19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેરેનાનો વિવાદાસ્પદ સ્કેચ બનાવી ઑસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટે ટીકા વહોરી

સિડની: માર્ક નાઇટ નામના ઑસ્ટ્રેલિયાના કાર્ટૂનિસ્ટે શનિવારે ન્યૂ યૉર્કમાં યુએસ ઓપનની ફાઇનલમાં પરાજિત થતાં પહેલાં સેરેના વિલિયમ્સે અમ્પાયર સાથે જે ગેરવર્તન કર્યું હતું તેમ જ ગુસ્સામાં આવીને પોતાનું રૅકેટ તોડ્યું હતું એને ધ્યાનમાં રાખીને બનાવેલા તેનું (સેરેનાનું) વિવાદાસ્પદ સ્કેચ બનાવવા બદલ ટીકા વહોરી લીધી છે. ‘હૅરી પૉટર’ના લેખક જે. કે. રૉલિંગે ટેનિસજગતની ગ્રેટેસ્ટ ખેલાડીઓમાં ગણાતી સેરેના પર આવો જાતિવાદલક્ષી અને રંગભેદલક્ષી સ્કેચ બનાવવા બદલ માર્કને વખોડ્યા છે.

સોમવારે ઑસ્ટ્રેલિયાના એક જાણીતા અખબારમાં આ કૅરિકેચર પ્રગટ થયું હતું જેમાં સેરેનાને પોતે જ તોડેલા રૅકેટ પર ઠેકડા મારી રહેલી બતાવવામાં આવી છે. માર્ક નાઇટ વિવાદાસ્પદ કાર્ટૂનો બનાવવા માટે જાણીતા છે. સેરેનાવાળા કાર્ટૂનમાં કાર્ટૂનિસ્ટે તેની હરીફ ઓસાકાને એવું કહેતા બતાવ્યા છે કે ‘શું તું તેને જીતવા ન દઈ શકે?’

શનિવારે જાપાનની નાઓમી ઓસાકા સામેની ફાઇનલમાં સેરેનાનો 6-2, 6-4થી પરાજય થયો હતો. ઓસાકા સિંગલ્સનું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારી જાપાનની પ્રથમ પ્લેયર બની હતી, જ્યારે સેરેના વિક્રમની બરોબરી કરાવતું 24મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ ગુમાવી બેઠી હતી.

મૅચ દરમિયાન સેરેનાને એક સ્ટૅન્ડમાંથી તેના કોચે કંઈક સલાહ આપતાં એને આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે લેખાવીને અમ્પાયરે સેરેનાને પૉઇન્ટની પૅનલ્ટી કરી હતી જેનાથી સેરેના વિફરી હતી અને તેણે અમ્પાયર પર બળાપો કાઢ્યો હતો. સેરેનાને આ ગેરવર્તન બદલ 17,000 ડૉલર (12.35 લાખ રૂપિયા)નો દંડ કરાયો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8018r4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com