21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ન્યુ યોર્કની પહેલી સાંજ...

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીન્યુયોર્કમાં પગ મૂકતા પહેલાં જ ન્યુ યોર્કની ઓળખ, ત્ોનો પ્રભાવ, ત્ોનો ઓરા ગમે ત્ોના મન પર ફરી વળે. કદાચ જેન્ો અમેરિકાનો કોઇ આઇડિયા પણ ન હોય ત્ોના માટે પણ ન્યુ યોર્કનાં દૃશ્યો તો અજાણ્યાં નહીં જ હોય. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, વોલ સ્ટ્રીટ, સ્ટેચ્યુ ઑફ લિબર્ટીથી માંડીન્ો બ્રૂકલીન બ્રિજ, ટાઇમ સ્ક્વેર, સ્ોન્ટ્રલ પાર્ક, ગુગનહાઇમ, ટ્રાઇબ્ોકા, વર્લ્ડ ટ્રેડ સ્ોન્ટર ગ્રાઉન્ડ ઝીરોની વાત કરવામાં પણ દુનિયાના કોઈ પણ ખૂણાનાં માણસો ઉત્સાહથી જોડાઈ શકે ત્ોમાં કોઈ શંકા ન હોઈ શકે. ન્યુ યોર્કમાં ટૂરિઝમ ઉપરાંત રસના અન્ોક વિષયો હોય ત્ો માણવામાં કદાચ આખી જિંદગી ઓછી પડે.

એવામાં ઇન્ડિયાનાપોલીસથી ન્યુ યોર્ક જતી ફ્લાઇટમાં વિચાર આવતો હતો કે આ શહેરન્ો ફિલ્મોમાં, ટીવી સિરીઝમાં, પુસ્તકોમાં, સ્ટેન્ડ કોમેડી મારફત્ો, મિત્રો મારફત્ો એવું વિગત્ો અનુસર્યું છે કે ત્યાં પહેલીવાર જવાનો ઉત્સાહ અન્ો અન્ોક વાર જોઈ ચૂક્યા હોવાની રાહત એકસાથે અનુભવાતાં હતાં. ધાર્યું હતું ત્ો બધું થઈ શકવાનું ન હતું, પણ ન્યુ યોર્કની પહેલી મુલાકાત યાદગાર અન્ો જરાય ક્લિશે ન બની જાય ત્ો માટે પ્ાૂરતું પ્લાનિંગ કરેલું. ત્ોમાં સૌથી પહેલી બાબત એ નક્કી હતી, જોવાલાયક સ્થળોનું પોતાનું લિસ્ટ બનાવવું અન્ો બાકી શહેરન્ો પોતાની વાર્તા કહેવા દેવી. ન્યુ યોર્ક ટચૂકડું પણ એવું ભરચક છે કે ત્યાં ટૂરિસ્ટ ટ્રેપમાં ફસાઈ જવાની પણ પ્ાૂરી શક્યતા છે. જોકે ત્યાંથી ગુજરાતીઓ કોઈ ન્ો કોઈ મિત્રો, પરિચિતોન્ો મળ્યા વિના પણ પાછાં ન આવી શકે.

આઈસલૅન્ડ અન્ો કિઆન્તીમાં આહ્લાદક વેકેશન્સ સાથે વિતાવ્યા પછી ન્યુયોર્કનો બ્ોઝ તો નાનપણનાં મિત્રો જીગર અન્ો આનલન્ો ત્યાં જ બનવાનો હતો. ત્ોમના પોતાના પણ થોડા મનપસંદ આગ્રહો હતા. ન્યુ યોર્કમાં ત્ોમની પસંદગીની પ્રવૃત્તિઓ પણ લિસ્ટનો ભાગ બની. ન્ોવાર્ક ઍરપોર્ટ પર આનલ લેવા આવી. કુમાર અઠવાડિયા પછી જોડાવાનો હતો. ન્યુયોર્કમાં એ સાત દિવસ મોટાભાગ્ો એકલા ભમવામાં વિતાવવા માટે હું અત્યંત ઉત્સાહમાં હતી. કોલમ્બિયા યુનિવર્સિટી વિઝિટ, મોમા મ્યુઝિયમ, ન્યુ યોર્ક પબ્લિક લાઈબ્રેરીમાં ચાલી રહેલી કોમિક કોન મારા લિસ્ટ પર હતાં. કશું ચિલાચાલુ નહોતું કરવું. આવું બધું વિચારેલું ત્ો બધું ન્ોવાર્કથી દેખાયેલી મેનહેટ્ટન સ્કાયલાઇનની પહેલી ઝલકમાં ક્યાંય ભુલાઈ ગયું. આ સ્કાયલાઇન કદાચ ભારતના કે જર્મનીના કોઈ શહેર કરતાં પણ વધુ જાણીતી લાગતી હતી, અન્ો ન્યુ યોર્કમાં ત્ો પહેલી ઝલક પછી પણ આ સ્કાયલાઇન કોઇ ન્ો કોઈ રીત્ો નજરે પડી જ જતી હતી.

