21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાવણનાં માનીતા ઉદ્યાન - હકગાલા વનસ્પતિ ઉદ્યાનમાં લટાર

આપણા કલ્યાણ મિત્રો - ડૉ. અશોક એસ. કોઠારીશ્રીલંકામાં ત્રણ વનસ્પતિ ઉદ્યાનો છે. ગયે અઠવાડિયે એશિયાના સૌથી સુંદર ગણાતાં રોયલ બોટેનીકલ ગાર્ડનની મુલાકાત લીધી. આજે ૧૫૦ વર્ષ જૂના હકગાલા બોટેનીકલ ગાર્ડનની મુલાકાત લઈએ. શ્રીલંકાના ગીરીમથક નોવારા ઈલિયાથી ૧૬ કિલોમીટર દૂર નોવારા ઈલીયા - બડોલા રસ્તા ઉપર આ ઉદ્યાન આવેલું છે - નજીકમાં જ સિતાજીને રાવણે જ્યાં રાખેલા તે અશોકવાટિકા આવેલી છે. કેટલાક કહે છે કે અશોક વાટિકા અહીં હતી.

હકગાલા પહાડના ઢોળાવ ઉપર છે. ઉદ્યાનની પાછળ હકગાલાનો પહાડ કે ઉંફૂ છજ્ઞભસ જે ઉંચાઈમાં ૪૫૦ મીટર (૧૫૦૦’) છે. ઉદ્યાન ૫૪૦૦’ની ઉંચાઈએ છે. વિશ્ર્વમાં સૌથી ઉંચાઈ ઉપર આ ઉદ્યાન છે. લોકવાયકા એવી છે કે પ્રાચિન જમાનામાં આ આખો વિસ્તાર રાવણનું માનીતું ઉદ્યાન હતું. રામથી બચવા રાવણે સિતાજીને આ ખડક ઉપર રાખ્યા હતા. સિતાજીને મંદોદરીનાં મહેલમાં, સીગીરીયાનાં ખડકની તળેટીમાં ‘કોબ્રાહુડ’ ગુફામાં, પ્રખ્યાત રાવણ ધોધની પાછળ જંગલમાં રાવણ ગુફામાં પણ રાખવામાં આવ્યા હતા. આમ રામ અને હનુમાન સેનાથી બચવા જુદી જુદી જગ્યાઓએ સ્થળાંતર કરવામાં આવતું હતું. હવે આપણે હકગાલા ઉદ્યાન વિષે કંઈક વધુ જાણીએ.

૧૮૬૧માં અંગ્રેજોએ આ જગ્યા પોતાનાં કબજામાં લઈ ત્યાં સીંકોનાનાં વૃક્ષો વાવવા માંડ્યા. તે સમયે મલેરિયાનાં તાવથી વિશ્ર્વભરમાં લોકો પરેશાન હતા. તેની એક જ દવા હતી - ક્વીનાઈન. આ કડવો પાઉડર સીંકોનાની છાલમાંથી બનતો હતો. ૧૮૬૪માં આ ઉદ્યાનને ચ્હાના છોડનાં પ્રયોગસ્થાન અને પછી ‘બોટેનીકલ ગાર્ડન’ બનાવવાનું નક્કી થયું. તે પ્રમાણે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મેક્સિકો, ચીન, જાપાનથી જાતજાતનાં વૃક્ષો લાવીને વાવવામાં આવ્યાં. આજે ૧૫૦ વર્ષનાં ગાળા પછી આ વૃક્ષો મોટા થડ અને ઘેરાવાવાળા બની ગયાં છે. વૃક્ષોની સરસ કાળજી લેવાય છે. પગદંડી ઉપર જરા પણ કચરો દેખાતો નથી. વૃક્ષ ઉપર વ્યવસ્થિત રીતે નામ, શાસ્ત્રીય નામ વગેરેની પટ્ટી ચોડેલી હોય છે. આપણે ત્યાંના બાગબગીચાઓમાં આનો અભાવ છે. વૃક્ષોની ઓળખ માટે ફાંફાં મારવા પડે છે. હકગાલામાં અંગ્રેજો જે સોંપી ગયા છે તેની કાળજીપૂર્વક જાળવણી થાય છે. ૧૫૦ વર્ષમાં ઘણાં વૃક્ષોએ વિશાળ તોતિંગ રૂપ ધારણ કર્યું છે.

અહીં શંકુઆકારના વૃક્ષો અને સીડાર ઑસ્ટ્રેલિયા, બરમુડા અને જાપાનથી લાવીને વાવવામાં આવ્યા છે. સાઈપ્રસ વૃક્ષો હિમાલય, ચાઈના, પર્શીયા, મેક્સિકો અને કેલિફોર્નિયાથી લાવીને વાવવામાં આવ્યાં છે. ૧૮૯૦માં વાવેલ ઈંગ્લિશ ઓક પણ છે. વાંકી ચૂકી પગદંડીઓ ઉપર આગળ ચાલતાં આ વૃક્ષો દેખાય છે. તેમનાં ઉપર લગાવેલાં પાટિયાંઓથી સહેલાઈથી ઓળખ થઈ શકે છે.

----------------------------

કપૂરનું વૃક્ષ (ઈફળાવીિ િિંયય)

જાપાના અને ચીનમાં ઊંચી ઊંચાઈએ કપુરનાં વૃક્ષ (ઈફળાવજ્ઞિ િિંયય) ઊગે છે. એક જમાનામાં મુંબઈનાં પારસી વ્યાપારીઓ અફીણનાં વ્યાપાર અંગે વહાણમાં ચીનની ખેપ કરતા હતા. ત્યાંથી કપૂરનું લાકડું લાવી પટારા બનાવતા હતા. આ પટારાઓમાં કિંમતી વસ્ત્રો સચવાઈ રહે છે. પેટી ખોલતાં એક પ્રકારની સોડમનો અનુભવ થાય છે. વાંદરામાં લકી રેસ્ટોરંટની સામેની ફૂટપાથ ઉપર શીસમ, સાગ, કપૂર, સુખડના પટારા વેચવા માટે મૂકેલા જોવામાં આવતા હતા. આવી કપૂરની એક પેટી જોતાં મ્હેં ખરીદી હતી, પરંતુ કપૂરના પ્રાચીન વૃક્ષો હકગાલામાં પ્રથમ વખત જોવા મળ્યાં.

હકગાલાનાં બીજા આકર્ષણો

અહીં સીંકોનાં વૃક્ષ ને ચ્હાનાં પ્રાચીન છોડવાઓ છે. ગુલાબ વાટિકામાં ૧૦૦ જાતનાં ગુલાબ જોવા મળે છે. ‘હર્નરી’માં જાતજાતના હંસરાજ જોવા મળે છે. તેજાના (જાશભય લફમિયક્ષ)નાં બગીચામાં તજ, ઈલાયચી, જાયફળ વગેરેનાં વૃક્ષો છે. ફળોનાં બગીચા પણ છે. ઓર્કીડ હાઉસમાં જાતજાતની ઓર્કીડ જોવા મળે છે. કેકટસ ગાર્ડનમાં ૮૦૦ જાતનાં થોરિયા જોવા મળે છે. ખડકોની ‘રોકરી’ પણ છે. જાપાનીઝ ગાર્ડન પણ છે. ગ્રીન હાઉસમાં ઓછા પ્રકાશમાં ફાલતાં છોડવા જોવા મળે છે. આ બગીચો મડુલસીમાં અને નામુકુલા પર્વત માળાને અડીને આવેલ છે. નીચે યુવા નદીની ખીણ સુંદર દૃશ્ય પૂરું પાડે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r5P1u2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com