18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારી સદી પહેલાંના ઓવરથ્રો બદલ બુમરાહનો આભાર: કુક

લંડન: આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગઈ કાલે અલવિદા કરનાર ઇંગ્લૅન્ડના બૅટિંગ-લેજન્ડ ઍલસ્ટર કુકે સોમવારે ભારત સામેની આખરી ટેસ્ટના પોતાના અંતિમ દાવમાં ઐતિહાસિક સદી (147) ફટકારી એ બદલ ભારતીય બોલર જસપ્રીત બુમરાહનો આભાર માનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કુક 96 રન પર હતો ત્યારે તે જાડેજાના બૉલને કવી તરફ મોકલીને સિંગલ લેવા દોડ્યો હતો. જોકે, બુમરાહે તેને રનઆઉટ કરવા બૉલને સીધો સ્ટમ્પ્સ તરફ ફેંક્યો જેમાં તેના એ ઓવરથ્રોને લીધે બૉલ બાઉન્ડરી લાઇનની બહાર પહોંચી ગયો હતો અને એ કુલ રન સાથે કુકે 33મી સદી પૂરી કરી હતી.

કુકે સોમવારે પત્રકારોને કહ્યું હતું કે ‘એ ઓવરથ્રોમાં પુજારાએ બૉલ રોક્યો હોત તો હું મુશ્કેલીમાં અને શરમજનક સ્થિતિમં મુકાઈ ગયો હોત, કારણકે મેં તો ઓવરથ્રોને પગલે સેલિબ્રેશન જ શરૂ દીધું હતું. પુજારા બૉલની પાછળ દોડી રહ્યો છે એના પર મારું ધ્યાન જ નહોતું ગયું. મારે જોરદાર ઓવરથ્રો બદલ બુમરાહને થેન્ક્સ કહેવું છે.’

-------------------------------------------

વિજયની પહેલી જ કાઉન્ટીમાં અડધી સદી



નૉટિંગહૅમ: ગયા મહિને ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટના બન્ને દાવમાં ઝીરો પર આઉટ થનાર અને બીજી ટેસ્ટમાં કુલ 26 રન (20 અને 6) બનાવનાર ઓપનર મુરલી વિજયે અહીં કાઉન્ટી ક્રિકેટમાં થોડું ફૉર્મ પાછું મેળવી લીધું છે. તેણે એસેક્સ વતી રમતા નૉટિંગહૅમશર સામેની ચાર-દિવસીય મૅચમાં 95 બૉલમાં 56 રન બનાવ્યા હતા જેમાં 9 ફોરનો સમાવેશ હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8lyGg3y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com