19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુંડળીમાં કયો યોગ હોય તો જાતકને ઘણાં બધાં સંતાન હોય છે?

એસ્ટ્રોટિપ-ધવલ કાંધિયા



નિર્ગુણકુમારે વહેલી સવાર સવારમાં નવગ્રહસિંહને ફોન કર્યો. સામેથી કોલર ટ્યુન સાંભળ્યો,‘તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હો ગા...’ નવગ્રહસિંહે ફોન ઉપાડ્યો અને બોલ્યો,‘બોલો નિર્ગુણજી, હું તમારી શું સેવા કરી શકું છું?’ નિર્ગુણકુમાર બોલ્યો ‘તમારો કોલર ટ્યુન જરા વિચિત્ર નથી?’ નવગ્રહસિંહ બોલ્યો ‘કોલર ટ્યુન બરાબર છે તમારી સોચ વિચિત્ર છે. એટલે સોચ બદલો ઇન્સાન બનો.’ નિર્ગુણકુમાર ગુસ્સે થઇ ગયો અને બોલ્યો ‘તમે મને કહેવા શું માંગો છો?’ નવગ્રહસિંહ બોલ્યો ‘તમે મનમાં જે વિચારો છો એ?’ નિર્ગુણકુમાર બોલ્યો ‘હવે તમે અંતરયામી થઇ ગયા છો. હું શું વિચારું છું એ પણ તમને સમજવા માંડ્યું છે?’ નવગ્રહસિંહ બોલ્યો ‘એવું જ કાંઇક સમજો.’ નવગ્રહસિંહ બોલ્યા ‘આ બધી વાત છોડો અને મુદ્દાની વાત પર આવો.’ નિર્ગુણકુમાર બોલ્યા ‘બોલો શું મુદ્દાની વાત છે?’ નવગ્રહસિંહ બોલ્યો ‘આજે સાહેબની કોઇ એપોઇન્ટમેન્ટ્સ નથી એટલે સાહેબ આજે એકદમ ફ્રી છે. જો તમારા ક્લાયન્ટ્સને ક્ધસલ્ટિંગ માટે સાહેબ પાસે લાવવા હોય તો લાવી શકો છો. ભાદરવો મહિનો શરૂ થઇ ગયો છે અને ગરમી બહુ વધી ગઇ છે. એટલે સરસ મજાનું ચિલ્ડ વરિયાળી શરબત તમને ક્રોમ્પ્લિમેન્ટરી સર્વ કરવામાં આવશે.’ નિર્ગુણકુમાર બોલ્યો ‘મારો એક મિત્ર છે બિપિન. બહુ દિવસથી મારી ઇચ્છા હતી કે હું સાહેબ સાથે મેળાવું પણ યોગ જ નહોતો બનતો. ચાલો આજે બિપિનની મુલાકાત સાહેબ સાથે કરાવી દઉં છું.’ નિર્ગુણકુમાર બોલ્યો ‘મારી એક નાનકડી શરત છે.’ નવગ્રહસિંહ બોલ્યો ‘શું શરત છે?’ નિર્ગુણકુમાર બોલ્યો ‘આ નલિની આજકાલ બહુ મોઢું ચડાવીને બેઠી હોય છે, જરા સમજાવી દેજો આપણી સાથે આવું બધું ચાલશે નહીં, એમ કહીને નિર્ગુણકુમારે ફોન કટ કર્યો.

