24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેહુલ ચોક્સીએ ₹ 3,250 કરોડ વિદેશમાં ફંટાવ્યા: ઇડી જોકે જ્વેલર કહે છે કે સીબીઆઇ-ઇડીના મારી સામેના આરોપો ખોટા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની એક તપાસમાંથી માલૂમ પડ્યું છે કે ફરાર જ્વેલર મેહુલ ચોકસીએ 3,250 કરોડ રૂપિયા કરતાં વધારે ભંડોળને વિદેશોમાં અન્યત્ર વાળ્યું છે. મુંબઈ ખાતે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ની એક શાખામાંથી કહેવાતી ઠગાઈ કરી છે. તેના આઉટલેટમાંથી વેચાતી કીમતી ધાતુઓના ભાવના અત્યંત વધારો અને કૃત્રિમ વધારો કરવાનો બિઝનેસ બખૂબી કરતો હતો. જોકે આ ચોક્સીએ આ આક્ષેપોને પાયાવિહોણા લેખાવ્યા છે.

અંદાજે બે અબજ ડૉલર (લગભગ 13,000 કરોડ રૂપિયા)ની તથાકથિત બેન્ક ઠગાઈ અંગે ઇડી દ્વારા તપાસ ચાલી રહી છે. તેમાં તેનો ભાણેજ નીરવ મોદી સંડોવાયેલો છે. ઇડીએ કહ્યું હતું કે ચોકસી ફંડને ફેરવવા અને વારાફરતી દેવા માટે કેટલીય બનાવટી કંપનીઓ બનાવીને ઉપયોગમાં લે છે તેમ જ અંગત કામકાજ અને વપરાશ

માટે પૈસાને અન્યત્ર વાળે છે.

ઇડીએ તહોમતનામામાં કહ્યું હતું કે ચોકસીએ અંદાજે 400 કરોડ રૂપિયા નીરવ મોદીને આપીને ફંટાવ્યા હોવાનું તથા લગભગ 360 કરોડ રૂપિયા મોદીના પિતા દીપક મોદી ભણી ફંટાવ્યા હોવાનું કહેવાય છે.

ચોકસી પૈસાની લેતીદેતી માટે કેટલીય ડમી કંપનીઓનો વપરાશ કરતો હતો. તેના ટ્રાન્ઝેક્શન અને સોદા પાર પડે તે માટે માત્ર વેચાણ અને ખરીદીના બિલ બનાવતા પણ માલસામાનની કોઈ જ હિલચાલ થતી ન હતી, એમ ઇડીએ ફરાર બિઝનેસમેન સામેના તહોમતનામામાં જણાવ્યું હતું. હાલમાં તે એન્ટિગામાં હોવાનું કહેવાય છે. ચોકસી કાળાનાણાને ધોળા કરવાનો અપરાધ આયાત-નિકાસના ટ્રાન્ઝેક્શનના ઓઠાં હેઠળ કરતો હતો.

આ દરમિયાન, ડાયમંડ કિંગ મેહુલ ચોક્સીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને રાજકીય ષડ્યંત્રનો ભોગ બનાવાઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર અન્ય ભાગેડુ કૌભાંડીઓને દેશમાં પાછા લાવી શકવા અસમર્થ હોવાથી સરકાર પોતાને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહી છે. તેણે કહ્યું હતું કે,પોતાની સામેના સીબીઆઇ અને ઇડીના આરોપો સાવ ખોટા છે.

દેશ છોડીને ચાલ્યા ગયેલા ચોક્સીનો ભાગી ગયા પછી પહેલો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. ચોક્સી હાલ એન્ટિગામાં વસવાટ કરી રહ્યા છે. તેમની નવી સરકાર તેમને કાયદાને આધારે સંપૂર્ણ રક્ષણ પૂરું પાડશે તેવો વિશ્ર્વાસ ચોક્સીએ રજૂ કર્યો હતો.

મેહુલ ચોક્સી અને તેમનો ભત્રીજો નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 13500 કરોડનો ગફલો કરી દેશ છોડી ભાગી ગયા છે. તેમના વિરુદ્ધ સીબીઆઈ, ઈડી તથા આઈટી વિભાગે ચાર્જશીટ ફાઈલ કરી છે. ચોક્સીએ ભારત સરકાર અન્ય ભાગેડુ સુધી નહીં પહોંચી શકતી હોવાથી તેમને ટાર્ગેટ બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. યુકેનો ઉલ્લેખ કરી તેમનો ઇશારો વિજય માલિયા તરફનો હતો. તેમણે જણાવ્યું હતું કે બેંક ખાતે કંપલાયન્સીસ, સિસ્ટમ, પ્રોસીઝર, ગાઈડલાઇન જેવી ઘણી ડ્યૂટી હોય છે જે નહીં બજાવવા બેંક અધિકારીઓ વિરુદ્ધ પણ પગલા ભરવામાં આવ્યાનું જાણવામાં આવ્યું છે. તેમણે કૌભાંડો માટે બેંકને જવાબદાર ઠેરવી હતી. મેહુલ ચોક્સી સાથે ફોન પર વાત કરવામાં આવી હતી. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

835oy6j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com