18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગણેશોત્સવ: નિયમભંગ કરનારા ૨૮૭ મંડળની અરજી ફગાવાઈ
કાર્યવાહી માટે પાલિકા તૈયાર તો મંજૂરી વગર મંડળો તહેવાર ઊજવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગણેશોત્સવ મંડળોને મંડપ બાંધવાની મંજૂરી લેવા માટે અરજી કરવાની મુદત પૂરી થઈ છે, ત્યારે પાલિકાએ હાઈ કોર્ટ તથા વાહનવ્યવહારમાં અડચણરૂપ થવા જેવા જુદા જુદા કારણ આપીને ૨૮૭ ગણેશ મંડળોની મંડપ બાંધવાની અરજીને ફગાવી દીધી છે. જોકે, પાલિકાને નહીં ગણકારતા ગણેશ મંડળોએ ગણેશોત્સવ ધૂમધામથી ભારે ઉત્સાહપૂર્વક ઊજવવાનો નિર્ણય લીધો છે. તો પાલિકા પ્રશાસન પોતાની ભૂમિકા પર મક્કમ હોઈ કોઈ પણ મંડળને રાહત મળશે નહીં અને જે મંડળોને મંજૂરી મળી નથી તેની સામે કોર્ટના આદેશ મુજબ પગલાં લેવામાં આવશે એવી સ્પષ્ટતા કરી છે.

બે દિવસ પહેલા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મેયર બંગલામાં આ સંદર્ભમાં એક બેઠક થઈ હતી પણ તેમાં આ મુદ્દે કોઈ ઉકેલ આવી શકયો નહોતો. આ બેઠકમાં કોઈ પણ પ્રકારનો સકારાત્મક નિર્ણય નહીં થવાને કારણે મંજૂરી નહીં મેળવી શકેલા મંડળોના મંડપ સામે કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે. તો ૨,૭૫૦ મંડળોને મંજૂરી આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

આ દરમિયાન પાલિકાએ જુદા જુદા કારણ આગળ કરીને મંજૂરી આપવાનું નકારી દેતા ગણેશ ભક્તોમાં નારાજગી વ્યાપી ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન પાસે ૩,૫૨૩ અરજી મંડપ બાંધવા માટે મંજૂરી મેળવવા માટે આવી હતી, તેમાંથી વિવિધ કારણથી ૨૮૭ મંડપની મંજૂરી નકારી દેવામાં આવી છે, તો ૨,૭૫૦ મંડપને મંજૂરી આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

મુંબઈના સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને મંડપ બાંધવા માટે ઑનલાઈન અરજી કરીને મંજૂરી મેળવવાની સુવિધા પાલિકા પ્રશાસને ઉપલબ્ધ કરી આપી હતી, પણ કોર્ટે આપેલા આદેશ મુજબ રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ નહીં થનારા જે મંડપ છે, તેને જ મંજૂરી આપવામાં આવી રહી છે.ઽઽ પાલિકા પાસે અરજી કર્યા બાદ ફાયરબ્રિગેડ અને ટ્રાફિક પોલીસ તેમ જ સ્થાનિક પોલીસની મંજૂરી બાદ જ મંડપને મંજૂરી આપવામાં આવી રહી છે.

તેથી આ તમામ મંડળો ગણેશોત્સવ મંડળોને મંજૂરી મળે અને તેઓ ગણેશોત્સવ ઊજવી શકે તે માટે તેઓએ ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માગી હતી, પણ પાલિકા કમિશનર અજોય મહેતાએ પાલિકા કોર્ટના નિયમનું પાલન કરી રહી હોઈ તમામ પ્રકારના નિયમનું પાલન કરીને ફરી અરજી કરનારા મંડપો બાબતે વિચાર કરવામાં આવશે એવું કહ્યું હતું, પણ અરજી નકારી દીધા બાદ પણ ઉત્સવ ઉજવવાની મંજૂરી મંડપને આપી શકાશે નહીં એવી સ્પષ્ટતા પણ કમિશનરે કરી હતી.

મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ ડૉ. નરેશ દહિબાવકરે આ બાબતે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે, વર્ષોને વર્ષોથી ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી રહી છે અને આગળ પણ આ તહેવાર ધામધૂમથી જ ઊજવવામાં આવશે. અમે હાઈ કોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર છે પણ

૨૮૧ મંડળોને મંજૂરી મળી નથી એ મોટી સમસ્યા છે અને મંડળોની જે મંજૂરી નકારવામાં આવી છે તે ટૅક્નિકલ સ્વરૂપની છે, તેથી તેના પર નિર્ણય લેવામાં આવે એવી અમારી માગણી છે.

વધુ બોલતા નરેશ દહિબાવકરે કહ્યું હતું કે, કોર્ટે તહેવાર નહીં ઊજવો એવું કહ્યું નથી અને અમે પણ કોર્ટના આદેશનું પાલન કરીને ઉત્સવ ઊજવવા માગીએ છીએ. જે મંડળોની મંજૂરી નકારવામાં આવી છે, તેમાંથી ૭૦ ટકા મંડળો એ વર્ષો જૂના છે તેથી તેઓ જો કોર્ટના નિયમનું પાલન કરીને ઉત્સવ ઊજવતા હોય તો તેવા મંડળોને મંજૂરી આપવી જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k2uD7M8t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com