14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈના ૧૦ જોખમી પુલને જમીનદોસ્ત કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરી ગોખલે પુલ દુર્ઘટના બાદ મુંબઈના જોખમી પુલ સામેનું જોખમ હજી પણ કાયમ છે ત્યારે પાલિકા પ્રશાસને બહુ જલદી મુંબઈના ૧૦ જોખમી પુલને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, હૅન્કૉક પુલ તોડી પાડીને ત્રણ વર્ષ થઈ ગયા છતા હજી સુધી તેની જગ્યાએ નવા પુલનું બાંધકામ ચાલુ થયું નથી તેથી ભવિષ્યમાં આ પુલ તોડવા પહેલા તે બાંધવાનું નિયોજન કરવાની માગણી વિરોધપક્ષે કરી છે.

અલગ અલગ સ્થળે આવેલા આ પુલ તોડી પાડયા બાદ મુંબઈમાં ટ્રાફિક સમસ્યા વધુ વિકટ થવાની છે, તેથી ટ્રાફિકની દ્રષ્ટિએ શું કાળજી લેવી તે મહત્ત્વનું રહેશે. બે ફૂટઓવર બ્રિજ પણ જોખમી હોઈ તે પણ તોડી પાડવામાં આવવાના છે. બહુ જલદી આ પુલ તોડી પાડવાની શરૂઆત કરવામાં આવવાની હોવાની માહિતી પ્રશાસને આપી હતી.

ચોમાસાની શરૂઆતમાં જ અંધેરી (પૂર્વ) અને (પશ્ર્ચિમ)ને જોડનારા ગોખલે પૂલ પર આવેલો ફૂટઓવર બ્રિજ તૂટી પડયાં બાદ પાલિકા જાગી છે, ત્યારબાદ પાલિકાએ શહેરના તમામ પુલોનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો નિર્ણય લીધો હતો અને કુલ ૨૯૬ પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ કર્યા બાદ જોખમી પુલોની માહિતી બહાર આવી હતી.

આગામી દિવસોમાં જે પુલ તોડવામાં આવશેે, તેમાં ગોરેગામ (પૂર્વ)માં આવેલો વાલભાટ નાકા પરનો પુલ, મલાડમાં ગાંધી નગર, ટેકડી કુરાર વિલેજ પાસેનો પુલ, દહિસરમાં એસબીઆઈ કૉલોની પાસેનો પુલ, સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ પર આવેલો પુલ, કાંદિવલી (પૂર્વ)માં બિહારી ટેકડી પાસેનો પુલ, કાંદિવલી (પશ્રિમ)માં ઈરાની વાડી પાસેનો પુલ, કાંદિવલીમાં એસ.વી.પી.રોડ, કૃષ્ણકુંજ બિલ્ડિંગ પાસેનો પુલ, કાંદીવલીમાં આકુર્લી રોડ પરનો પુલ, સાકીનાકામાં હરી મસ્જિદ નાળા, ખૈરાની રોડ પરનો પુલ તથા ઘાટકોપર (પશ્ર્ચિમ)માં એલ.બી.એસ.માર્ગ પર ચિરાગ નગરનો પુલનો સમાવેશ થાય છે.

એ સિવાય ૧૭૮ પુલનું સમારકામ કરવામાં આવવાનું છે, જેમાં ૪૮ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવવાનું છે. તો ૭૭ પુલનું મામૂલી સમારકામ કરવામાં આવવાનું છે. ૮૭ પુલ સારી હાલતમાં હોવા છતાં તેમાં થોડું સમારકામ કરવામાં આવવાનું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

45sOfa
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com