18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રત્નાગિરિમાં કાર અને બસ સામસામે ટકરાતાં છ મહિનાની બાળકી સહિત સાતનાં મોત
દહિસર પૂર્વના રાવલપાડા વિસ્તારના રહેવાસીઓ પર આભ તૂટ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગણેશોત્સવ નિમિત્તે રત્નાગિરિ જઈ રહેલા દહિસરના પરિવારને નડેલા ભીષણ અકસ્માતમાં છ મહિનાની બાળકી સહિત સાત જણનાં કરુણ મોત નીપજ્યાં હતાં. ઓવરટેકના પ્રયાસમાં સામેથી આવનારી લક્ઝરી બસ સાથે ટકરાયેલી કારનું ખુરદો બોલાઈ ગયો હતો. રત્નાગિરિના લાંજા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ગાવડેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અકસ્માત લાંજા તાલુકાના કુવેગાંવ અને વાખેડ ગામ દરમિયાન મંગળવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ થયો હતો. મુંબઈથી રાધાપુર તરફ જતી કારમાં ૧૧ જણ સવાર હતા, જ્યારે મુંબઈ તરફ આવવા નીકળેલી લક્ઝરી બસમાં ડ્રાઈવર અને ક્લીનર સિવાય કોઈ નહોતું.

લાંજા પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ હનુમંત શંકર માજળકર (૩૫), પત્ની માનસી માજળકર (૩૦), છ મહિનાની પુત્રી ભાર્ગવી, પંકજ હેમંત ઘાણેકર (૨૫), પ્રિયંકા કાશીરામ ઉપળકર (૨૧) અને રાજેશ શિવગર (૨૪) તરીકે થઈ હતી. અકસ્માતમાં ૧૮ વર્ષના જોડિયા ભાઈ લવ અને કુશ પણ ગંભીર રીતે ઘવાયા હતા. મોડી સાંજે બે ભાઈમાંથી એકે છેલ્લા શ્ર્વાસ લીધા હોવાનું પોલીસનું કહેવું છે. મૃતકો દહિસર પૂર્વના રાવલપાડા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. કહેવાય છે કે કારમાં હાજર લોકો રાધાપુરના કોંડ્યે ગામમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે જઈ રહ્યા હતા. આગળના વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર સામેથી આવેલી બસ સાથે ભટકાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર પાંચ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતમાં બસનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘવાયો હતો.

જખમીઓને રત્નાગિરિની સિવિલ હૉસ્પિટલ અને કોલ્હાપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉ



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

OQHE584d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com