે. કૉંગ્રેસ દ્વારા કોઈને કોઈ વર્ગને ઉશ્કેરીને વાદવિવાદ ફેલાવવો. કોઈ જ્ઞાતિ કે સમાજને વારાફરથી ઉશ્કેરીને વેરઝેર ઊભું કરવું. કોઈને કોઈ ઘટનાને રાજકીય ઘટનામાં ફેરવીને હિંસા દ્વારા અશાંતિ ફેલાવવી. આ બધાં જ ઘટનાક્રમો જોઈને ગુજરાતની જનતા માને છે કે, કૉંગ્રેસ વાદ-વિવાદ, વેરઝેરની આયોજક છે, કૉંગ્રેસ જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ અને આતંકવાદની સમર્થક છે. ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં હંમેશાં કૉંગ્રેસ અવરોધક છે. ગુજરાતની પ્રેમ અને એકતા તેમ જ શાંતિ, અસ્મિતા અને અહિંસાની ઓળખને બદનામ કરવા કૉંગ્રેસની ભૂમિકા ઘાતક છે, પરંતુ ગુજરાતની જનતા તેનાં કોઈપણ બદઈરાદાઓને ફાવવાં દેશે નહીં, તેમ ભરત પંડયાએ જણાવ્યું હતું. કડીમાં રહેતાં ૫૦૦૦થી વધુ પરપ્રાંતના લોકો સાથે ૨૫ વર્ષથી હળીમળીને રહે છે. તેમના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સરકારી યોજનાઓનો લાભ પરપ્રાંતના લોકોને અપાવી રહ્યાં છે. તેમનાં ઉપર પરપ્રાંત અંગેના સંકુચિત આક્ષેપો કરવા એ કૉંગ્રેસના ધારાસભ્યનું બુદ્ધિનું દેવાળું છે. નીતિનભાઈ પરના આક્ષેપોને ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. ડોમિસાઈલ પ્રમાણપત્ર એ ગુજરાતમાં રહેતાં યુવાનોના એડમિશન અંગેનો ટેકનીકલ મુદ્દો છે. કોઈપણ જ્ઞાતિ, સમાજ કે અન્ય રાજ્યોનાં યુવાનો હોય કે જે ગુજરાતમાં રહેતો હોય તેને અન્યાય ન થાય તે માટે એડમિશનમાં ડોમિસાઈલ સર્ટિફિકેટની જોગવાઈ હોય છે. જે દરેક રાજ્યોમાં હોય છે. ડોમિસાઈલ અંગે વિધાનસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું હતું અને હાઈ કોર્ટે આની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

jW1854
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com