17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નશામાં ચૂર જમાઈએ સાસુને પહેલા માળેથી ફેંકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: દિવ્યાંગ પુત્રીને ત્રાસ આપનારા જમાઈને સમજાવવા ગયેલી સાસુને જમાઈએ જ ઈમારતના પહેલા માળેથી નીચે ફેંકી દીધી હોવાની ઘટના ઘોડબંદર રોડ પરના પૉશ કૉમ્પ્લેક્સમાં બની હતી. ગંભીર ઇજાને કારણે વૃદ્ધ સાસુનું મોત નીપજતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી જમાઈની ધરપકડ કરી હતી. કાસારવડવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અંકુશ ભટ્ટી (૩૨) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીને ૧૫ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોઈ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સોમવારે મધરાતે ઘોડબંદર રોડ પરની રુમા બાલી ઈમારત ખાતે બની હતી. પહેલા માળેથી નીચે પટકાયેલી કમલજીત કૌર (૬૮)ને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ પ્રકરણે કૌરના પુત્રની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે હિરાનંદાની કૉમ્પ્લેક્સમાં રહેતી કૌરની દિવ્યાંગ પુત્રીના છૂટાછેડા થયા બાદ તેણે બીજાં લગ્ન અંકુશ ભટ્ટી સાથે કર્યાં હતાં. લગ્નમાં કૌર પરિવારે ભટ્ટીને સુખ-સગવડની ખાસ્સી એવી વસ્તુઓ આપી હતી. એ સિવાય તેમના ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે દારૂના નશામાં ભટ્ટી વારંવાર પત્નીને ત્રાસ આપતો હતો. છેલ્લા એકાદ વર્ષમાં અનેક વાર કમલજીત કૌર જમાઈને સમજાવવા ઘોડબંદર ગઈ હતી. તાજેતરમાં પિયર આવેલી પુત્રીએ ફરી પતિ દ્વારા અપાતા ત્રાસની ફરિયાદ કરતાં તે અંગે પૃચ્છા કરવા કૌર જમાઈને ઘેર ગઈ હતી.

રાતે સવાઆઠ વાગ્યાની આસપાસ ઘોડબંદરના કૉમ્પ્લેક્સમાં પ્રવેશેલી કૌર સાથે ભટ્ટીનો ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી ભટ્ટીએ માથામાં સ્પ્રેની બૉટલ ફટકારી સાસુને બેડરૂમની ગૅલરીમાંથી નીચે ફેંકી દીધી હતી. પોલીસને આ બાબતની જાણ રહેવાસીઓએ કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c47415
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com