16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હવે સ્માર્ટ પાર્ક!
સંજય શ્રીવાસ્તવ

ટીવી સ્ક્રીન અને ગેઝેટથી થોડા દૂર રહીને એક ઇચ્છા પ્રકૃતિની ગોદમાં બેસવાની થાય તો આપણી નજર બગીચા કે શહેરની હરિયાળી સમા પાર્ક તરફ જ જાય. બગીચા કે સાર્વજનિક પાર્ક ફક્ત સજાવટતરીકેકે મનોરંજન માટે જ નથી હોતા, પણ ઘરના એક મહત્ત્વપૂર્ણ હિસ્સા તરીકે, સઘન વસવાટ વચ્ચે એક આવશ્યક અવયવ તરીકે બલ્કે ઉર્જા સંરક્ષણ, પર્યાવરણ માટે આવશ્યક, જળ સંગ્રહ તથા બીજા કારણો માટે પણ અનિવાર્ય છે.

આજે ગ્લોબલ વૉર્નિંગ અને વધતા શહેરીકરણને કારણે તેના પર ભારે સંકટ તોળાઈ રહ્યું છે. મોટાં શહેરોની આધુનિકતા વધશે, નવાં શહેરો વિકસિત થશે તો વધુ ને વધુ લોકો શહેરોમાં રહેશે. એવામાં પહેલા કરતાં વધારે સાર્વજનિક પાર્કોની જરૂર પડશે. મુંબઈમાં પ્રત્યેક રહેવાસી માટે લગભગ એક વર્ગમીટરથી પણ ઓછી ખુલ્લી જગ્યા મળે છે જ્યારે ટૉકિયો અને ન્યૂયૉર્કમાં ક્રમશ: છ વર્ગમીટર અને લગભગ ૩ વર્ગમીટર ખુલ્લી જગ્યા ઉપલબ્ધ રહે છે. એવામાં ભારતનાં શહેરોને નવેસરથી સાર્વજનિક પાર્કો વિશે વિચારવું પડશે.

હવે દેશ હોય કે વિદેશ જ્યારે આ પાર્ક નવેસરથી બનાવવાના હોય તો શા માટે તેને સ્માર્ટ સિટીને પગલે સ્માર્ટ પાર્ક તરીકે નિર્માણ કરવામાં ન આવે? ભવિષ્યમાં બનનારા સાર્વજનિક પાર્ક્સ અને બગીચાઓની સજધજ અને છટા જ નિરાળી નહીં હોય, તેનાથી પણ વધારે સુંદર અને આધુનિક અને વર્તમાનથી અલગ રહેશે. સ્માર્ટ સિટીના પાર્ક, બગીચા પણ કેમ સ્માર્ટ ન હોય? મટિરિયલ સાયન્સ, ડિઝાઇનિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, સાઇબરનેટિક્સ, સેન્સર્સ અને તમામ પ્રકારની ટેકનિક તેનો ચહેરોમહોરો બદલી નાખશે.

વૈજ્ઞાનિકો બગીચાઓ અને પાર્કોના નિર્માણ તથા રખેવાળીની નવી ટેકનિક અને પદ્ધતિઓે શોધવા સાથે તેના માટે નવા વાતાવરણ અને સ્થાન પણ શોધવા લાગ્યા છે. જેમ કે જમીનપર, પાણીની અંદર, કે પછી સુરંગો અને વહેતા પાણીની ઉપર પણ. પર્યાવરણ સંબંધિત વિદ્વાનોનું અનુમાન છે કે ૨૦૨૫ સુધી કાર્બન ઉત્સર્જન એટલું વધી જશે કે આપણે આ બાબતે જૂની પરિસ્થિતિમાં પાછા નહીં ફરી શકીએ. આવામાં બગીચાઓ અને સાર્વજનિક પાર્ક્સનું મહત્ત્વ સમજી શકાય છે.

જળવાયુ પરિવર્તન અને અન્ય પર્યાવરણીય સંકટથી બચવામાં બગીચાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઇ શકે છે. આથી વૈજ્ઞાનિકો અત્યારથી આ બાબતે બહુ ઝડપથી વિચાર કરી રહ્યા છે કે ભવિષ્યમાં બગીચા કે પાર્ક કેવી રીતે નિર્માણ કરી શકાય કે તે ફક્ત પર્યાવરણીય સુરક્ષાની દૃષ્ટિએ જ ફાયદાકારક ન હોય પણ ભોજન અને ઊર્જાના ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપી શકે.

