18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અનુષ્કા શર્માને સ્ટાર પ્રસિદ્ધિ નથી ગમતી

ફિલ્મી બાતેં-આશકા શાહતેની શરૂઆતની કારકિર્દીમાં જ નિર્માતા તરીકે ફિલ્મનિર્માણના વ્યવસાયમાં ઝંપલાવવાનું જોખમ લેનાર અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી વધારે મહેનતાણું લેનારી અભિનેત્રીઓમાંની એક છે અને ૨૦૧૮ના વર્ષની ‘ફૉર્બ્સ થર્ટી’માં ૩૦ વર્ષની નીચેની ઉંમરની એશિયાની હસ્તીઓની યાદીમાં તેનું નામ આવ્યું હતું. તેને ફિલ્મોમાં ઘણી પ્રસિદ્ધિ મળી છે, પણ તેનાથી તેને જીવનમાં શું મળ્યું? તેનો જવાબ તો અનુષ્કા પાસે પણ નથી. તે કહે છે, ‘મને આ પ્રશ્ર્નનો ઉત્તર ક્યારેય નથી મળ્યો. મેં તેના વિશે ક્યારેય વિચાર્યું પણ નથી. પ્રસિદ્ધિ મારા માટે હંમેશાં થોડી મૂંઝવનારી બની રહે છે. હું એવી કલાકાર નથી, જેને સંપૂર્ણપણે પસિદ્ધિને વળગી રહેવું ગમે. જેમ કે સલમાન ખાન સ્ટાર છે અને તેને પ્રસિદ્ધિબહુ ગમે છે. વરુણ ધવનની વાત કરીએ તો તેને સ્ટારડમ માણવું ગમે છે. તે જ્યારે અન્ય શહેરોમાં જાય છે ત્યારે ટોળાની અંદર રહેવું તેને ગમે છે. તેને તે બહુ સાનુકૂળ પણ લાગે છે. જ્યારે હું સ્ટારડમ પ્રત્યે એટલો મોહ નથી રાખતી.’

અનુષ્કા કહે છે, ‘હું બહુ સામાન્ય રીતે રહેવા માગું છું. મને પણ સામાન્ય મહિલાઓની જેમ શોપિંગ કરવું ગમે છે. મને ગ્રોસરી સ્ટોરમાં જઇને ખરીદી કરવા ગમે છે. જીવનમાં સરળ વસ્તુઓ સામાન્ય રીતે કરવી ગમે છે. પ્રસિદ્ધ એ તલવારની બે બાજુની તીક્ષ્ણ ધાર જેવી હોવાનું માનું છું. મારી ફિલ્મો દર્શકો જુએ છે ત્યારે મને ખરેખરો સંતોષ મળે છે. હું ઇચ્છું છું કે મારી ફિલ્મો વધુ ને વધુ લોકોજુએ. મને એ પણ ખબર છે કે મારા ખરાબ સમયમાં મારા ચાહકોએ મને કેટલો સાથે આપ્યો હતો. આથી હું તેમને મારું ઘણુંબધું આપવા માગું છું. સુપરસ્ટાર શાહરુખ ખાન સાથેની ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી ડેબ્યુ કરનાર અનુષ્કાએ તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. તે કહે છે, "રબ ને બના દી જોડી’ ફિલ્મે મને લૉન્ચ થવાની તક આપી, પણ શૉબિઝમાં મારો પ્રવાસ કંઇ બહુ સહેલો નથી રહ્યો. ‘બદમાશ કંપની’, ‘પતિયાલા હાઉસ’, ‘બૉમ્બે વૅલ્વેટ’, ‘માતૃ કી બિજલી કા મંડોલા’ અને ‘જબ હેરી મેટ સેજલ’ જેવી ફલોપ ફિલ્મોનો પણ મારે સામનો કરવો પડ્યો છે. જ્યારે ‘જબ તક હૈ જાં’, ‘પીકે’, ‘એનએચટેન’, ‘દિલ ધડકને દો’ ‘સુલતાન’ અને ‘સંજુ’ જેવી ફિલ્મો માટે મને પ્રશંસા પણ મળી છે.’

નિર્માતા તરીકે અનુષ્કાએ ‘એનએચટેન’, ‘ફિલ્લૌરી’ અને ‘પરી’ એમ ત્રણ ફિલ્મો બનાવી હતી. તે ત્રણેય ફિલ્મમાં તેણે અભિનય પણ કર્યો હતો. અનુષ્કાને ફિલ્મોમાં એક્સપરિમેન્ટ્સ કરવા બહુ ગમે છે, પણ સાથે નિષ્ફળ જવાની ચિંતા તો રહે જ. તે કહે છે, હું જ્યારે ફિલ્મો બનાવું છું ત્યારે મને વિચાર આવે કે લોકોને આ ફિલ્મ સમજાશે? ‘એનએચટેન’ જેવી ફિલ્મો એ ગ્રેડના કલાકાર માટે કરવી અઘરી છે. તે થોડી જોખમકારક પણ કહેવાય. ‘પરી’ જેવી ફિલ્મો પણ હવે દર્શકો સ્વીકારે છે.’ અનુષ્કાની તાજેતરમાં ‘સૂઇ ધાગા’ ફિલ્મ રિલીઝ થઇ છે. તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી પણ અનુષ્કા ફિલ્મોમાં સક્રિય જ રહી છે અને આગળ પણ રહેવાની છે. તે અભિનેત્રી તરીકે પ્રતિભાશાળી છે. આથી તેણે ફિલ્મોમાં કામ કરવું ચાલું જ રાખવું જોઇએ એ વાત પણ સાચી છે. હજુ તોતેની કારકિર્દી બહુ ટૂંકી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

403s3f07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com