પહેલેથી અનોખું ધાર્યું હોવાં છતાં, અહીં સાંજે આનલ સાથે મેનહેટ્ટનમાં ટ્રાઇબ્ોકામાં પહેલી પબ વિઝિટમાં ન્યુ યોર્કની અજાયબી જેવી જિંદગી નજીકથી વાસ્તવિક અન્ો રોજિંદી લાગવાની શરૂ થઈ રહી હતી. સાંજે લોકો પોતાનાં કામથી પાછાં ફરી રહૃાાં હતાં. ક્યાંક ફૂડ પિકઅપ થઈ રહૃાું હતું તો ઘણાં રેસ્ટોરાંમાં રિઝર્વેશન વિનાનાં લોકોની લાઇનો લાગી હતી. શહેરના દર ખૂણે બ્ો સ્ટારબક્સ કંઇક વધુ પડતાં ખૂલી ગયાં હોય ત્ોવું લાગતું હતું. થોડા કલાકોમાં જે પણ જોવા મળેલું ત્ોમાં એક વાત નક્કી થઈ ગઈ હતી. અહીં લોકો ઘરે ખાવાપીવામાં નથી માનતાં. એટલે જ કદાચ દુનિયામાં સૌથી વધુ પર સ્કવેર ફીટ કાફે અન્ો રેસ્ટોરાં પણ ન્યુ યોર્કમાં જ છે.

અંધારું થતાં શહેરન્ો લાઇટો ટેકઓવર કરવા લાગી. એકવાર ન્યુ યોર્કની સબવે લાઇન્સ, ડિસ્ટ્રિક્ટ, નંબર્ડ સ્ટ્રીટ્સ અન્ો વિસ્તારોની હાઇરારકી સમજાવા લાગ્ો એટલે શહેર વધુ ન્ો વધુ નાનું બનતું જાતું હોય ત્ોવું લાગતું હતું. સાંજે જીગર પણ અમારી સાથે જોડાયો અન્ો પછી સાંજનો પહેલો સ્કાયલાઇન વ્યુ જોવા માટે અમે ન્યૂ જર્સીના હોબોકન તરફ ઊપડ્યાં. હોબોકનનો ભારતીયો સાથેનો નાતો કેવો છે એનો અંદાજ તો ત્યાંના હોલના મેયર રવિ ભલ્લાના નામથી જ આવી જાય. ન્યૂ જર્સીન્ો ભારતીયોએ અન્ો ઘણાં અંશે ગુજરાતીઓએ ટેકઓવર કરી લીધું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. રસ્તામાં ડૉક્ટર્સ ક્લિનિક્સ અન્ો એડવોકેટ્સ ઑફિસ, ઠેરઠેર ભારતીય નામ દેખાઈ જતાં હતાં.

જોકે આ રિજનમાં આવીન્ો વસ્ોલાં અઢળક ઇટાલિયન ઇમિગ્રાન્ટ્સનો પ્રભાવ પણ ત્યાં દરેક ખૂણે, ખાસ કરીન્ો લોકપ્રિય ન્યુયોર્ક પિઝા સ્લાઇસમાં દેખાતો હતો. આ જ મિત્રો સાથે ઇટાલીમાં ઘણા પિઝા ગપચાવેલા, પણ આ ન્યુયોર્ક સ્ટાઇલ પિઝા સ્લાઇસની સાઇઝ પણ ત્યાંની રેપ્યુટેશન જેટલી જ મોટી નીકળી. ત્ોમાંય હોબોકનમાં બ્ોની ટુડિનોઝની પિઝા સ્લાઇસન્ો તો ખુદ ન્યુયોર્ક અન્ો ન્યૂ જર્સીવાળા પણ બમણી માન્ો છે. ન્યુ યોર્કે દુનિયાભરની સંસ્કૃતિન્ો પ્રભાવિત કરવા સાથે પિઝા બનાવવામાં પણ જાણે પ્રભુત્વ હાસલ કરી લીધું હોય ત્ોવું લાગતું હતું. અહીં લોમ્બાર્ડી પરિવારે છેક ૧૯૦૫માં પહેલીવાર પિઝેરિયા શરૂ કરેલું અન્ો આજે ન્યુયોર્ક સ્ટાઇલ પિઝાનો પોતાનો આગવો ઇતિહાસ છે ત્ો જાણીન્ો એમ પણ લાગ્ો કે અમેરિકનો પોતાના પ્રમાણમાં ઘણા નવા કલ્ચરન્ો હાઇપ અપ કરવામાં કેવા માહેર છે. પિઝા સ્લાઇસ સાથે હોબોકન પાસ્ોથી હડસન રિવર પર થઈન્ો ઓટમની શરૂઆતની ક્રિસ્પ હવામાં ઊભા ઊભા મેનહેટ્ટન સ્કાયલાઇનમાં ઇમારતો સાથે જોડાયેલાં પોપ કલ્ચર રેફરન્સ આ ટ્રિપન્ો કોઈ જુદા જ સ્તરે લઈ જઈ રહી હતી.

હડસન રિવર વોટરફ્રન્ટ વોક વેથી માંડીન્ો પિયર ૧૩ વચ્ચે ઘણીવાર સુધી ત્યાં સમય વિતાવ્યો. અહીં દાસપાસોસની નવલકથા ‘મેનહેટ્ટન ટ્રાન્સફરથી માંડીન્ો વૂડી એલનની ફિલ્મો અન્ો ‘ન્યૂયોર્કર મેગ્ોઝિનના બ્ૉક ઇશ્યુઝ યાદ આવી રહૃાાં હતાં. ન્યુ યોર્કમાં બધી ચિલાચાલુ બાબતો પણ ખાસ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

76JE01Vm
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com