તેના માટે ટેકનિકનો વધારેમાં વધારે ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે નવી શોધ અને અધ્યયનનો વિષય બન્યો છે. તેને જોતાં અનુમાન લગાવી શકાય છે કે બે ત્રણ દાયકામાં આપણા સાર્વજનિક પાર્કો અને બગીચાઓની દશા આજ કરતાં એદકમ જુદી હશે. સૌથી પહેલા બગીચાના સંસાધનો ને બાહ્ય સ્ત્રોતની નિર્ભરતાને ઓછામાં ઓછી કરવાનો પ્રયાસ કરવાનો છે.

કોઇ પણ ઝાડ કે છોડવાઓના નિર્માણ અને વિકાસમાં હવા, પાણી, વરસાદ, જમીન, ખાદ્ય અને અનેક માનવ નિર્મિત અવયવોની આવશ્યક્તા હોય છે. નિ:સંદેહ પ્રાકૃતિક સંઘટકોને હટાવી શકાય નહીં પણ તેના પર ઓછા નિર્ભર રહીને કે તેનો ઉપયોગ ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. બગીચાના છોડવા સહિતના અન્ય તમામ ઘટકોને કનેક્ટિવિટી પ્રદાન કરવાનો પ્રયાસ છે. જે બગીચાની સુરક્ષા, સ્વાસ્થ્ય અને બીજા પ્રકારની દેખભાળ માટે આવશ્યક છે. ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, જેના હેઠળ ઉપકરણ જ નહીં, ઇન્ટરનેટથી લઇને ભૌતિક વસ્તુઓ, વાહનો ને તમામ સામાન સુરક્ષિત રહે છે, જેને સંબંધિત ડેટા કે આંકડા ભેગા કરીને બતાવતા રહે છે તે રીતે સોફ્ટવૅર, નેટવર્ક કનેક્ટીવિટી અને સેન્સર્સ વગેરે મળીને પ્રાકૃતિક રીતે સ્થાપિત બગીચા અથવા સાર્વજનિક પાર્ક અને તેના અવયવોના પર્યાવરણીય આંકડા ઉપલબ્ધ કરાવતા રહેશે.

તેનાથી ખબર પડશે કે કયા છોડવા સારા છે અને કયા ખરાબ, કોણ બીમાર છે અને કયા કારણથી. આસપાસનું તાપમાન કેટલું છે અને તે જરૂરત મુજબ છે કે નહીં. જમીનની ગુણવત્તા ક્યાં બરાબર છે, ક્યાં ખરાબ અને કોઇ છોડવા એવા તો નથી જેને પોતાની જમીન રાસ ન આવી રહી હોય. છોડવાઓ હવા અને પાણીથી પ્રદૂષણ કાઢીને પોતાનું ભોજન તૈયાર કરવામાં કેટલા સક્ષમ સાબિત થઇ રહ્યા છેતે પણ જાણી શકાય છે. સંબંધિત સોફ્ટવૅરમાં લગભગ લાખો પ્રકારના છોડવાઓના ફૂલ, પત્તીઓના રંગ, તેના ક્રમિક વિકાસ વગેરે દરેક પ્રકારના આકંડા હશે. તેના આધારે છોડવાઓની તપાસ થશે અને તેમાં ખાદ્ય અને પાણી, પ્રકાશની ઊણપની ખબર પડશે. બગીચામાં લાગેલા પ્રકાશની વ્યવસ્થામાં આ પ્રકારનાં ઉપકરણો ફિટ થશે કે નહીં અને જો છોડવાઓને દિવસમાં પર્યાપ્ત પ્રકાશ મળી ન શકે તો રાત્રે તેની પૂર્તિ થઇ જાયતે પણ સગવડ કરી શકાય. કોને પાણી જોઇએ, કોને વધારાનો તડકો કે રોશનીજોઇએ કે ક્યાં પાણી બચાવાઇ શકાય છે તે પણ ખબર પડી શકે છે. અને આ રીતે સ્માર્ટ ગાર્ડન લગભગ ૫૦ ટકા પાણીની બચત કરી શકશે. ખાદ્ય અને પાણી ક્યારે જોઇએ તેની સૂચના મેલ દ્વારા મળી જશે. સાથે જ એ સુઝાવ પણ કે ક્યાં નિષ્ણાતોની જરૂર છે અને ક્યાં સામાન્ય રીતે વ્યક્તિગત સુધારો કરી શકાય છે.

