24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ભારત બંધ’ના બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
રાજ્યમાં પેટ્રોલે ૯૦ રૂપિયાની સપાટી વટાવી

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના દરમાં સતત થઇ રહેલા ધરખમ વધારાના વિરોધમાં કૉંગ્રેસ, મનસે સહિત અન્ય રાજકીય પક્ષ દ્વારા રાજ્ય સહિત દેશભરમાં કરવામાં આવેલા ‘ભારત બંધ’ના એલાનના બીજા દિવસે જ મહારાષ્ટ્રમાં પેટ્રોલના દરે પ્રતિ લિટર ૯૦ રૂપિયાની સપાટી પાર કરી હતી.

રાજ્યના પરભણી જિલ્લામાં મંગળવારે ૯૦.૦૫ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાયું હતું, જ્યારે ડીઝલનો ભાવ ૭૭.૯૨ પ્રતિ લિટર હતો. રાજ્યમાં પરભણી બાદ જ્યાં સૌથી વધુ પેટ્રોલના ભાવ હોય તો તે નાંદેડ અને અમરાવતી છે. નાંદેડ અને અમરાવતીમાં મંગળવારે એક લિટર પેટ્રલના ભાવ ૮૯.૯૩ રૂપિયા અને ડીઝલના ભાવ અનુક્રમે ૭૭.૯૦ અને ૭૮.૮૪ રૂપિયા હતા.

મુંબઈની વાત કરીએ તો મંગળવારે પેટ્રોલનો ભાવ ૮૮.૨૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૭૭.૪૭ રૂપિયા પ્રતિ લિટર હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૦.૮૭ પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૭૨.૭૯ પ્રતિ લિટરે પહોંચી છે.

ઈંધણ કંપનીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર અને ડીલરનું કમિશન બાદ કરતા રિફાઇનરીને ૪૦.૪૫ રૂપિયાના દરે પેટ્રોલ અને ૪૪.૨૮ રૂપિયાના દરે ડીઝલ મળે છે.

કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતી એકસાઇઝ ડયૂટી, રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો વેટ અને પેટ્રોલ પંપના ડીલરના ચૂકવવામાં આવતા કમિશનનો સમાવેશ કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ઊંચા જાય છે. હાલમાં ડીલરને પેટ્રોલ પર પ્રતિ લિટર ૩.૩૪ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૨.૫૨ રૂપિયા ચૂકવવામાં આવે છે.

ઑગસ્ટ મહિનાના મધ્યથી લઇને અત્યાર સુધીમાં લિટર દીઠ પેટ્રોલના ભાવમાં ૩.૭૯ અને ડીઝલના ભાવમાં ૪.૨૦ રૂપિયાનો વધારો થયો છે. વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો તેમ જ રૂપિયો ગબડતા ઈંધણના ભાવમાં ભડકો થયો છે.

રાજ્યની ભાજપ સરકારનું કહેવું છે કે ઈંધણની કિંમતમાં ભાવ વધારો એ થોડા સમય માટેની સમસ્યા છે, જે આંતરરાષ્ટ્રીય સંકટને કારણે નિર્માણ થઇ છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q01421
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com