19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રણબીરઆલિયાને કહે છે યસ બૉસ!

કવર સ્ટોરી-અગસ્ત્ય પુજારા



રણબીરકપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે તે બધાને ખબર છે. હવે તો બંને લગ્ન કરવાના છે તે વાતો પણ ચગી છે, કારણ કે બંનેના કુટુંબીજનોને પણ તેમના સંબંધો સામે વાંધો નથી. બંનેએ ખુલ્લમ ખુલ્લા તેમના પ્રેમનો એકરાર નથી કર્યો પણ બધાને તેની ખબર છે. બંને સાથે સારો સમય વીતાવે છે, એકસાથે પાર્ટીમાં કે એવૉર્ડ સમારોહમાં જાય છે. બંને અત્યારે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ દરમિયાન જ બંનેનો પ્રેમ પાંગર્યો હતો. કેટરિના અને દીપિકા પદુકોણ સાથે પ્રેમના ફાગ ખેલ્યા પછી બ્રેક અપ થઇ જતા રણબીર પણ બહુ નિરાશ થઇ ગયો હતો, પણ હવે તેને આલિયામાં સારી જીવનસાથી દેખાઇ છે અને બંને લગ્નના માર્ગે આગળ વધી રહ્યા છે. દીપિકા રણબીરને છોડીને રણવીર સાથે લગ્ન કરી રહી છે અને કેટરિના ફરી સલમાન પાસે ગઇ તો રણબીર પણ શું કામ પાછળ રહે? તેણે પણ યુવાન અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયાને પસંદ કરી લીધી અને હવે બંને લગ્નના વાજાં ભલે ગમે ત્યારે વગાડે પણ આલિયા તો અત્યારથી જ રણબીર પરપતિ જેવો હક્ક જમાવા માંડી છે. અત્યારે તો તે તેનો બૉયફ્રેન્ડ છે, પણ આલિયા તો રણબીરના જીવન પર કબજો મેળવવા લાગી છે. બંને બલ્ગેરિયામાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સારો એવો સમય સાથે વીતાવ્યો હતો, કારણ કે ત્યાં તેમની પાછળ પડવાવાળું કોઇ મીડિયા નહોતું. આથી બંને વધારે એકબીજાની નજીક આવી ગયા. યુનિટના એક સૂત્રએ તો જણાવ્યું હતું કે આલિયા સેટ પર પણ રણબીરનું એટલું ધ્યાન રાખતી હતી કે ખબર પડી જ જાય કે બંને વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. રણબીર કપૂર ખાવાનો બહુ શોખીન છે. હંમેશાં કંઇક ને કંઇક ખાતો રહે છે. તે કપૂર ખાનદાનનો છે આથી તે પ્રમાણે ખાવા માટે પ્રસિદ્ધ હોય જ. આથી આલિયા હવે રણબીરની ખાણી-પીણી પર પણ નજર રાખી રહી છેકે તેણે ક્યારે ખાવાનું, શું ખાવાનું અને કેટલું ખાવાનું એ બધું આલિયા નક્કી કરે છે. રણબીરનું જંક ફૂડ તો તેણે બંધ જ કરાવી દીધું છે એવું જણાવા મળ્યું છે.

આમ, આલિયા હવે રણબીરની ડાયેટિશિયન બની ગઇ છે. એમ કહીયે કે તેની બૉસ બની ગઇ છે તો ચાલે. જોકે, તેની બૉસગીરીનો રણબીર પણ આનંદ ઉઠાવી રહ્યો છે. આમ, રાજાને ગમી રાણી તો કોઇએ શું કરવા વચ્ચે પડવાનું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Okm70238
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com