બગીચાઓ કે સાર્વજનિક પાર્ક્સ દ્વારા કાર્યવ્યવહાર તથા કાર્યવાહી પણ ડિજિટલ ટેકનિક, આધુનિક સામગ્રી અને તમામ બીજી પદ્ધતિનો ઉપયોગ કરીને થશે. આથી પાર્ક માટે ફક્ત માળી જ રાખવો પૂરતો નહીં બની રહે. પાર્ક મૅનેજર, ડિઝાઇનર, વનસ્પતિ વિજ્ઞાની અને પાર્ક ટૅક્નોલૉજીસ્ટની પણ આવશ્યક્તા રહેશે. આ પાર્કમાં સજાવટ કરેલા ઝાડ, ફૂલોના રંગ, ચહેલપહેલ થતી હોય તે રસ્તાની ટાઇલ્સ જે વીજળી ઉત્પાદન માટે પણ બનાવાયા હશે અને બીજી ડિઝાઇનો સિવાય તેની હવાની ગુણવત્તા, તાપમાન જેવી બધી જરૂરતો પર નજર રખાશે. સતત આ વાત માટે તૈયાર રહેશે અને જાગૃત રહેશે કે પાર્ક અને તેના પ્રયોગકર્તાને નવી ટેકનિકનો કેવી રીતે લાભ આપવામાં આવે છે. પાર્કમાંફુવારા કે મનોરંજન અથવા પિકનિકનો વિસ્તાર ક્યાં હશે, ફંકશન માટેની જગ્યા ક્યાં હશે અને લોકો માટેની સગવડવાળા ભવન અને રમતગમતની સગવડ ક્યાં હશે તે નક્કી કરવામાં દરેક પ્રકારના આંકડાની મદદ લેવામાં આવશે.

ડ્રાઇવર અને પ્રદૂષણ રહિત વાહન તમને પાર્કમાં એકજગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઉપલબ્ધ થશે. બગીચાની બૅંચ પર બેઠેલા લોકો તેમાં લાગેલા સોકેટ અને યુએસબી પોર્ટથી તેમના લેપટૉપ અને સ્માર્ટફોનને ચાર્જ કેવી રીતે કરી શકે અથવા આવા પ્રકારની બીજી અન્ય સુવિધાઓ વિના પાર્કના પર્યાવરણ પર અસર ન પડે તે રીતે કેવી રીતે ઊભી કરી શકાય તે પણ વિચારાશે.

આ રીતે ભવિષ્યમાં નવી ટેકનિકથી સાર્વજનિક પાર્ક અને બગીચાઓબનશે તેની દરેક પ્રકારે દેખભાળ રાખવા તત્પરતા છે તો ભવિષ્યમાં બગીચાઓ અને પાર્ક અસાધારણરીતે વિક્સાવવામાં આવશે તેવી શક્યતા છે. તેમાં બગીચાની વ્યવસ્થા જંગલ જેવી જ હશે. તેને ફોરેસ્ટ ગાર્ડનિંગ કહેવાય છે. આ પરિકલ્પના જૂની છે અને આજકાલ તેની ઑસ્ટ્રેલિયા સહિત કેટલાક દેશોમાં ફેશન છે. એવી આશા રખાઇ રહી છે કે આ નવા આયોજનને આધુનિક્તાનું આવરણ પહેરાવીને ભવિષ્યમાં કેટલાક ટેકનિકલ બદલાવ સાથે સર્જન કરાશે. આ રીતે વિકાસ કરાયેલા બગીચાઓની ખાસ દેખભાળ માટે કોઇ માળીની જરૂરત નહીં રહે.

જંગલમાં ભલા કયો માળી તેની દેખભાળ કરે છે? ના તો તેમાં પાણી આપવું પડે છે ના ખાદ્ય. ના ખાડા ખોદવા પડે છે ના અનપેક્ષિત ઊગેલું ઘાસ ઉખાડવાનું હોય છે. આ બગીચાઓ ઑર્ગેનિક, વાઇલ્ડ લાઇફ ફ્રેન્ડલી અને ઝાડ કે છોડવાઓ પર હંમેશાં થતા રોગોથી મુક્ત હશે. આ બગીચા તમારા ખાવાના બિલમાં પણ કપાત લાવશે. ફોરેસ્ટ ગાર્ડનિંગવાળા બગીચા તમારા ટેરેસ પર કે ઘરની આગળ પાછળ ખાલી જમીન પર ક્યાંય પણ વિકસિત કરી શકાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r3g6M50
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com