બરાબર બપોરના ધોમ તડકે ૧૨ વાગે ઓફિસની ડોર બેલ વાગી. નિલીનીએ દરવાજો ખોલ્યો અને જોયું તો નિર્ગુણકુમાર સાથે બિપિનભાઇ ઊભા હતા. નલિનીએ ખૂબ માનપૂર્વક નિર્ગુણકુમારનું સ્વાગત કર્યું અને જ્યોતિષવિશારદ સાહેબ સાથેની કેબિનમાં જવા માટે વિનંતી કરી. નિર્ગુણકુમાર બિપિનભાઇની ઓળખાણ નવગ્રહસિંહ, નલિની અને જ્યોતિષવિશારદ સાહેબ સાથે કરાવી. નિર્ગુણકુમાર બોલ્યો ‘સાહેબ આ બિપિન મારો બચપણનો મિત્ર છે. બોર્ન ઇન મિડલ ક્લાસ. ૧૮મા વર્ષે લગ્ન થઇ ગયાં. બાપુજી એમના વૈદ્ય! એટલે આયુર્વેદિક મલમ બનાવવામાં બિપિનની માસ્ટરી હોં. પૈસે ટકે બિપિન આમ સુખી છે. સાહેબ મને એવું લાગે છે કે બિપિનની કુંડળી યુનિક હોવી જોઇએ? આજના જમાનામાં તો લોકો ફેમિલી પ્લાનિંગને બહુ મહત્ત્વ આપે છે. બિપિન અમારો બહુ ઢીલો. બિપિનની વર્ષોથી એવી માન્યતા છે કે પરિવાર જેટલો મોટો એટલું જીવનમાં સુખ વધારે. એની આ ફિલોસોફી બહુ જોરદાર છે. બિપીનને ૪ દીકરાઓ છે. અતુલ, રાજેશ, જયેશ અને મિતુલ અને ત્રણ દીકરીઓ મીતાલી, સુમતી અને વાસંતી.’ બિપિન બોલ્યો ‘સાહેબ આપણો પરિવાર મોટો હોય તો જીવન કેટલું આનંદમય લાગે.’ નલિનીએ હસતાં હસતાં જ્યોતિષવિશારદ સાહેબને પ્રશ્ર્ન કર્યો કે ‘સાહેબ કુંડળીમાં એવો કયો યોગ હોય છે કે જાતકને ઘણાં બધાં સંતાન હોય છે, જરા જ્યોતિષશાસ્ત્રના આધારે સમજાવશો?’ જ્યોતિષવિશારદ સાહેબ મલકાઇને બોલ્યા કે ‘બિપીનભાઇની કુંડળીમાં જરૂર અતિ સંતાન યોગ હશે?’ નિર્ગુણ કુમાર બોલ્યો ‘સાહેબ અતિ સંતાન યોગ એટલે શું ?’ જ્યોતિષવિશારદ સાહેબ બોલ્યા કે ‘કાળ પુરુષની કુંડળીમાં પાંચમા ભાવનો માલિક ગ્રહ સૂર્ય છે, એનાથી પાંચમા ભાવનો માલિક ગ્રહ એટલે કે નવમા ભાવનો માલિક ગ્રહ ગુરુ છે. જો કોઇ જાતકની કુંડળીમાં પંચમ અને નવમ ભાવના માલિક ગ્રહોનો સંબંધ ગુરુ, સૂર્ય અને લાભેશ સાથે હોય અને જો ગુરૂ અને સૂર્ય કુંડળીમાં ૧૧મા ભાવમાં બેઠા હોય તો જાતકને ત્યાં સંતાનોની સંખ્યા મોટી હોય છે એવું જોવામાં આવ્યું છે. આ યોગને અતિ સંતાન યોગ કહેવામાં આવે છે.’ નિર્ગુણકુમાર બોલ્યો ‘સાહેબ આપની વાત એકદમ સાચી છે. બિપિનભાઇની કુંડળી મેષ લગ્નની છે. કુંડળીમાં પંચમ ભાવનો માલિક સૂર્ય અને નવમ ભાવનો માલિક ગુરુ બંને ગ્રહો ૧૧મા ભાવમાં બેઠા છે અને ગુરૂ ૧૧મા ભાવના માલિક શનિ સાથે પરિવર્તન થકી સંબંધમાં આવી રહ્યો છે. હવે મને સમજાઇ ગયું સાહેબ આ અતિ સંતાન યોગ શું છે. ’ નવગ્રહસિંહ સરસ મજાનું વરિયાળી શરબત લઇને આવ્યો અને શરબત પીને બિપિનભાઇ અને નિર્ગુણકુમાર પાછા વળ્યા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2My3rw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com